એડમન્ડ બાર્ટન (1901-1903)
તેઓ ઓસ્ટ્રેલિયા પ્રથમ વડાપ્રધાન હતા, 1લી જાન્યુઆરી 1901 ના રોજ સિડની ખાતે તેઓએ પ્રધાનમંત્રીનું આ પ્રતિષ્ઠિત પદ સંભાળ્યું .

Source: SBS urdu
આલ્ફ્રેડ ડીકીન (1903-1904; 1905-1908; 1909-1910)
તેઓ ઓસ્ટ્રેલિયાના બીજા વડાપ્રધાન હતા. પ્રધાનમંત્રી ના પ્રતિષ્ઠિત પદ ને ત્રણ વખત સંભાળવાનું ગૌરવ પણ તેમના નામે છે .

Source: SBS urdu
ક્રીસ વોટ્સન (1904)
તેઓ લેબર પક્ષ તરફથી પ્રથમ પ્રધાનમંત્રી હતા, પરંતુ તેઓનો કાર્યકાળ માત્ર 4 મહિના નો રહ્યો હતો.

Source: National Archives of Australia
જ્યોર્જ રેઇડ (1904-1905)
તેઓ દેશના ચોથા વડાપ્રધાન હતા. તેઓના કાર્યકાળનો પણ એક વર્ષ કરતાં ટૂંકા ગાળા માં અંત આવ્યો હતો.

Source: National Archives of Australia
એન્ડ્રુ ફિશર (1908-09; 1910-1913; 1914-1915)
તેઓએ પણ પ્રધાનમંત્રીનું પદ ત્રણ વખત સાંભળ્યું હતું . તેઓને લેબર પક્ષ ના સ્થાપક સભ્યોમાંના એક ગણવામાં આવે છે.

Source: National Archives of Australia
જોસેફ કૂક (1913-1914)
જ્યારે તેમણે છઠ્ઠા વડાપ્રધાન તરીકે પદ સાંભળ્યું, ત્યારે તેઓ પાસે ત્રણ દાયકા થી વધુ રાજકારણ નો અનુભવ હતો.

Source: National Archives of Australia
વિલિયમ મોરિસ હ્યુજીસ (1915-1923)
તેમણે સાત વર્ષ વડાપ્રધાન તરીકે સેવા આપી, તેઓ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં એક સભ્ય તરીકે પાંચ દાયકા કરતા વધુ સમય રહ્યા .

Source: National Archives of Australia
સ્ટેન્લી મેલબોર્ન બ્રુસ (1923-1929)
ઓસ્ટ્રેલિયા બીજા સૌથી યુવાન વડાપ્રધાન કે જેઓ છ વર્ષ માટે પ્રધાનમંત્રી પદ પર રહ્યા .

Source: National Archives of Australia
જેમ્સ સ્ક્લીન (1929-1932)
આ લેબર પ્રધાનમંત્રી નો કાર્યકાળ એક દુઃસ્વપ્ન તરીકે ઓળખવામાં આવે છે. કેમકે આ સમય દરમિયાન અર્થતંત્ર પર મહામંદી અસરો નો અનુભવ થયો હતો.

Source: National Archives of Australia
જોસેફ લીયોન્સ (1932-1939)
તેઓ સાત વર્ષ માટે ઓસ્ટ્રેલીયા ના વડાપ્રધાન રહ્યા. પ્રધાનમંત્રી તરીકે મૃત્યુ પામનાર તેઓ પ્રથમ પ્રધાનમંત્રી.

Source: National Archives of Australia
અર્લ પેજમાં (1939)
જે માત્ર 20 દિવસ માટે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન રહ્યા .

Source: National Archives of Australia
રોબર્ટ મેન્ઝી (1939-1941; 1949-1966)
તેઓ એ ઓસ્ટ્રેલીયા ના પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી સેવા આપી છે. તેઓ બે વખત પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા હતા. કુલ 18 વર્ષ સુધી તેઓએ દેશ નું નેતૃત્વ કર્યું હતું.

Source: National Archives of Australia
આર્થર ફેડન (1941)
આ ક્વીન્સલેન્ડ ના વતની ફક્ત 40 દિવસ માટે પ્રધાનમંત્રી બન્યા હતા.

Source: National Archives of Australia
જોહન કર્ટીન (1941-1945)
તેઓ ઓસ્ટ્રેલીયાના મહાન પ્રધાનમંત્રી તરીકે જાણીતા છે, દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન તેમની મહત્વ ની ભૂમિકા રહી હતી.

Source: National Archives of Australia
ફ્રાન્સીસ ફોર્ડ (1945)
તેમણે તેમના પુરોગામી મૃત્યુ પછી માત્ર આઠ દિવસ માટે વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.

Source: National Archives of Australia
બેન ચીફ્લી (1945-1949)
તેઓએ શ્રી કર્ટીન ના મૃત્યુ બાદ લેબર પક્ષ ની ધુરા સંભાળી અને ત્યાર બાદ દેશ ના 16 માં પ્રધાનમંત્રી બન્યા

Source: National Archives of Australia
હેરાલ્ડ હોલ્ટ (1966-1967)
રોબર્ટ મેન્ઝી ની 16 વર્ષ ની મુદત નો અંત આવતા તેઓ પ્રધાનમંત્રી બન્યા હતા. દરિયા માં તેમનું જહાજ ડૂબી જતા તેમનું મૃત્યુ થયું હતું.

Source: National Archives of Australia
જોહન મેક ઇવેન (1967-1968)
હેરાલ્ડ હોલ્ટ નું મૃત્યુ થતા તેઓ પ્રધાનમંત્રી બન્યા.

Source: National Archives of Australia
જોહન ગોર્ટન (1968-1971)
ઓસ્ટ્રેલીયા ના 19 માં પ્રધાનમંત્રી બનનાર જોહને લિબરલ પક્ષ નું નેતૃત્વ હેરાલ્ડ હોલ્ટ પાસે થી લઇ લીધું હતું

Source: National Archives of Australia
વિલિયમ મેક મહોન (1971-1972)
ઓસ્ટ્રેલીયન રાજકારણી તરીકે ત્રણ દાયકા થી વધુ સેવા આપનાર અન્ય એક લિબરલ પ્રધાનમંત્રી.

Source: National Archives of Australia
ગોફ વિટલામ (1972-1975)
તેમના નેતૃત્વ હેઠળ 20 20 વર્ષ બાદ લેબર સરકાર સત્તા પર આવી હતી. તેમની સરકારને ગવર્નર-જનરલ દ્વારા બરતરફ કરવામાં આવી હતી.

Source: Getty Images
માલ્કમ ફ્રેસર (1975-1983)
તેઓ ગોફ વિટલામ ની સરકાર બાદ કાર્યકારી પ્રધાનમંત્રી હતા. ત્યારબાદ ચૂંટાઈ તેઓ ફરી સત્તા પર આવેલ

Source: National Archives of Australia
રોબર્ટ હોવક (1983-1991)
એક મહિના જેટલું વિરોધ પક્ષ ના નેતા રહ્યા બાદ, ઓસ્ટ્રેલીયા ના લાંબો સમય રહેનાર લેબર પ્રધાનમંત્રી

Source: National Archives of Australia
પોલ કીટિંગ (1991-1996)
ઓસ્ટ્રેલીયા ના 24 માં પ્રધાનમંત્રી પ્રથમ વખત 25 વર્ષ ની વયે હાઉસ ઓફ રેપ્રેઝેનટેટીવ માં સૌ પ્રથમ વાર ચૂંટાયા હતા.

Source: National Archives of Australia
જોહન હાવર્ડ (1996-2007)
ઓસ્ટ્રેલીયા ના બીજા સૌથી લાંબી સેવા આપનાર પ્રધાનમંત્રી, જેઓએ વર્ષ 2003 માં ઈરાક સામે યુદ્ધ ને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો.

કેવિન રૂડ (2007-2010; 2013)
તેઓ ખુબ ઓછા નેતાઓ માંના એક છે જેમને પ્રધાનમંત્રી ના કાર્યકાળ દરમિયાન પક્ષ ના નેતા તરીકે બરખાસ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને ફરી લેબર પક્ષ ના નેતા બનાવવા માં આવ્યા અને તેઓ પ્રધાનમંત્રી બન્યા.

Source: AAP
જુલિયા ગીલાર્ડ (2010-2013)
ઓસ્ટ્રેલીયા ના પ્રથમ મહિલા વડાપ્રધાન, તેઓએ કેવિન રુદ પાસે થી લેબર પક્ષ નું નેતૃત્વ લઇ લીધું હતું .

Source: AAP
ટોની એબટ (2013-2015)
ઓસ્ટ્રેલીયા ના 28 માં પ્રધાનમંત્રી કે જેઓ એ બે વર્ષ સેવા આપ્યા બાદ માલ્કમ ટર્નબુલ સામે નેતાગીરી ખોઈ હતી.

Source: AAP
માલ્કમ ટર્નબુલ (2015 - )
દેશના ભાવી પ્રધાનમંત્રી તરીકે લિબરલ પક્ષ ના આ નેતા ચૂંટણી માં પક્ષ નું નેતૃત્વ કરી રહ્યા છે.

Source: Franck Robichon/Pool Photo via AP
Source: National Archives of Australia
Share

