SKIP TO MAIN CONTENT

મેલ્બોર્ન, કેનબેરામાં વિવિધ દેશોના કોન્સ્યુલેટ્સ પાસેથી શંકાસ્પદ પેકેટ મળી આવ્યા

મેલ્બોર્ન અને કેનબેરા ખાતે આવેલા વિવિધ દેશોના કોન્સ્યુલેટ્સ પાસેથી શંકાસ્પદ પેકેટ મળી આવતા ઇમરજન્સી સેવાની મદદ લેવાની ફરજ પડી હતી.

Hazmat and fire crews are seen outside the Indian and French Consulates on St Kilda Road in Melbourne.
Hazmat and fire crews are seen outside the Indian and French Consulates on St Kilda Road in Melbourne. Source: AAP

2 min read

Published

Updated

Presented by SBS Gujarati

Source: SBS


Skip to article content

સેન્ટ કિલ્ડા રોડ પર આવેલા ભારતીય કોન્સ્યુલેટમાં બે ફાયર ટ્રક તથા પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી હતી અને કોન્સ્યુલેટના સ્ટાફને ઓફિસની બહાર નીકળી જવા આદેશ આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પોલીસ તથા ઇમરજન્સી સર્વિસ મેલ્બોર્ન અને કેનબેરાની વિવિધ એમ્બેસીમાં મળેલા શંકાસ્પદ પેકેટ અંગે તપાસ કરી રહી છે."

"મળી આવેલા પેકેટ તથા તેની સાથે જોડાયેલા તમામ પાસાઓની ઇમરજન્સી સર્વિસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે."

ભારતીય કોન્સ્યુલેટ ખાતેના સ્ટાફને ઓફિસની બહાર કાઢવામાં આવ્યો હતો અને રીપોર્ટર્સને કોઇ પણ પ્રકારનું નિવેદન નહીં આપવા જણાવ્યું હતું.

યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, ઇટાલી, સ્પેન તથા કોરિયન કોન્સ્યુલેટમાંથી પણ શંકાસ્પદ પેકેટ મળ્યા હોવાનું માનવામાં આવે છે.

વિક્ટોરિયન ઇમરજન્સી વેબસાઇટે અત્યાર સુધીમાં લગભગ 10 જેટલા શંકાસ્પદ પેકેટ મેળવ્યા હોવાનું જણાવ્યું હતું.

મેલ્બોર્નમાં માર્કેટ સ્ટ્રીટ, બર્ક સ્ટ્રીટ, મિડલ્ટન લેન, વિલિયમ સ્ટ્રીટ અને સેન્ટ કિલ્ડા રોડ તથા કાર્લ્ટનમાં એલ્ગીન સ્ટ્રીટ, એશવૂડમાં યેર્ટચૂક એવન્યૂ ખાતે શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. આ તમામ વિસ્તારોમાં વિવિધ દેશોના કોન્સ્યુલેટ આવેલા છે.

મેટ્રોપોલીટન ફાયર બ્રિગેડ આ ઘટનામાં ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસને મદદ કરી રહી છે.

મેલ્બોર્ન ખાતે સ્વિટ્ઝર્લેન્ડના કોન્સ્યુલેટના મેલુએલા એર્બે એબીસીને જણાવ્યું હતું કે, "તેમને એશવૂડ ખાતેની ઓફિસ પર શંકાસ્પદ પેકેટ મળ્યું હતું."

"જોકે, તે જોખમી નહોતું પરંતુ તેને એક જોખમ જેમ જ માનવામાં આવ્યું હતું."

Follow SBS Gujarati on Facebook.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now