Key Points
- ઓસ્ટ્રેલિયાએ ત્રીજી લા નીના ઇવેન્ટ જાહેર કરી છે
- હે ફીવર દર વર્ષે પાંચમાંથી લગભગ એક ઓસ્ટ્રેલિયનને અસર કરે છે
- જો સારવાર ન કરવામાં આવે તો, હે ફીવર કાયમી વિકૃતિઓનું કારણ બની શકે છે.
વિક્ટોરીયાના રહેવાસી નોરીકો ક્લાર્ક વસંતઋતુમાં વારંવાર આવતી છીંક, વહેતું નાક અને આંખોમાં ખંજવાળથી પીડાય છે.
જ્યારે પણ તેઓ આ લક્ષણોનો અનુભવ કરે છે ત્યારે રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરી લે છે, કારણ કે આ લક્ષણો COVID-19 સાથે સમાનતા ધરાવે છે.
" તે સામાન્ય રીતે હે ફીવર ને લીધે હોય છે, જ્યારે મને થાક લાગે છે અથવા મારા ગળામાં અસ્વસ્થતા અનુભવાય છે. પરંતુ હું જોખમ લેતી નથી અને મારી જાતની તપાસ કરી લઉ છું ," શ્રીમતી ક્લાર્ક એસબીએસને કહે છે.
ઓસ્ટ્રેલિયાના આરોગ્ય અને વૃદ્ધ સંભાળ વિભાગ અનુસાર , કોવિડ અને હે ફીવર વચ્ચેના સામાન્ય લક્ષણોમાં ઉધરસ, છીંક આવવી, વહેતું નાક, ગળામાં દુખાવો, થાક અથવા નબળાઇ, માથાનો દુખાવો અને સ્વાદ અથવા ગંધની ખોટનો સમાવેશ થાય છે.
કોવિડ કે હે ફીવર?
સિડની સ્થિત જનરલ પ્રેક્ટિશનર ડૉ જેસન યુ કહે છે કે હે ફીવર અને COVID ના લક્ષણો વચ્ચે ઘણું સામ્ય છે અને તફાવત જાણવો મહત્વપૂર્ણ છે.
ડૉ યુ સમજાવે છે. "નામ સૂચવે છે તે છતાં, હે ફીવરમાં તાવ આવતો નથી અને તે સામાન્ય રીતે સ્નાયુઓ અને શરીરના દુખાવા સાથે સંકળાયેલો નથી,"
"હે ફીવર સાથે, ગળામાં અસ્વસ્થતા સામાન્ય રીતે દુખાવાને બદલે બળતરા જેવી હોય છે."
પરાગરજ તાવના અન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:
- વિક્ષેપિત ઊંઘ
- દિવસ દરમિયાન થાક લાગવો
- ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
- વારંવાર માથાનો દુખાવો
- વારંવાર ગળામાં દુખાવો
- કર્કશ અવાજ
- ગંધની ઓછી પરખશક્તિ
- પુખ્ત વયના લોકોમાં વારંવાર સાઇનસનો ચેપ
- બાળકોમાં વારંવાર થતા કાનના ચેપ

ડૉ યુ કહે છે કે રહેવાસીઓને તેમના લક્ષણોનું નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવે છે.
તેઓ કહે છે "હે ફીવર થોડો વધુ ક્રોનિક હોય છે. તેથી તે સતત આવ-જા કરે છે ".
ડૉ યુ સમજાવે છે "હે ફીવરમાં સારા અને ખરાબ દિવસો હોય છે. તમને એક દિવસ લક્ષણો દેખાય છે, પરંતુ બીજા દિવસે અદૃશ્ય થઈ જાય છે, અથવા તે બપોરે અદૃશ્ય થઈ જાય છે અથવા વધુ ખરાબ થાય છે . પરંતુ જો તમારા લક્ષણો ધીમે ધીમે વધુ ખરાબ થાય , તો તમારે કોવિડ માટે પરીક્ષણ કરાવવું જોઈએ "
If in doubt, always get tested for COVID
લોકોને તેમના લક્ષણો સરકાર સમર્થિત હેલ્થ ડાયરેક્ટ વેબસાઇટ ઓનલાઈન ચેકરનો ઉપયોગ કરીને ચકાસી શકે છે.

હે ફીવર અને એન્ટીહિસ્ટેમાઇન્સ
હે ફીવર અને અન્ય એલર્જી, જેમ કે આંખ આવવી, ખરજવાની સારવાર સામાન્ય રીતે એન્ટીહિસ્ટેમાઇનનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
પરંતુ ડૉ યુ કહે છે કે હે ફીવર થી નાક બંધ થવા જેવી એલર્જીઓ પર એન્ટિહિસ્ટેમાઈન્સ કામ કરતી નથી.
તેઓ કહે છે "હે ફીવરને કારણે નાકમાં ગંભીર અવરોધ ધરાવતા લોકોએ યોગ્ય સારવાર લેવી જોઈએ, અને જો તેમનું બાળક આ સ્થિતિને કારણે મોંથી શ્વાસ લેતું હોય તો માતાપિતાએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ."
ડૉ યુ ઉમેરે છે "તે ચહેરાની વિકૃતિમાં પરિણમી શકે છે, અને જો તમે તરુણાવસ્થા પહેલા, વહેલી સારવાર ન કરાવો, તો તે વિકૃતિ કાયમી હોઈ શકે છે."
લા નીના એટલે વધુ પરાગરજ
ઓસ્ટ્રેલિયામાં સતત ત્રીજી લા નીના ઇવેન્ટ જાહેર કરવામાં આવી છે.
હવામાનની ઘટના એવરેજથી વધુ વરસાદ લાવે તેવી શક્યતા છે અને પરિણામે પરાગનું વધુ ઉદ્ભવે છે.
આરોગ્ય નિષ્ણાતો રહેવાસીઓને વાવાઝોડાના અસ્થમા માટે પણ સાવચેત રહેવાની સલાહ આપે છે.
તે હવામાં ઉચ્ચ પરાગ સ્તરો અને ચોક્કસ વાવાઝોડાની સ્થિતિના અનન્ય સંયોજનને કારણે થાય છે.
પરાગના દાણા વાવાઝોડાના વાદળમાં ખેંચાય છે, પાણીને શોષી લે છે, અચાનક ફૂટી જાય છે અને પવન દ્વારા વહન પામે છે.
ડૉ યુ કહે છે કે પરાગ ઋતુ દરમિયાન માસ્ક પહેરવું અસરકારક સાબિત થઈ શકે છે.
તેઓ ઉમેરે છે, "ફેસ માસ્ક તમને કોવિડ અને હે ફીવર સામે બમણું રક્ષણ આપી શકે છે."
તેઓ મધ્યમથી ગંભીર હે ફીવરના લક્ષણો ધરાવતા રહેવાસીઓને એલર્જી ટેસ્ટ કરાવવા, સારવાર લેવા અને એલર્જન ટાળવા સલાહ આપે છે.
SBS ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક અને બહુભાષી સમુદાયોને તમામ COVID-19 અપડેટ્સ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તમારી ભાષામાં , SBS કોરોનાવાયરસ પોર્ટલની નિયમિત મુલાકાત લઈને સુરક્ષિત રહો અને માહિતગાર રહો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

