ઓસ્ટ્રેલિયાના ગુજરાતીઓ માટે ઉમેશ બારોટનું નામ કદાચ નવું હોય. શાસ્ત્રીય અને લોક સંગીતમાં રુચિ ધરાવતા આ યુવા ગાયકે ગુજરાતની પ્રસિદ્ધ સ્પર્ધા લોકગાયક ગુજરાત જીતી હતી. એક ગાયક તરીકેની કારકિર્દીનો સફર શરૂઆતમાં પડકાર જનક રહ્યો હતો. ઉમેશભાઈને નાનપણથી જ સંગીત - ગાયન ક્ષેત્રે દિલચસ્પી હતી. તેઓએ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. ગાયક તરીકે બહુમુખી પ્રતિભા ધરાવતા ઉમેશભાઈએ ગુજરાતી ફિલ્મોના ગીતો માં પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત ગઝલ, કવ્વાલી , લોકગીતો,ભજન, ડાયરો અને ગરબા - આ બધા પ્રકારના સંગીતમાં તેમની પ્રવીણતા છે.
Share

