છેલ્લા 24 કલાકમાં વિક્ટોરીયા રાજ્યમાં 28485 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સામુદાયિક સંક્રમણથી એક કેસનું નિદાન થયું છે.
રાજ્યમાં અત્યારે કુલ સક્રિય કેસની સંખ્યા 83 સુધી પહોંચી છે.
ગ્રેટર મેલ્બર્નમાં ગુરુવાર 10મી જૂનના રોજ રાત્રે 11.59 વાગ્યાથી રીજનલ વિક્ટોરીયા જેવા પ્રતિબંધો લાગૂ કરવામાં આવશે. જે અંતર્ગત...
- ઘર બહાર જવા માટે 5 કારણોનો નિયમ હટાવાશે,
- મેલ્બર્નના રહેવાસીઓ હવે 10 કિલોમીટરના બદલે 25 કિલોમીટર દૂર મુસાફરી કરી શકશે.
- અન્ય ઘરની કોઇ પણ વ્યક્તિ મુલાકાત લઇ શકશે નહીં પરંતુ આઉટડોર સ્થળો પર 10 લોકો ભેગા થઇ શકશે.
- મેલ્બર્નથી રીજનલ વિક્ટોરીયા મુસાફરી કરી શકાશે નહીં.
- શુક્રવારથી સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઇ શકશે.
- આઉટડોરમાં માસ્ક જરૂરી નહીં સોશિયલ ડીસ્ટન્સિંગ ન રાખી શકાય તે સ્થળો પર માસ્ક જરૂરી
- ઇન્ડોર સ્થળો પર, જાહેર વાહન વ્યવહારમાં મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું જરૂરી
- અંતિમ સંસ્કારમાં 50, લગ્નોમાં 10 લોકોને પરવાનગી
- ધાર્મિક પ્રવૃત્તિમાં 50 લોકો ભેગા થઇ શકશે.
- ઓફિસ 25 ટકા સ્ટાફ સાથે ફરીથી શરૂ થઇ શકશે.
- રેસ્ટોરન્ટ્સ અને કેફે 50 ટકા લોકોની પરવાનગી સાથે કાર્યરત થઇ શકશે.
- રીટેલ સર્વિસ દર 4 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિના નિયમ સાથે શરૂ થઇ શકશે.
- બ્યૂટી સર્વિસ માસ્ક પહેરવાની શરત સાથે શરૂ થઇ શકશે.
- કમ્યુનિટી સ્પોર્ટ્સ ટ્રેનિંગ કરી શકશે.
- હરાજી 50 લોકોની પરવાનગી સાથે આઉટડોર સ્થળો પર યોજી શકાશે.

Covid-19 related signage is seen at Federation Square in Melbourne Source: (AAP Image/Erik Anderson
- દિવસમાં એક વખત બાળકો સાથે મહત્તમ 2 વ્યક્તિ અન્ય ઘરની મુલાકાત લઇ શકશે.
- જાહેર મેળાવડામાં 20 લોકોને ભેગા થવાની પરવાનગી
- રેસ્ટોરન્ટ્સ, કેફે મહત્તમ બેસવાની સુવિધા સાથે 150 લોકોને સમાવી શકશે જેમાં 75 લોકો ઇન્ડોર સ્થળે બેસી શકશે.
- ધાર્મિક પ્રવૃત્તિમાં 150 લોકોને પરવાનગી જેમાં ઇન્ડોર સ્થળે 75થી વધુ લોકો ભેગા થઇ શકશે નહીં
- લગ્નોમાં 20 લોકો, અંતિમ સંસ્કારમાં 75 લોકોને ભેગા થવાની પરવાનગી
- ઓફિસમાં 50 કર્મચારીઓની સંખ્યાને મંજૂરી
- કમ્યુનિટી સ્પોર્ટ્સ માટે ટ્રેનિંગ તથા સ્પર્ધા તમામ ઉંમરના લોકો માટે શરૂ થશે
- રીજનલ વિક્ટોરીયામાં મુસાફરી કરી શકાશે.