ભારતમાં કોઈપ્રકારની દિવ્યાંગતા (વિકલાંગતા) કે ખોડખાપણ સામાજિક સ્તરે કલન્ક સમાન માનવામાં આવે છે. મોટાભાગના દિવ્યાંગ લોકોને શિક્ષણ કે નોકરી રોજગાર શોધવામાં તકલીફ પડે છે. સૌથી વધુ મુશ્કેલી લગ્ન - વિવાહ તબક્કે આવે છે.
ભારતમાં અને વિશ્વના કેટલાક દેશોમાં દિવ્યાંગ લોકો પ્રત્યે સમાજમાં પૂર્વગ્રહ ખુબ સામાન્ય બાબત છે. જોકે અમુક દેશોમાં આવા પૂર્વગ્રહ વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ પણ છે.
ભારતના દિવ્યાંગોને યોગ્ય જીવનસાથી શોધવામાં મદદ મળે તે હેતુ થી સુષ્મિતા બુબના વડે વોઇસ વિઝન નામક પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. સુષ્મિતા ખુદ 10 વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવી ચુક્યા છે. તેઓ અંધ લોકોના સશક્તિકરણ માટે કાર્યરત છે.
વોઇસ વિઝન વડે એક ખાસ પ્રકારના જીવનસાથી મેળાનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવ્યું. જેમાં 100 જેટલા લગ્નઇચ્છુકો પોતાના વાલીઓ સાથે આવ્યા હતા.

સુ શ્રી બુબનાનું કહેવું છે કે અહીં આવનાર ડેક વ્યક્તિ પોતાની ક્ષમતાઓને વાચા આપી જીવનસાથીની પસંદગી કરે છે. દરેક લગ્નઇચ્છુક પોતાની અપેક્ષા અંગે વાત કરે છે, પોતાની વિકલાંગતા અંગે નહિ.
બાળપણથી પોલિયોના કારણે ચાલી ન શકતી 38 વર્ષીય હુડાનું કહેવું છે કે આ જીવનસાથીમેળામાં તને જીવનસાથી મળે કે ન મળે પણ થોડા મિત્રો જરૂર બનશે. તેઓ ઉમેરે છેકે મને ઈચ્છા કે કે મારો જીવનસાથી મને હું જેવી છું તેવી જ પસંદ કરે. હુડા નો પરિવાર તેમના પ્રત્યે ખુબ રક્ષણાત્મક વલણ ધરાવે છે.
આ જીવનસાથીમેળામાં 33 વર્ષીય ખાનગી ટ્યુશન ભણાવતા એલેક્સ ડિસુઝા પણ છે. તેઓ પણ પોલિયોથી પીડિત છે.
હુડા અને એલેક્સના ધર્મ અલગ છે પણ એકબીજાને મળીને એલેક્સ આ જોડી અંગે આશાવાન છે. તેમનું માનવું છેકે જો વાત આગળ વધી તો તેઓ એક આદર્શ ઉદાહરણ બની શકે તેમ છે.હુડા નું કહેવું છે કે એલેક્સને મળીને તમને સારું લાગ્યું, આ મુલાકાતે તેમને કશુંક નવું કરવા પ્રેરિત કર્યા. આ મુલાકાતે તેમનો વિકલાંગતા અંગેનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો છે.
આ મુલાકાત બાદ હુડા પહેલીવાર ચાલીને પોતાની બહેનને મળવા એકલી ગઈ, જે તેઓએ ક્યારેય ધાર્યું ન હતું.
તેમની મુકાલાત બાદ તેમની જોડી બનશે કે નહિ તે અંગે હજુ અનિશ્ચિતતા છે પણ હુડાના જીવનમાં સકારાત્મક બદલાવનો પ્રારંભ નિશ્ચિત રીતે થયો છે.

આ પ્રકારના જીવનસાથીમેળાઓ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યા છે.
અમદાવાદથી જીવનસાથીમેળામાં ભાગ લેવા આવેલ હિરેન ગોહિલના હાથ અને પગ ને એક ગંભીર અકસ્માતમાં ઇજા થઇ હતી. અહીં તેમને પોતાનો જીવનસાથી મળે તેવી આશા છે. હિરેને એક છોકરીને ગમી અને જયારે તેને તે છોકરીની જ્ઞાતિ તો તે સામાજિક રીતે નીચલી માનતી જ્ઞાતિની હતી. આ કારણે હિરેને આ વાત પર અહીં જ પૂર્ણ વિરામ કર્યું .
આ પ્રકારના જીવનસાથી મેળાનો ઉદેશ ભેદભાવ અને પૂર્વગ્રહ દૂર કરવાનો છે. પણ કેટલાક લોકો આવું નથી કરી શકતા.
અહીં આવેલ લગ્નઇચ્છુકોમાં સામેલ છે,28 વર્ષીય ટેક્ષ ઓફિસમાં કામ કરતા પંકજ ગાયકવાડ જન્મથી જ અંધ છે. તેઓ માટે પ્રજ્ઞાચક્ષુ હોવું એ જીવનસાથીની શોધમાં સૌથી મોટો પડકાર હતો.
પંકજે પોતાની પસન્દગીની એક છોકરી સાથે વાતચીત કરી અને હવે તેઓ જવાબની રાહ જોઈ રહ્યા છે.
શું પંકજને તેમની જીવનસાથી મળી કે નહિ? જાણવા આજે રાત્રે 9.30 વાગ્યે SBS પર જોડાવ.


