ઈસ્તાંબુલના રિયાન નાઇટ ક્લબમાં થયેલા આતંકી હુમલામાં એક ગુજરાતી સહિત 2 ભારતીયોનું પણ મૃત્યુ થયું છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આ માહિતી ટ્વીટ કરીને આપી છે. ફિલ્મ પ્રોડ્યુસર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ અખ્તર રિઝવીના દિકરા અબીસ રીજવીની નાઇટ ક્લબ થયેલા ફાયરિંગ દરમિયાન મૃત્યુ નીપજ્યુ છે. આ સાથે જ ગુજરાતની ખુશી શાહ નામની ફેશન ડિઝાઈનર યુવતીનું પણ મૃત્યુ થયુ છે. સાંતાક્લોઝના વેશમાં આવેલા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. અત્યાર સુધી મળતી વિગતો પ્રમાણે બે ભારતીયો અને 16 વિદેશીઓ સહિત 39 મોત થયા હતા અને 70 લોકો ઘવાયા હતા. જ્યારે 69 લોકો ઘાયલ થયા હતા.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટર દ્વારા આપેલ માહિતી મુજબ
આ સાથે 27 વર્ષીય ફેશન ડિઝાઈનર ખુશી શાહ, ગુજરાતના વડોદરાના વતની હતા.તેઓ વ્યાવસાયિક કારણોથી ઇસ્તંબુલ માં હતા. નવા વર્ષની ઉજવણી માટે તેઓ આ નાઈટ ક્લ્બમાં ગયા હતા.
તેમના ભાઈ અને પિતરાઇને તુર્કી માટેના વિસાની વ્યવસ્થા ભારત સરકાર વડે કરી અપાઈ છે.
રાષ્ટ્રપતિ તૈયિપ એર્દોગને તુર્કીને અસ્થિર બનાવવાનું પ્લાનિંગ ગણાવ્યું. 10 ડિસેમ્બરે ઇસ્તંબુલમાં ફૂટબોલ મેચમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 44 લોકો માર્યા ગયા હતા. તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોએલુએ કહ્યું કે લોકપ્રિય રૈના નાઇટ ક્લબના ફાયરિંગમાં મરનારા લોકોમાં 21નાં મોત થયાં હતાં. હુમલાખોરોની શોધ હજુ ચાલી રહી છે.
49 વર્ષીય એબીસ રિઝબી નવા વર્ષની ઉજવણી માટે તુર્કી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમને ફિલ્મ જગત શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.
તુર્કી આતંકી હુમલો :
Share

