SKIP TO MAIN CONTENT

SBS અને ABCની સ્પર્ધાત્મક તટસ્થતાની સમીક્ષા

ઓસ્ટ્રેલીયાના જાહેર પ્રસરણકર્તા SBS અને ABCની કામગીરી પર તપાસ કરવા સરકારે નિષ્ણાત પેનલની નિમણૂક કરી છે

Panel Member Julie Flynn, the former head of Free TV, the industry body representing Australia's commercial-television licensees.
Panel Member Julie Flynn, the former head of Free TV, the industry body representing Australia's commercial-television licensees. Source: AP Photo/Mark Baker

2 min read

Published

Updated

By Nital Desai, Phillippa Carisbrooke



Skip to article content

ઓસ્ટ્રેલીયાના જાહેર પ્રસરણકર્તા SBS અને ABCની કામગીરી પર તપાસ કરવા  સરકારે નિષ્ણાત પેનલની નિમણૂક કરી છે. આ સમિતિ "સ્પર્ધાત્મક તટસ્થતા" વિષે સમીક્ષા કરશે

SBS અને ABC ખાનગી ક્ષેત્ર સાથે સ્પર્ધા કરે છે કે નહિ અને તે કેટલી યોગ્ય છે તેના વિષે સ્વતંત્ર સમિતિ તપાસ કરશે.

પૂછપરછ દરમ્યાન વિશેષ ધ્યાન અપાશે કે SBS અને ABC ની કામગીરી કેવી છે અને જો ખાનગી ચેનલો સાથે સ્પર્ધા કરે તો જાહેર-ક્ષેત્રની માલિકીના કારણે તેમને અયોગ્ય લાભ થઇ રહ્યો છે કે નહીં.

SBSના મેનેજિંગ ડિરેક્ટર માઈકલ ઓબીદે સમીક્ષા દરમિયાન સંપૂર્ણપણે સહકાર આપવાની ખાતરી આપી છે. વધુમાં ઉમેર્યું કે SBS તેની સેવાઓના મૂલ્યનું નિદર્શન કરવા આતુર છે.

ABCએ ટિપ્પણી નકારી દીધી છે.

ટર્નબુલ સરકારે મિડીયા સુધારા માટેનો કાયદો પસાર કરાવવા વન નેશન પાર્ટીના ટેકાના બદલામાં પોલીન  હેન્સન સાથે સોદો કર્યો હતો જેને પગલે SBS અને ABC ની કામગીરી વિષે પૂછપરછની જાહેરાત ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી હતી.

તે સમયે, સેનેટર હેન્સનએ જણાવ્યું હતું કે, મોટા ખેલ આયોજનો અને આંતરાષ્ટ્રીય  સ્પોર્ટ્સ ઇવેન્ટના અધિકારો ખરીદવામાં SBS અને ABC આગળ વધી રહ્યા હતા જે વ્યાપારી ટેલિવિઝન સ્ટેશનોને અસર કરે છે. તેમણે દલીલ કરી હતી કે કરદાતાઓના નાણાનો આ શ્રેષ્ઠ ઉપયોગ નથી.

સામુદાયિક સંગઠનો તરફથી FECCA (ફેડરેશન ઓફ એથનિક કોમ્યુનિટીસ કાઉન્સિલ ઓફ ઑસ્ટ્રેલિયા) જણાવે છે કે SBS દ્વારા ઓફર કરવામાં આવેલી સમાચાર, માહિતી અને મનોરંજનની પસંદગી વ્યાપારી બ્રોડકાસ્ટર્સની તુલનામાં અત્યંત અલગ છે.

FECCA ના મુખ્ય સચિવએ SBSના વિવિધ ભાષાના કાર્યક્રમોને મહત્વનો તફાવત બિંદુ ગણાવ્યો છે. તેમણે ખાસ ટીપ્પણી કરી કે SBS જાહેર નાણાનો યોગ્ય ઉપયોગ કરી રહ્યું છે.

"I think SBS reflects a diverse and multicultural Australia and, in its truest form, communicates to all people a very rich array of subject matter."

આ પૂછપરછ જુલાઈ મહિનામાં પૂર્ણ થશે.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now