SKIP TO MAIN CONTENT

"Leading Without Authority"- યુવા નેતૃત્વકારો માટે એક ઉત્તમ તક

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા હાઈસ્કૂલ થી યુનિવર્સીટી સુધીના વિદ્યાર્થીઓ માટે યુથ લીડરશીપ કોન્ફ્રન્સનું આયોજન થવા જઈ રહ્યું છે

YLC
Source: Supplied by Nikhil Patel

3 min read

Published

Updated



Skip to article content

સિડની શહેર અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી નેતૃત્વ અને રાજદૂત કાર્યક્રમ (ISLA) ના  સંયુક્ત ઉપક્રમે હાઈસ્કૂલ થી યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા છાત્રો માટે "Leading Without Authority" વિષય પર એક યુવા નેતૃત્વ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 

નેતૃત્વ એક એવો વિષય છે જેના પર ખુબ લખાયું અને બોલાયું છે, પણ આમ છતાંય ઘણા સંજોગોમાં વ્યક્તિ તેના નિયમો પર અમલ નથી કરી શકતો. ઘણા વિદ્યાર્થીઓ - કર્મચારીઓ જયારે પોતે યોગ્ય નેતૃત્વ પૂરું નથી આપી શકતા ત્યારે એજ નકારાત્મક વાતાવરણ પેદા થાય છે, પોતાના કામના પરિણામમાં અસંતોષ  જણાય છે જે આગળ જઈ તણાવ આપે છે.

તો યુવાનો કારકિર્દીની શરુઆતથીજ નેતૃત્વ ના ગુણો વિકસાવી શકે  તેવા ઉદેશ થી  યુવા નતૃત્વ પરિષદ સિડની ખાતે યોજાઈ રહી છે. આ પરિષદના કેન્દ્રમાં વિદ્યાર્થીઓની  નેતૃત્વ ક્ષમતા કેવી રીતે વધારવી અને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચેના અંતરને કેવી રીતે ઘટાડવું જેવા વિષયો છે.  

Discussion
Source: Supplied by Nikhil Patel

વિદ્યાર્થીઓની  નેતૃત્વ ક્ષમતા  વધારવી:  મોટાભાગના સ્નાતક થયેલ વિદ્યાર્થીઓ માને છે કે નેતૃત્વ પૂરું પડવું ફક્ત શક્તિશાળી  કે  પ્રભાવશાળી વ્યક્તિનું જ કામ છે. તેઓ પોતે જવાબદારી લઇ પહેલ કરતા ખચકાય છે. આથી વિદ્યાર્થીઓના એવા કૌશલ વિકસાવવા અંગે માહિતી અપાશે જે તેમને ઉજ્જવળ કારકિર્દી માટે મદદરૂપ નીવડે      

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચેના અંતરને ઘટાડવું : ISLA  દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વિદ્યાર્થીઓ એકબીજા સાથે દોસ્તી કરવામાં કઠિનાઈ અનુભવે છે. આ ફોરમ પર  બંને પક્ષે આ અંતર કેવી રીતે ઓછું કરી શકાય તેની ચર્ચા કરવામાં આવશે

આ પરિષદમાં સિડની શહેરના ભાવિ નેતૃત્વકારોને તેમના અનુભવો અને વિચારો વહેંચવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સિડની શહેરના અધિકારીઓ સાથે મજબૂત સંબંધ બનાવી શકાય

શું આપ નીચેના પ્રશ્નોના જવાબ શોધી રહ્યા છો? : વૈશ્વિક સ્તરે નેતૃત્વકાર તરીકેની ક્ષમતાઓનો વિકાસ કેવી રીતે કરવો ? ઔપચારિક સત્તા સિવાય શું આપ લોકો સાથે મેનેજ કરવામાં તકલીફ અનુભવો છો? મારી ટીમમાં સભ્યોને કેવી રીતે પ્રેરિત કરવ? કેવી રીતે નેતૃત્વકાર તરીકેના અનુભવોનું આદાનપ્રદાન કરવું ?

આ પરિષદમાં જે  તજજ્ઞો સેવા આપશે તેમાં  છે -  શ્રી  રિચાર્ડ બર્ટન, જેઓ ઈન્નર ઝોન સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી છે. આ સંસ્થા પ્રોફેશનલ બિઝનેસ કોચિંગ પૂરું પાડે છે.  આ સાથે અન્ય તજજ્ઞ છે શ્રીમતી લીઝ એટકિન્સ જેઓ કમ્યુનિકેશન, લીડરશીપ અને કરીઅર ડિઝાઇન ક્ષેત્રના સ્પેશિયાલિસ્ટ છે. આ પરિષદમાં  તેઓ જયારે વ્યક્તિ પાસે ઔપચારિક નેતૃત્વ સત્તા ન હોય ત્યારે નેતૃત્વ કેવી રીતે પૂરું પાડી શકાય તે અંગે જરૂરી માહિતી આપશે.

ભાગલેનાર વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા, મૂલ્યો અને મિશનના આશરે સકારાત્મક બદલાવ કેવી રીતે લાવી શકે તે અંગે વિગતો જાણશે.

બે વિદ્યાર્થીઓ આ તજજ્ઞો સાથે વ્યક્તિગત ચર્ચા સત્ર જીતી શકશે.

Work Place
Source: Public Domain

આ એક નિઃશુલ્ક કાર્યક્રમ છે, અહીં ભોજન  આપવામાં આવશે. વધુ વિગતો માટે મુલાકાત લ્યો  - Youth Leadership Conference, Session 2: Leading Without Authority


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now