ઇન્ડિયામાં જન્મેલ ક્રિકેટ, સાહિત્ય અને કવિતામાં રસ ધરાવતી વ્યક્તિ માઇક્રોસોફ્ટના સફળ CEO બન્યાની વાત તેમનાજ શબ્દોમાં જાણવા જેવી છે. ભારતીય મૂલ્યો ધરાવતી વ્યક્તિએ ગ્લોબલી જાણીતી કંપનીની કમાન સાંભળી અને એનાં શેરના ભાવમાં અંદાજે ૬૦ ટકાનો વધારો થયાનું કહેવાય છે.
સત્ય નડેલાએ આ કંપનીને નવા કલેવરથી કેવી રીતે સજાવી એની વાત રસપ્રદ અને પ્રેરણાદાયી છે.
હજુ બે મહિના પણ નથી થયા (published on ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭) છતાંય સત્ય નડેલાની "હિટ રિફ્રેશ" એ ટેકનોક્રેટ અને યંગ જનરેશનમાં લોકપ્રિયતા મેળવી છે. આ બુકમાં બે ત્રણ મુખ્ય વાત છે. એક તો તેમની પર્સનેલ લાઈફ, બીજું નવી ટેક્નોલોજી , માનવ સમાજ પર વધતો જતો સ્માર્ટ intelligent ટેક્નોલોજીનો પ્રભાવ.બીજા શબ્દોમાં અથવા તો યંગ જેનરેશનને સમજાય એવી ભાષામાં કહીયે તો part memoir , part leadership guide અને part futurist vision of technology નું કુશળ મિશ્રણ છે.
સત્ય નડેલા જુદી ટાઈપના લીડર છે.
તેઓના મતે એવું નથી કે આપણે આત્મા ખોઈ દીધો છે કે આપણે હારી ગયા છીએ પણ હા આપણા કામનું નવીનીકરણ કે પુનઃજાગ્રણકાળનો વિચાર અને અમલ કરવાનો સમય છે.
માઇક્રોસોફ્ટના કર્મચારીઓ જયારે હતાશ થયા હતા કે કંટાળ્યા હતા, કર્મચારીઓમાં એવા વિચારો આવતા હતો કે મેં માઇક્રોસોફ્ટ કેમ જોઈન કરી ત્યારે તેમણે કર્મચારીઓ અને કંપનીમાં નવા પ્રાણ પૂર્યા છે. આ માટે તેમણે આઉટસાઈડર પર્સ્પેક્ટિવ ઉભો કર્યો હતો. હું આ કંપનીનો હિસ્સો નથી તેવી પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકીને વિચાર કરવાનો પ્રયોગ શરૂ કરાવ્યો , કહ્યું હવે કહો આ કંપનીને કેવીરેતી જુઓ છો ? બહારથી માઇક્રોસોફ્ટ કેવી લાગે છે અને શું તેનો હિસ્સો બનીને રહેવું છે?
આ પુસ્તકમાં તેમણે ભારતમાં તેમનો જન્મ અને ઉછેર કેવી રીતે થયો તેની પણ વાત કરી છે. એમની પત્નીને કેવી રીતે મળ્યા હતા, એમની માતાના મૃત્યુ અંગેની વાત છે, એમના બાળકોની સ્પેશ્યલ નીડ શું હતી અને અમેરિકા પહેલી વાર આવ્યા ત્યારે માઈગ્રન્ટ તરીકેના અનુભવો ટાંક્યા છે.
આ ઉપરાંત તેમણે હ્યુમન વર્સીસ ટેક્નોલોજીની વાત લખી છે. એક વ્યક્તિ સ્ટોરમાં જઈને Xboxની ગેઇમ ખરીદે અને એટલો ખુશ થાય કે Xbox ને હગ કરે એ માઇક્રોસોફ્ટની સફળતા છે.
તેમણે તેમની લીડરશીપ સ્ટાઇલમાં સાહિત્યનો પણ ઉપયોગ કર્યો છે.
દા.ત.ઇન્વેસ્ટર કોલમાં તેમણે જર્મન ફિલોસોફર અને ક્લચર ક્રિટીક નિત્ઝચે (Nitzsche)ના લખાણને સંબોધ્યું છે . કર્મચારીઓને મેમો લખવામાં તેમણે આઇરિશ પોએટ અને નાટ્યકાર ઓસ્કાર વાઈલ્ડની એક સંક્ષિપ્ત વ્યાખ્યા ટાંકી હતી. એક ટ્વીટમાં તેમણે ગ્રીક ફિલોસોફર પ્લેટો અને સ્વિસ ક્લિનિકલ સાઈકોલોજીસ્ટ પિગેટનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે લખ્યું છે કે માઇક્રોસોફ્ટ મિક્સડ ટેક્નોલોજીનો અભ્યાસ અને વિકાસ કરી રહી છે - એ .આઈ (artificial Intelligence ) કોન્ટમ કોમ્પ્યુટીંગ (quantum computing ) કોન્ટમ એટલે કે માત્રાની ટેક્નોલોજી. માક્રોસોફ્ટ નવા કલેવર સાથે આવી ગયું છે તે વાત પર તેમણે ભાર મુક્યો છે.
આડકતરી રીતે તેમણે એમ પણ લખ્યું છે કે એમેઝોન અને ગૂગલમાં કોન્ટ્રાકટીન્ગ ક્લચર છે .માઇક્રોસોફ્ટ હોકાથોન (hockathon - ઘણા લોકો ઘણા દિવસો સુધી ભેગા થઇને કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવે) તેવું ક્લચર ધરાવે છે. આ ઉપરાંત ટેક્નોલોજીના વિકાસ સાથે વધતી પ્રાઇવસિની ચિંતા માટે કાયદામાં આધુનિકરણના વિચારો વ્યક્ત કર્યા છે. ટેક્નોલોજી દ્વારા બધાયના આર્થિક વિકાસની વાત લખી છે.
સાંપ્રત સમય સાથે કદમ મિલાવવા આ બુક વાંચવા જેવી છે.
ત્રણ વર્ષ પહેલા માઈક્રોસોફ્ટના CEO બનેલા ભારતીય મૂળના સત્ય નડેલાની બે માસ અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તક "હિટ રિફ્રેશ" .

