SKIP TO MAIN CONTENT

ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટ

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સિડની શહેરના બહુસાંસ્કૃતિક માળખાને સમજવાનો, માણવાનો અવસર એટલે ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટ.

Nikhil Patel and Team
Source: Nikhil Patel

2 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

ન્યૂસાઉથ વેલ્સ યુથ વીકની ઉજવણી સાથે સિડની શહેર દ્વારા પણ યુવાશક્તિને પ્રોત્સાહિત કરતી યુથ વીકની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 13 થી  22 એપ્રિલ  દરમિયાન આયોજિત આ  ઇવેન્ટ ન્યુ સાઉથ વેલ્સ સરકાર દ્વારા સમર્થિત  છે.  

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી અને યુવા સમુદાય માટે ખાસ ધ્યાન ખેંચે તેવું આયોજન છે ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટ(International Youth Fest). આ ફેસ્ટના આયોજન માટે સીટી ઓફ સિડની, સ્ટડી ન્યુ સાઉથ વેલ્સ અને ISANA સાથે સ્વયંસેવક તરીકે જોડાયેલ યુવાનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 

ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એમ્બેસેડર અને આયોજન સમિતિના સભ્ય નિખિલ પટેલ જણાવે છે કે, " આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સિડનીના બહુસાંસ્કૃતિક વાતાવરણનું શ્રેષ્ઠ પ્રદર્શન આ ઇવેન્ટ દરમિયાન જોઈ શકાય છે. આ ઇવેન્ટ  રમતગમત સાથે મનોરંજન પૂરું પાડે છે."   

ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટના મુખ્ય આકર્ષણો પર એક દ્રષ્ટિપાત કરીએ તો અહીં રમતગમત વિભાગમાં કોઈપણ વ્યક્તિ ટિમ સાથે અથવા વ્યક્તિગત ધોરણે ક્રિકેટ, ટેબલટેનિસ , બાસ્કેટ બોલ જેવી રમતોમાં ભાગ લઇ શકે છે. આ ઉપરાંત કેરેઓકે, ડાન્સ , ફેસ પેઇન્ટિંગ, મહેંદી, વિશાળ શતરંજ રમવા જેવી પ્રવૃત્તિઓ પણ આયોજિત કરવામાં આવી છે.

International Youth Fest
Source: Supplied by Nikhil Patel

નિખિલ પટેલ આ સાથે ઉમેરે છે કે આયોજન સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના ઓસ્ટ્રેલિયા વસવાટ દરમિયાન વિવિધ સ્તરે મદદરૂપ થઇ શકે તેવી સંસ્થાઓના પ્રતિનિધિઓને આમન્ત્રણ આપ્યું છે,  ફેર વર્ક લોકપાલ, ફેર ટ્રેડિંગ, સર્ફ લાઈફ સેવિંગ ન્યુ સાઉથ વેલ્સ, ન્યુ સાઉથ વેલ્સ પોલીસ, ક્રિકેટ ન્યુ સાઉથ વેલ્સ, મલ્ટીકલચરલ  જુગાર (વિરોધી )  સેવા જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વિદ્યાર્થીઓ વાતચીત કરી શકશે.

નવા મિત્રો બનાવવા, નવી સંસ્કૃતિઓ વિષે જાણવું, નવા રીતરિવાજો થી માહિતગાર થવાનો આ એક અનેરો અવસર છે.

જો કોઈ વિદ્યાર્થીને અંગ્રેજી ભાષામાં તફલીફ હોય તો અહીં દુભાષિયાઓ દ્વારા ભાષાંતરની સેવા ઉપલબ્ધ કરાવાશે.

ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટ નિઃશુલ્ક ઇવેન્ટ છે, જેનું આયોજન 19મી એપ્રિલના રોજ સાંજે 5:30 થી 8:30 દરમિયાન કિંગ જ્યોર્જ V રિક્રિએશન સેન્ટર, ધ રોક્સ ખાતે કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જે માટે મુલાકાત લ્યો - International Youth Fest

 


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now