ભારતની બે યુનિવર્સિટી સાથે ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી રીસર્ચ કાર્યક્રમ હાથ ધરશે

ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી અને ભારતની ટોચની બે યુનિવર્સિટી આઇઆઇટી કાનપુર અને બિરલા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ, પિલાની 13.5 મિલિયન ડોલરના ખર્ચે એશિયન શહેરોમાં વિકાસને લગતા ક્ષેત્રો માટે રીસર્ચ યોગદાન આપશે.

Launch Signing Professor Suman Kapur, Dean of International Programmes and Collaboration, BITS Pilani, Professor John Dewar, Vice-Chancellor La Trobe University, Professor Abhay Karandikar, Director, Indian Institute of Technology Kanpur

Source: La Trobe/Supplied

ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી, ભારતની ધ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી કાનપુર ((IIT Kanpur) અને બિરલા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ, પિલાની (BITS Pilani) ભાગીદારી દ્વારા ધ એશિયન સ્માર્ટ સિટીઝ રીસર્ચ એન્ડ ઇનોવેશન નેટવર્ક પ્રોગ્રામ અમલમાં મૂકી રહ્યું છે.

જેના દ્વારા એશિયન દેશોમાં ઝડપથી વિકસી રહેલા શહેરોમાં જીવનની ગુણવત્તા તથા માપદંડો દ્વારા કેવી રીતે યોગ્ય વિકાસ થઇ શકે તે દિશામાં કાર્યો હાથ ધરવામાં આવશે. જેમાં સ્થાનિક ઉદ્યોગો અને સરકારની પણ મદદ લેવામાં આવશે.

લા ટ્રોબ નિવર્સિટી, આઇઆઇટી કાનપુર રીસર્ચ એકેડેમી અને પીએચડી એન્ડ રીસર્ચ ફ્રેમવર્ક, પિલાની કોર્પોરેટ્સ, કન્સલ્ટીંગ હાઉસિસ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને સ્થાનિક સરકાર સાથે મળીને વિવિધ શહેરોના વિકાસ માટે રીસર્ચ દ્વારા પોતાનો ફાળો આપશે.

કયા ક્ષેત્રોમાં કાર્યો થશે

ત્રણેય યુનિવર્સિટીની સહ-ભાગીદારી દ્વારા મૂળભૂત સુવિધાઓ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં રીસર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત...

  • આર્થિક વિકાસ,
  • આરોગ્ય અને સુખાકારી
  • શિક્ષણ
  • શહેરી આયોજન
  • સુરક્ષા અને સલામતી
  • વિજળી અને પાણી
જેવા ક્ષેત્રોમાં પણ ધ એશિયન સ્માર્ટ સિટીસ રીસર્ચ એન્ડ ઇનોવેશન નેટવર્ક અંતર્ગત કાર્યો હાથ ધરવામાં આવશે.

પ્રોગ્રામ અંગે વાત કરતા લા ટ્રોબ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર જ્હોન ડેવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા એશિયન શહેરોના વિકાસ માટે જરૂરી માપદંડો અમલમાં મૂકી શકાશે. લા ટ્રોબ યુનિવર્સિટીએ ભૂતકાળમાં આ દિશામાં ઘણા કાર્યો કર્યા હોવાથી ઝડપથી વિકસી રહેલા એશિયન દેશો માટેના કાર્યક્રમના અમલમાં પણ સરળતા રહેશે.   

13.5 મિલિયન ડોલરના રોકાણથી શરૂ થનારા રીસર્ચ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં ત્રણેય યુનિવર્સિટીના કુલ 70 શિક્ષણવિદો જોડાયા છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 

Follow us on Facebook.


Share

2 min read

Published

By SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service