લિબરલ પાર્ટીના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ટોની એબટ્ટે ભલે ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યો હોય પરંતુ ગઠબંધન સરકાર એક્ઝીટ પોલના તમામ પરિણામો ખોટા પાડીને ફરીથી એક વખત સત્તા ટકાવી રાખવા તરફ આગળ વધી રહ્યું છે.
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે લિરબલ ગઠબંધ 72 સીટ, લેબર 67 સીટ તથા અન્ય પક્ષો પાંચ સીટ પર લીડ જાળવી રહ્યા હતા.
લેબર પાર્ટીના નેતા તાન્યા પ્લિબર્સેકે ચૂંટણીના પરિણામો અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ પરિણામોથી તેમના પક્ષને આશ્ચર્ય જરૂર થયું છે પરંતુ લેબર પાર્ટીને હજી પણ વિજય મેળવવાની આશા છે.
આ ઉપરાંત તેમણે વર્તમાન લેબર નેતા બિલ શોર્ટનના ભવિષ્ય અંગે કોઇ ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
બીજી તરફ, લિબરલ પાર્ટી સત્તા તરફ આગળ વધતા સિડનીના સોફીટેલ વેન્ટવર્થ ખાતે હજારો સમર્થકો ચૂંટણીના પરિણામ જોવા ભેગા થયા હતા અને વિજયના ઉત્સાહમાં આવીને ઉજવણી શરૂ કરી દીધી હતી.

Liberals cheer as results show the Coalition on track to retain power. Source: AAP
વિજય બાદ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન દેશને સંબોધિત કરે તેવી શક્યતા છે.
SBS Gujarati દર બુધવાર અને શુક્રવારે ૪ વાગ્યે.
Share

