SKIP TO MAIN CONTENT

સાઉથ વેસ્ટ સિડની જોબ્સ એન્ડ સ્કિલ્સ એક્સ્પો 2017

શું આપ નોકરીની શોધમાં છો, કે ખાસ પ્રકારની તાલીમ વિષે માહિતી ઈચ્છોછો અથવા શું આપ એપ્રેન્ટિસશિપ કરવા ઈચ્છો છો? જો આપ સિડનીના નિવાસી હોવ અને પોતાના કેરિયર અંગે તજજ્ઞની સલાહ ઇચ્છતા હોવ તો આપના માટે છે સાઉથ વેસ્ટ સિડની જોબ્સ એન્ડ સ્કિલ્સ એક્સ્પો

jobs
Source: pixaby public domain

2 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

કેન્ટેબરી અને બેંક્સટાઉન કાઉન્સિલ વડે યોજાતા વાર્ષિક સાઉથ વેસ્ટ સિડની જોબ્સ એન્ડ સ્કિલ્સ એક્સ્પોમાં દર વર્ષે સેંકડો નોકરીદાતા, એપ્રેન્ટિસશિપ આપનાર કે ટ્રેઇનીશીપ આપનાર સંસ્થાઓ ભાગ લે છે. આ સાથે કારકિર્દીને નવો આયામ આપનાર નોકરી ઈચ્છુકો પણ આ એક્સપોમાં ઉત્સાહથી ભાગ લે છે.

આ વર્ષે 25મી મે ના રોજ યોજાનારા આ એક્સપોમાં નોકરીઇચ્છુકોને રોજગારલક્ષી સેવા આપનાર વિવિધ તજજ્ઞો સાથે વ્યક્તિગત ધોરણે વાતચીત -ચર્ચા કરવાની તક આપવામાં આવશે, આ સાથે વ્યક્તિ પોતાના અરજીપત્રો જે -તે રોજગારદાતાને સીધા જ આપી શકે છે.

આ વર્ષે આ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા કારકિર્દીને લગતા વિષયો પર કાર્યશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

મોટાભાગના નોકરી ઇચ્છુકોને સતાવતા પ્રશ્નો જેમકે - રેઝ્યુમે કેવી રીતે લખવો, કેવી રીતે કોઈ ખાસ ક્ષેત્રમાં અરજી કરતી વખતે કવર લેટર લખવો, કેવી રીતે જરૂરી અનુભવ નોંધવો, નોકરીની શોધ કેવી રીતે કરવી, ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે તૈયારી કરવી વગેરે અંગે ખાસ માહિતી વિવિધ તજજ્ઞો વડે આપવામાં આવશે.

વ્યક્તિ પોતાનો રેઝ્યૂમ લઇ ત્યાં તજજ્ઞ સાથે તેમાં બદલાવ કરી નવો રેઝ્યૂમ પણ તૈયાર કરી શકશે.

આ એક્સપોમાં કોણ ભાગ લઇ શકે?

કોઈપણ નોકરી ઇચ્છુક વ્યક્તિ આ એક્સપોમાં ભાગ લઇ શકે છે.

આ એક્સપોમાં કઈ કઈ સંસ્થાનો હશે?

અહીં 50 થી વધુ સંસ્થાનો ઉપસ્થિત રહેશે જેમાં મુખ્યત્વે:

 

  • નોકરીદાતા
  • સામુદાયિક સંસ્થાનો
  • સરકારી સંસ્થાનો
  • નોકરી સંબંધી સેવા આપનાર સંસ્થાનો 
  • રિક્રુટમેન્ટ એજન્સી
  • કેરિયર કાઉન્સેલર અને સલાહકાર
  • વર્ક અને સ્ટડી સ્કિલ્સ પ્રોવાઇડર

 

ક્યાં ક્ષેત્રની નોકરી અંગે માહિતી હશે?

અહીં 80થી વધુ ક્ષેત્રેની નોકરીઓ અંગે જાણકારી આપવામાં આવશે અને અરજી સ્વીકારવામાં આવશે. નીચેનું લિસ્ટ આ અંગે ઝલક આપે છે

Image

કાર્યક્રમની વિશેષતા:

 

  • રોજગાર કાર્યશાળા
  • વ્યક્તિગત માર્ગદર્શન
  • રેઝ્યુમે સંબંધિત માહિતી

 

સમય અને સ્થળ:

ગુરુવાર 25 મે ના રોજ સવારે 9.30 થી 2.30 વાગ્યા સુધી

બેંકસટાઉન લાયબ્રેરી અને નોલેજ સેન્ટર

80, રીકાર્ડ રોડ

બેંકસટાઉન 2200


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now