અનિર્બાન લાહિરી આ અઠવાડિયાથી શરૂ થઇ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન રમવા માટે આવ્યો છે અને તેને અહીં વિજેતા બનવાનો વિશ્વાસ છે.
31 વર્ષીય ગોલ્ફર 2015માં રમાયેલી યુએસપીજીએ ચેમ્પિયનશીપમાં પાંચમાં ક્રમે રહ્યો હતો. તે અત્યાર સુધીમાં કોઇ પણ મેજર ટૂર્નામેન્ટમાં ભારતીય ગોલ્ફર દ્વારા કરવામાં આવેલું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે.
તે ઓસ્ટ્રેલિયામાં પોતાની કારકિર્દી ફરીથી પાટા પર લાવવા માટે આવ્યો છે. બે વર્ષ નબળું પ્રદર્શન કર્યા બાદ અનિર્બાન લાહિરીને લાગી રહ્યું છે તે ઓસ્ટ્રેલિયન ઓપન દ્વારા તે પોતાની કારકિર્દીને નવી દિશા આપી શકે છે.
"અમારી રમતમાં ફક્ત એક જ સારું અઠવાડિયું જોઇએ. તે તમારો આત્મવિશ્વાસ વધારવામાં અને તમામ નકારાત્મક બાબતોને પાછળ રાખવા માટે પૂરતું છે," તેમ અનિર્બાને SBS ને જણાવ્યું હતું.

Anirban Lahiri poses with the trophy after winning the Malaysian Open golf tournament in Kuala Lumpur, Malaysia, 08 February 2015. Source: AAP
તેના પિતા આર્મીમાં હતા તેથી જ તેણે ગોલ્ફ અપનાવ્યું હતું.
"તે સમયે ગોલ્ફમાં મારું આગમન થયું હતું. હું આર્મીના વિવિધ પ્રકારના ગોલ્ફ કોર્સ પર રમીને ઉછર્યો છું. તેમની બદલી જ્યાં પણ થતી હતી, ત્યાં ગોલ્ફ કોર્સ હતા જ."
તેણે ઓસ્ટ્રેલિયામાં શરૂ થયેલી ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં સારું પ્રદર્શન કરીને તેની પ્રતિભાનો પરચો આપી દીધો છે.
ઓસ્ટ્રેલિયન ઓપનની આશા
અહીં ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવું તે અનિર્બાનની પ્રાથમિકતા છે પરંતુ મેલ્બોર્નમાં આગામી અઠવાડિયાથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવવો તેના માટે ખાસ છે.
ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ 1904માં થયો હતો અને તે વિશ્વની પાંચમાં ક્રમની સૌથી જૂની ટૂર્નામેન્ટ છે.
"આગામી અઠવાડિયાથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. તે સમયે તમે અનિર્બાન લાહિરી નથી, અને મને લાગે છે કે તે સ્વદેશમાં ખૂબ જ મોટો પ્રભાવ છોડે છે," તેમ તેણે જણાવ્યું હતું.
Image
ત્રણ વર્ષ પહેલા યુએસપીજીએ ચેમ્પિયનશીપમાં પાંચમો ક્રમ મેળવીને તે કોઇ પણ મેજર ટૂર્નામેન્ટમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારો ખેલાડી બન્યો હતો.
વિજય મેળવવો શાનદાર રહેશે.
"તમારે મોટી ટૂર્નામેન્ટ જીતવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની જરૂર છે," તેમ લાહિરીએ જણાવ્યું હતું.
હજી પણ લાહિરી મોટી ટૂર્નામેન્ટ જીતવાનું સપનું ધરાવે છે અને ઉભરતા ભારતીય ગોલ્ફર્સ માટે પ્રેરણા બનવા માગે છે.
Share


