કોરોનાવાઇરસની મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય સરહદો બંધ થતા ઓસ્ટ્રેલિયામાં પ્રવાસન ઉદ્યોગને અસર પડી છે.
અને, પ્રવાસન સાથે સંકળાયેલા વેપાર - ઉદ્યોગો ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે.
જેના કારણે નોધર્ન ટેરીટરી અને તાસ્મેનિયાની સરકારે રાજ્યના રહેવાસીઓ પ્રવાસન સ્થળોની મુલાકાત લે અને આ ઉદ્યોગ ફરીથી ગતિ પકડે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી છે.
જે અંતર્ગત, મુસાફરો જે-તે રાજ્યના પ્રવાસન સ્થળોની મુલાકાત લઇ વાઉચરની મદદથી પ્રવાસનો ખર્ચ પણ પરત મેળવી શકશે.
તાસ્મેનિયા
તાસ્મેનિયાની સરકારે તેના રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે Make Yourself at Home ટ્રાવેલ વાઉચરની જાહેરાત કરી છે.
7મી સપ્ટેમ્બર 2020થી, તાસ્મેનિયામાં રહેતા લોકો સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 2020 દરમિયાન પ્રવાસ કરી શકશે. અને, પ્રવાસ વખતે રહેવાની સુવિધા તથા અન્ય ખર્ચના નાણાં Make Yourself at Home વાઉચરની મદદથી પરત મેળવી શકશે.

A tourism boom has increased demand for short-term rental accommodation in Hobart and pushed up rent (AAP) Source: AAP
Make Yourself at Home માટેની વધુ માહિતી
સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 2020 દરમિયાન તાસ્મેનિયામાં રહેવાની સુવિધા (Accommodation) તથા પ્રવાસન (Experience) વખતે થતા અન્ય ખર્ચ માટે વિવિધ પ્રકારે દાવો કરી શકાશે.
- 1 વયસ્ક વ્યક્તિનું રજીસ્ટ્રેશન (મહત્તમ 150 ડોલર સુધીનો દાવો)
- 2 વયસ્ક વ્યક્તિનું રજીસ્ટ્રેશન (મહત્તમ 300 ડોલર સુધીનો દાવો)
- બાળકો સહિતના પરિવાર માટે (મહત્તમ 550 ડોલર સુધીનો દાવો)
રહેવાની સુવિધા (Accommodation) ધરાવતા વાઉચર સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 2020 દરમિયાન રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવારે ટૂંકાગાળાના રોકાણની સુવિધા માટે વાપરી શકાશે.
એપાર્ટમેન્ટ્સ, બેકપેકર, હોસ્ટેલ, બ્રેડ અને બ્રેકફાસ્ટ, હોલિડે પાર્ક્સમાં આવેલા કેબિન્સ અથવા કેરેવાન, કોટેજીસ, ફાર્મ સ્ટે, હોલિડે હાઉસ, મોટેલ્સ, હોટેલ્સ રીસોર્ટ્સ, રીટ્રીટ્સ અને લોજમાં રહેવાસ દરમિયાન વાઉચર વાપરી શકાશે.
પ્રવાસન સ્થળો પરના આકર્ષણો, ટુર માટે અન્ય ખર્ચ માટે Experience voucher વાપરી શકાશે.
Accommodation અને Experience વાઉચર માટે દાવો કરવા રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. રજીસ્ટ્રેશન કરવા તથા વાઉચર મેળવવા વિશેની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

A tour at Ubirr rock in Kakadu National Park, Northern Territory. Source: AAP
નોધર્ન ટેરીટરીમાં જુલાઇ 1લીથી યોજના અમલમાં
ઓસ્ટ્રેલિયામાં નોધર્ન ટેરીટરી પ્રવાસન પર આધારિત પ્રદેશ છે. કોરોનાવાઇરસના કારણે ટેરીટરીના પ્રવાસન ઉદ્યોગ પર અસર પડી છે.
તેથી જ, 1લી જુલાઇ 2020 આંતરિક મુસાફરોને તેમણે કરેલા પ્રવાસન ખર્ચને વાઉચરની મદદથી પરત મેળવવાની યોજના અમલમાં મૂકાઇ છે.
અત્યાર સુધીમાં 26,000 વાઉચર એનાયત કરવામાં આવ્યા છે.
એક વખત વાઉચર ડાઉનલોડ થયા બાદ તે 30 દિવસ સુધી જ અમલમાં રહેશે અને તે સમય દરમિયાન સુવિધા બુક કરાવવી જરૂરી છે. વાઉચરની મદદથી 31મી ઓક્ટોબર 2020 સુધીમાં મુસાફરી કરી શકાય છે.