SKIP TO MAIN CONTENT

મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના ત્રણ વર્ષ

વડાપ્રધાન નરેન્દ મોદીના નતૃત્વમાં એન.ડી.એ સરકારને આજે ૨૬મી મે ને રોજ ત્રણ વર્ષ પુરા થઇ રહ્યા છે

Prime Minister Modi
Prime Minister Modi at the concluding session of the National Workshop on “Make in India" Source: Wikimedia

3 min read

Published

Updated

By Bhaven Kachhi, Nital Desai



Skip to article content

વડાપ્રધાન નરેન્દ મોદીના નતૃત્વમાં એન.ડી.એ સરકારને આજે ૨૬મી મે ને રોજ ત્રણ વર્ષ પૂરા થઇ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માં ઉત્સવનો માહોલ છે.  ભાજપના ટોચના નેતાઓને ભારતના શહેરો ફાળવીને ત્રણ વર્ષ દરમ્યાન સરકારે  જુદા જુદા ક્ષેત્રોમાં કેવી સફળતા મેળવી છે તેનો પ્રચાર અને લોકસંપર્ક કેળવવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.  "મોડી ફેસ્ટ" જેવા નામે દેશના તમામ રાજ્યોમાં વડાપ્રધાન મોદી અને ભાજપનો પ્રભાવ વધે તેવા કાર્યક્રમો આગામી ૧૫મી જૂન સુધી યોજાશે.

ભારતના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાએ  નાગરિકો કેટલા સંતુષ્ટ છે અને મોદી કઈ અપેક્ષામાં ઉણા  ઉતર્યા તે વિષયે અનેક સર્વે હાથ ધર્યા છે. સરેરાશ અંદાજ પ્રમાણે ૭૨% નાગરિકો  નરેન્દ્ર મોદીના નેતૃત્વ વળી સરકારથી પ્રસન્ન લાગે છે.  વડાપ્રધાન મોદી માટે આ એક મોટી સફળતા કહી શકાય.  

પાછલા ત્રણ વર્ષના નોંધપાત્ર અભિયાનો જોઈએ તો ...

-સ્વચ્છ ભારત અભિયાન પ્રત્યે  જાગરૂક્તા, 

-દેશની ગુણવત્તા સુધારવા માટેની જનચેતના 

-અને સરકારી કર્મચારીઓમાં શિષ્ટ તેમજ જવાબદારીની ભાવના.  

એનડીએ જૂથની ભાજપની બહુમતી ધરાવતી આ સરકારે રૂપિયા 500 અને 1000ની નોટો રાતોરાત નાબૂદ કરી તે પછી દેશની આમ જનતા એ ભારે હાલાકી વેઠીને પણ  ભારતમાં  કાળાનાણાં સામેની લડતના સ્વપ્નને સાથ આપ્યો.

એનડીએના ત્રણ વર્ષના શાસન પૈકીના છેલ્લા વર્ષમાં જ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં જે જંગી બહુમતી મળી તે મહાસિદ્ધિ કહી શકાય, તેમાં પણ મોદી સ્ટાર પ્રચારક હતા.  આસામ , મણિપુર , ઉત્તરાખંડમાં પણ ભાજપ સત્તા પાર આવ્યું.  જમ્મુ-કશ્મીરમાં પણ પીડીપી સાથે સંયુક્ત સરકાર બનાવી છે.  

સંરક્ષણને મુદ્દે પાકિસ્તાનની સરહદમાં ઘુસી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી અડ્ડાને સર્જીકલ સ્ટ્રાઇક થાકી બે વખત બહારતે વળતો જવાબ આપ્યો હતો.  

અર્થતંત્રમાં ફુગાવાનો દર કાબુમાં આવ્યો છે. બજેટ અને રેલ બજેટ એક જ કરી દેવાયુ  છે.ગુડ્સ અને સર્વિસ ટેક્સ નો અમલ હાથવેંત છે ,

એનડીએ  સરકાર માટે એવું કહી શકાય કે ત્રણ વર્ષ માં કોંગ્રેસ સહીત વિપક્ષો અને તેમના દિગ્ગજ નેતાઓનું એ હદે ધોવાણ થયું છે કે લોકશાહીમાં જરૂરી વિરોધ પક્ષ પ્રભાવહીન બની ગયો છે.

જો કે મોદીના શાસનમાં વચનો, સૂત્રો અને ઉત્સવોની ભરમાર થકી નાગરિકોને વ્યસ્ત રાખવામાં આવ્યા એવું પણ એક જાગ્રત બૌદ્ધિક વર્ગ માને છે અને ખરેખર વિકાસ  ભ્રામક છે એવો દાવો કરે છે.  મોંઘવારી , હાલાકી , રાષ્ટ્રપ્રેમની વર્ગ વિગ્રહ પાડતી ભાવના અને અસહિષ્ણુતાના બનાવો ઉડીને આંખે વળગે છે.  "ઓટૉક્રેટિક ડેમોક્રેસી" ની વિભાવના અંગે ચર્ચા થઇ રહી છે.

તો સામે મોદી પોતે દિવસના અઢાર થી વીસ કલાક કાર્યરત રહી , કોઈ ભ્રષ્ટાચારથી દૂર રહી દેશની સેવા કરે છે તે વાત સાથે સંમત થનાર વર્ગ બહુમતીમાં છે.

રેડીઓ અને દૂરદર્શનના માધ્યમ થી દર મહિને "મન કી બાત" દ્વારા , ઉપરાંત ટ્વિટર અને તેમના અલાયદા પોર્ટલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  ભારત માં  સીલેબ્રિટીઝ કરતા પણ વધુ ફોલોવર્સ ધરાવે છે.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now