જાણો, રીજનલ ઓસ્ટ્રેલિયાના જીવન વિશે

હાલના તબક્કામાં જે પણ માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયા આવે છે તેઓ મેલ્બર્ન અથવા સિડનીમાં સ્થાયી થાય છે બીજી તરફ, છેલ્લા કેટલાક સમયમાં રીજનલ ઓસ્ટ્રેલિયાના મોટાભાગના વિસ્તારો વસ્તી ઘટાડાના પ્રશ્ન સામે ઝઝૂમી રહ્યા છે. એટલે ઓસ્ટ્રેલિયન સરકાર માઇગ્રન્ટ્સને ચાર વર્ષ સુધી રીજનલ વિસ્તારમાં રહ્યા બાદ પર્મેનન્ટ રેસીડેન્સીની તક આપી રહી છે.

Goulburn Sunrise

City center of Goulburn, NSW, Australia, seen at sunrise. Source: Getty Images

છેલ્લા કેટલાક સમયમાં જે માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયા સ્થાયી થાય છે તેઓ મેલ્બર્ન અને સિડની જેવા મોટા શહેરો પર પોતાની પસંદગી ઉતારે છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના અન્ય નાના શહેરો તથા રીજનલ વિસ્તાર વસ્તી ઘટાડાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ફરવાર્દીન ડાલિરીની કહાની પણ કંઇક એવી જ છે.

મૂળ ઇરાનના ડાલિરીએ તેમના દેશમાં ભેદભાવનો અનુભવ કર્યો અને ત્યાર બાદ તે ભારત જતા રહ્યા હતા. ઇરાનમાં સરકાર બદલાઇ અને તેમનો ઇરાનનો પાસપોર્ટ નાબૂદ થઇ ગયો ત્યારે તેઓ મેલ્બર્ન આવી ગયા હતા.

અહીં તેમણે થોડા વર્ષો પોતાના સમાજના લોકો સાથે પસાર કર્યા ત્યાર બાદ એક અલગ પ્રકારનો અનુભવ કરવા માટે તેઓ મેલ્બર્ન છોડીને ઓસ્ટ્રેલિયાના રીજનલ વિસ્તાર ટાઉન્સવિલમાં સ્થાયી થઇ ગયા હતા.
Townsville Airport
Source: Townsville Airport
છેલ્લા 30 વર્ષથી ટાઉન્સવિલમાં રહેતા ડાલિરી એહીં ટાઉન્સવિલ ઇન્ટરકલ્ચરલ સેન્ટર ચલાવે છે અને શહેરના વાર્ષિક સાંસ્કતિક કાર્યક્રમનું આયોજન પણ કરે છે.

મેલ્બર્ન છોડીને ટાઉન્સવિલ સ્થાયી થનારા ડાલિરીના જણાવ્યા પ્રમાણે, અગાઉના સમયમાં લોકો ટાઉન્સવિલને જાતિવાદની રાજધાની ગણતા હતા. પરંતુ, મેં મારા વતનમાં તેનો અનુભવ કર્યો હોવાથી મને કોઇ પણ પ્રકારનો ડર લાગ્યો નહોતો અને, અહીં ટાઉન્સવિલમાં મેં ઘણા બધા મિત્રો પણ બનાવ્યા છે.

રીજનલ ઓસ્ટ્રેલિયાનું ઘટતી વસ્તી

રીજનલ ઓસ્ટ્રેલિયા દેશના અર્થતંત્રમાં 40 ટકા જેટલો ફાળો આપે છે અને દર ત્રણમાંથી એક કાર્યકર રીજનલ વિસ્તારમાં કાર્ય કરે છે.

મેલ્બર્ન, સિડની, બ્રિસબેન, પર્થ, એડિલેડ અને કેનબેરા શહેરને બાદ કરતાં અન્ય વિસ્તારોને રીજનલ વિસ્તારોમાં સમાવવામાં આવે છે.

જોકે, કેટલાય રીજનલ વિસ્તારો ઘટતી વસ્તી સામે ઝઝૂમી રહ્યા છે.

રીજનલ વિસ્તારોનું આકર્ષણ

માઇક્રોફાઇન્સાસના તજજ્ઞ માહિર મોમાન્ડ રીજનલ ઓપોર્ચ્યુનિટીસ ઓસ્ટ્રેલિયા નામની નોટ-ફોર-પ્રોફિટ સંસ્થા ચલાવે છે. જેમાં તેઓ માઇગ્રન્ટ્સને રીજનલ વિસ્તારોમાં નોકરી અને સ્થાયી થવા વિશેની માહિતી પૂરી પાડે છે.
Australian passport
Australian passport Source: SBS
તેમના જણાવ્યા પ્રમાણે, જે કોઇ પણ માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયા આવે છે તેમાંથી 80 ટકા લોકો ઓસ્ટ્રેલિયાના મોટા શહેરોમાં સ્થાયી થાય છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમની પાસે આવતા મોટા ભાગના લોકો 3થી 5 વર્ષ સુધી મોટા શહેરોમાં રહ્યા હોય છે અને તેમ છતાં પણ તેઓ યોગ્ય નોકરી શોધી શક્યાં હોતા નથી. તેવા લોકો રીજનલ વિસ્તારોમાં જઇને નોકરી કરવા અને ત્યાં સ્થાયી થવા માટે આતુર હોય છે.

વ્યવસાય, નોકરીની વધુ તકો

મોટા શહેરોમાં નોકરી મેળવવા માટેની સ્પર્ધા વધુ હોય છે. 2011ના વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે, જે લોકો મોટા શહેરોમાંથી રીજનલ વિસ્તારોમાં જાય છે તેમની નોકરી મેળવવાની તકો વધી જાય છે.

દાખલા તરીકે, વિદેશમાં જન્મેલા અને મોટા શહેરોમાં સ્થાયી થયેલા 61.3 ટકા માઇગ્રન્ટ્સ નોકરી મેળવી શક્યા હતા જ્યારે રીજનલ વિસ્તારોમાં સ્થાયી થયેલા કુલ 100 માઇગ્રન્ટ્સમાંથી લગભગ 78 લોકો નોકરી મેળવવામાં સફળ રહ્યા હતા.

Image

યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા માઇગ્રન્ટ્સ

રીજનલ ઓપોર્ચ્યુનિટીસ ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલા મોટાભાગના માઇગ્રન્ટ્સે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. જેમાંથી કેટલાક વિદેશમાં અભ્યાસ કરનારા ડોક્ટર્સ છે. ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ હોવા છતાં પણ તેઓ મોટા શહેરોમાં નોકરી મેળવી શકતા નથી.

મોમાન્ડના જણાવ્યા પ્રમાણે, શહેરી વિસ્તારમાંથી રીજનલ વિસ્તારમાં આવનારા લોકોને નોકરી મળે તથા તેમને ત્યાંનો સમાજ આવકારે તે જરૂરી છે.

તેથી જ, રીજનલ વિસ્તારમાં સ્થાયી થયા પહેલા આ બાબતને ધ્યાનમાં રાખવી જોઇએ.

રીજનલમાંથી શહેરી વિસ્તાર તરફ પ્રયાણ

ધ ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડેમોગ્રાફીના રીસર્ચ પ્રમાણે 60 ટકા માઇગ્રન્ટ્સ કે જેઓ રીજનલ વિસ્તારમાં સ્થાયી થયા હતા તેઓ પાંચ વર્ષની અંદર શહેરી વિસ્તાર તરફ પ્રયાણ કરવા લાગ્યા છે.

ડાલિરી જણાવ્યું હતું કે તાજેતરમાં જ સ્થાયી થયેલા માઇગ્રન્ટ્સ અને અહીં જન્મેલા લોકો વચ્ચે એક સુમેળ સ્થપાય તેવા કાર્યો તેમણે હાથ ધર્યા છે. આ ઉપરાંત, નવા માઇગ્રન્ટ્સે માધ્યમોમાં આવતા નકારાત્મક અહેવાલો પર ધ્યાન ન આપીને ઓસ્ટ્રેલિયન સમાજ અને સંસ્કૃતિને અપનાવવી જરૂરી છે.

ઓસ્ટ્રેલિયાના રીજનલ વિસ્તારમાં વંચિત સમુદાયોને પડતી મુશ્કેલીઓ અંગે SBS ની નવી શ્રેણી Struggle Street નિહાળો.

Struggle Street Season 3 ના પ્રીમિયરનું પ્રસારણ બુધવારે 9મી ઓક્ટોબરે રાત્રે 8.30 કલાકે SBS પર થશે. ત્યાર બાદ દર બુધવારે તેનું પ્રસારણ કરાશે. SBS On Demand પર દરેક એપિસોડ નિર્ધારિત પ્રસારણ બાદ નિહાળી શકાશે.


Share

Published

Updated

By Chien-Yu Wang
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service