ઓસ્ટ્રેલિયા દેશ ના ઉજ્જવળ ભવિષ્ય માટે નો કાચો નકશો સરકાર ને પૂરું પાડવાનું કામ જનગણના કાર્યક્રમ વડે કરવામાં આવે છે.
તા. 9 મી ઓગસ્ટ ના યોજાનાર જનગણના માં ભાગ લેવા ને પ્રાધાન્ય આપી, સાચી વિગતો સાથે માહિતી ભરી આપણે દેશના ભાવિ માટે યોગદાન આપી શકીએ છીએ.
જનગણના માં ભાગ લેવા માટે પત્ર વડે - ઓનલાઇન જનગણના માં ભાગ લેવા માટે લૉગ ઈન નમ્બર અને આ જનગણના ની વિગતો કેવી રીતે ભરવી તે અંગે માહિતી પણ મોકલવા માં આવશે.
જો આપને આપના લૉગ ઈન નંબર નો પત્ર મળ્યો હોય અને આપ ઓનલાઇન ભાગ લેવા ના બદલે ફોર્મ થી જનગણના ની વિગતો આપવાનું ઇચ્છતા હોવ તો 1300820275 પર ફોન કરી ફોર્મ મંગાવી શકો છો.
આ માટે આપે ઉપર જણાવેલ નમ્બર પર ફોન કરી, પત્ર માં જણાવેલ 12 આંકડા નો લૉગ ઈન નમ્બર # સાથે નોંધવા નો રહેશે.
કેટલાક વિસ્તાર માં જનગણના ની માહિતી આપતા પત્ર માં લૉગ ઈન નમ્બર અને અન્ય વિગતો સાથે ફોર્મ પણ મોકલવા માં આવેલ છે.
જનગણના ની વેબસાઈટ આપ આપના મોબાઈલ, ટેબલેટ, લેપટોપ કે ડેસ્કટોપ થી એક્સેસ કરી શકો છો.
જો આપ ભાડે રહેતા હોવ, મિત્રો સાથે રહેતા હોવ, કે પછી કોઈ સગા - સંબંધી ને ત્યાં હોવ, જનગણના ની સાંજે ઘર દીઠ તેમાં ઉપસ્થિત (રહેતા) સભ્યો ની વિગતો ભરવી જરૂરી છે.
9 મી ઓગસ્ટ ની જનગણના સમયે ઓસ્ટ્રેલિયા માં હાજર તમામ વ્યક્તિ એ જનગણના માં ભાગ લેવો ફરજીયાત છે. આ માટે વ્યક્તિ નું નાગરિક હોવું જરૂરી નથી. આ જનગણનામાં કાયમી નિવાસી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી, ધંધા -રોજગાર શ્રેણી ના વિસાધારક, 457 વિસાધારક, પ્રવાસી વિસાધારક એ જરૂરી વિગતો નોંધાવવી જરૂરી છે.
જો આપ વિદેશ પ્રવાસે ગયા હોવ તો આપના માટે જનગણના માં ભાગ લેવો જરૂરી નથી.
જનગણના માં આપેલ તમામ વિગતો ગોપનીય છે અને કોઈ પણ સરકારી વિભાગ સાથે વહેંચવામાં આવતી નથી.
પજ્ઞાચક્ષુ (જોઈ ન શકતી હોય તેવી વ્યક્તિ ) વ્યક્તિ જનગણના માટે નું ફોર્મ બેઇલ લિપિ માં મંગાવી શકે છે. વિઝન ઓસ્ટ્રેલિયા ની મદદ થી વેબ સાઈટ પર પણ પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ વ્યવસ્થા કરવા માં આવી છે.
જો કોઈ વ્યક્તિ ને સાંભળવામાં તકલીફ હોય અથવા સાંભળી ન શકતા હોય તેમના માટે પણ પૂરતી સહાય ની વ્યવસ્થા છે.
ડિસેબલ લોકો માટે જનગણના ની માહિતી કે જનગણના ની માહિતી કેમ ભરવી તેની વિગતો માટે - HELP
જનગણના ની માહિતી ભરવા જો આપને ભાષાંતર ની સેવાઓ ની જરૂર હોય તો તે માટે 131 450 પર ફોન કરવો
જો 9 મી ઓગસ્ટ સુધી આપને જનગણના વિભાગ વડે કોઈ પત્ર વ્યવહાર ન થયો હોય તો તાત્કાલિક તેમનો સંપર્ક કરવો
Share

