ફીફા વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોઇ રહેલા ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો

21મો ફીફા વર્લ્ડ કપ રશિયાની ધરતી પર રમાશે, ટૂર્નામેન્ટની મોટાભાગની મેચોનું લાઇવ પ્રસારણ SBS ચેનલ પરથી કરવામાં આવશે

Fifa World Cup

Fifa World Cup Russia 2018 Source: Unsplash - Fauzan Saari

ઓલિમ્પિક ગેમ્સ બાદ વિશ્વમાં રમતનો સૌથી મોટો કોઇ મહાકુંભ હોય તો એ ફીફા વર્લ્ડ કપ છે. દર ચાર વર્ષે રમાતા ફૂટબોલ વર્લ્ડ કપને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રશિયા 21માં ફીફા વર્લ્ડ કપની યજમાની કરવા જઇ રહ્યું છે ત્યારે વિવિધ દેશોના ફૂટબોલ ચાહકો રશિયા જઇને પોતાના દેશને સપોર્ટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે.

જોકે 32 દેશો વચ્ચે રમાતી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ તો ક્વોલિફાય થઇ શકી નથી પરંતુ ભારતીયોમાં ફૂટબોલની રમત ઘણી લોકપ્રિય થઇ રહી છે. અહીં ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો વર્લ્ડ કપમાં પોતાની પસંદગીની ટીમને સપોર્ટ કરવા આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

તો આવો જાણીએ કે મેલ્બોર્નમાં રહેતા ભારતીય ફૂટબોલ ચાહકોની પસંદગીની ટીમ કઇ છે અને તેઓ કેવી રીતે ફીફા વર્લ્ડ કપની મજા માણશે...

Football fan Ankit sobti
Football fan Ankit sobti. Source: Private source

અંકિત સોબતી, સ્ટુડન્ટ, Deakin University

મને ક્રિકેટ કરતાં ફૂટબોલની રમત વધુ પસંદ છે. જે ટૂર્નામેન્ટની હું આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે હવે થોડા દિવસો જ દૂર છે. મારી ફેવરિટ ટીમ વર્તમાન ચેમ્પિયન જર્મની છે. તે આ વખતે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વર્લ્ડ કપ જીતે તેવી મને આશા છે. અહીં ઓસ્ટ્રેલિયામાં SBS ચેનલ પર ફીફા વર્લ્ડ કપની મેચોનું જીવંત પ્રસારણ થવાનું હોવાનો આનંદ છે. મિત્રો સાથે ટેલિવિઝન પર મેચ જોઇને મારી ફેવરિટ ટીમ જર્મનીને ચીયર કરીશે.

Football fan Tejas
Football fan Tejas Source: SBS Gujarati

તેજસ સપાટે, ફૂટબોલ ખેલાડી

નાનપણથી જ હું ફૂટબોલની રમતને ફોલો કરું છું. વર્લ્ડ કપ શરૂ થવાનો હોવાથી હું થોડો ઉત્સાહિત છું. મારી ઇચ્છા ભારતીય ટીમને વર્લ્ડ કપમાં રમતી જોવાની છે. જોકે હાલમાં મારી ફેવરિટ ટીમ બ્રાઝિલ છે. તે ગઇ વખતે તો વર્લ્ડ કપ જીતી શકી નહોતી પરંતુ આ વર્લ્ડ કપમાં તે ચેમ્પિયન બને તેવી આશા છે.

SBS પર ફીફા વર્લ્ડ કપની મેચનું જીવંત પ્રસારણ

આગામી જૂન મહિનાની 14મી તારીખથી શરૂ થઇ રહેલા ફીફા વર્લ્ડ કપની 25 મેચોનું લાઇવ પ્રસારણ SBS ચેનલ પર થશે. જેમાં પ્રથમ મેચ, સેમિફાઇનલ્સ અને ફાઇનલ મેચનો પણ સમાવેશ થાય છે. 14મી જૂને રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે રમાનારી પ્રથમ મેચથી SBS પણ વર્લ્ડ કપ પ્રસારણના અભિયાનની શરૂઆત કરશે. ફીફા વર્લ્ડ કપને લગતી રસપ્રદ માહિતી SBS Gujarati ના ફેસબૂક પેજ પરથી પણ મેળવી શકાશે. 

 

SBS પર પ્રસારિત થનારી મેચનો કાર્યક્રમ

15 જૂન           મધ્યરાત્રિ 12.00           રશિયા વિ. સાઉદી અરેબિયા

16 જૂન           રાત્રે 3.30                    પોર્ટુગલ વિ. સ્પેન

16 જૂન           સાંજે 7.00                   ફ્રાન્સ વિ. ઓસ્ટ્રેલિયા

18 જૂન           મધ્યરાત્રિ 12.00           જર્મની વિ. મેક્સિકો

19 જૂન           રાત્રે 3.30                    ટ્યુનિશીયા વિ. ઇંગ્લેન્ડ

19 જૂન           રાત્રે 9.30                    કોલંબિયા વિ. જાપાન

20 જૂન           રાત્રે 9.30                    પોર્ટુગલ વિ. મોરોક્કો

21 જૂન           રાત્રે 9.00                    ડેનમાર્ક વિ. ઓસ્ટ્રેલિયા

22 જૂન           રાત્રે 9.30                    બ્રાઝિલ વિ. કોસ્ટા રિકા

24 જૂન           રાત્રે 3.30                    જર્મની વિ. સ્વીડન

24 જૂન           રાત્રે 9.30                    ઇંગ્લેન્ડ વિ. પનામા

25 જૂન TBC

26 જૂન          રાત્રે 11.00                   ઓસ્ટ્રેલિયા વિ. પેરૂ

27 જૂન TBC

28 જૂન TBC

SBS પર રાઉન્ડ ઓફ 16 અને ક્વાર્ટર ફાઇનલ્સની મેચોનું પ્રસારણ કરાશે

12 જૂલાઇ       રાત્રે 3.30                      સેમિફાઇનલ - 1

12 જૂલાઇ       રાત્રે 3.30                      સેમિફાઇનલ - 2

14 જૂલાઇ       રાત્રે 11.00                     પ્લે-ઓફ મેચ

15 જૂલાઇ       રાત્રે 11.00                      ફાઇનલ

Follow SBS Gujarati on FACEBOOK


3 min read

Published

Updated

By Vatsal Patel




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now