પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલે જીત નો દાવો કર્યો હતો. તેઓએ તેમના પરિવાર અને તમામ ઉમેદવારો નો તેમના ટેક માટે આભાર માન્યો હતો.
"સારું આપણે ચૂંટણી જીતી ચુક્યા છીએ . . .તે જ આપણે કર્યું છે કે આપણે ચૂંટણી જીતી ચુક્યા છીએ"

Australian Prime Minister Malcolm Turnbull during a press conference at Commonwealth Parliamentary Offices, After a tight election result(AAP Image/Paul Miller) Source: AAP image/Paul Miller
" સર્વોપરી રીતે હું ઓસ્ટ્રેલિયા ની જનતા નો આભાર માનું છું. દિવસ ની શરૂઆત માં બિલ શોર્ટને મને ફોન કરી ને ફરી પ્રધાનમંત્રી તરીકે ચુંટાવવા બદલ અભિનંદન આપ્યા હતા અને મેં આ ફોન બદલ બિલ નો આભાર માન્યો હતો. તેઓએ મને અને લુસી ને અભિનંદન આપ્યા હતા અને મેં તેમનો અને ક્લોઈ નો ફોન બદલ આભાર માન્યો હતો , મારે એ કહેવું જ રહ્યું કે જ્યારે બિલે મને ફોન કર્યો ત્યારે મારી પૌત્રી મારા ખોળા માં હતી અને આ એક વર્ષ ની બાળકી આ ઐતિહાસિક ક્ષણ ની સાક્ષી બની હતી"
લેબર નેતા બિલ શોર્ટને શ્રી ટર્નબુલ ને અભિનંદન આપતા કહ્યું કે એ સાફ છે કે ગઠબંધન જ આગામી સરકાર બનાવશે
શ્રી શોર્ટને કહ્યું કે તેઓ આશા રાખે છે કે સરકાર દેશ માટે યોગ્ય રીતે કામ કરશે . તેઓએ ઉમેર્યું હતું કે તેઓ ગઠબંધન સાથે જ્યાં પણ જરૂર હશે ત્યાં સહકાર આપશે . તેઓએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન લોકો ને દેશ ના લાભ માટે તમામ પ્રકાર ની રાજનીતિ નો અનુભવ જરૂરી છે. તેઓનું માનવું છે કે સંસદ નું દેશ ના હીત માટે યોગ્ય રીતે ચાલવું જરૂરી છે અને આ માટે તેઓ ભાવિ સરકાર સાથે સમાન ધોરણો પર જરૂરી સહકાર આપશે .
શ્રી ટર્નબુલે આશા વ્યક્ત કરી હતી કે તેઓ સમાન ધોરણો ને શોધી શકશે જેથી સરળ રીતે કામકાજ કરી શકાય. શ્રી ટર્નબુલે કહ્યું હતું કે તેઓ બિલ શોર્ટન વડે આપાયેલ સહકાર ની ભાવના ને આવકારે છે અને તેઓ માને છે સમાન ધોરણો સંસદ ને અસરકારક રીતે ચલાવવા માટે જરૂરી છે, એ જરૂરી છે કે સરકારી નીતિઓ પર સર્વસહમતી હોય.
પ્રધાનમંત્રી એ કહ્યું હતું કે ઘણા મહત્વ ના મુદ્દાઓ છે જેના પર સંતુલન લાવવાની જરૂર છે. તેઓએ ઉમેર્યું હતું કે એ જરૂરી છે કે સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે ઓસ્ટ્રેલિયાનો સુરક્ષિત અનુભવે અને બજેટ ને ફરી અસરકારક રીતે અમલ કરવા માટે સંતુલન જરૂરી છે.
આમ છતાંય બિલ શોર્ટને કહ્યું છે કે તેઓ લેબર પક્ષ ની વિચારધારા પર મક્કમ છે.
શ્રી ટર્નબુલ નું કહેવું છે કે કાર્યકારી સરકાર નો સમય પૂરો , અને આવતા અઠવાડિયા સુધી તેમનું મંત્રીમંડળ શપથગ્રહણ કરે તેવી તેમને આશા છે.
એક પીઢ લિબરલ સભ્ય નું કહેવું છે કે પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલ ના ચૂંટણી બાદ ના નવા મંત્રી મંડળ માં નવા ચહેરાઓ અને મહિલાઓ નો સમાવેશ હશે.
કેબિનેટ સચિવ આર્થર સિનોદીનોસ ની અપેક્ષા મુજબ નવા મંત્રીમંડળ માં ઉદાર અને સંકુચિત બંને તત્વો હશે. A-B-સી સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે નવા મંત્રી મંડળ માં ઉભરતી પ્રતિભા અને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપશે પરંતુ અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી એ લેવાનો છે.
આ દરમિયાન માલ્કમ ટર્નબુલ અને બિલ શોર્ટન બંને એ કહ્યું છે કે તેઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન લાવવાની સંભાવનાઓ ને તપાસશે જેથી ચૂંટણી ના લાંબા દિવસો સુધી દેશ ને વિજેતા ની જાહેરાત માટે રાહ જોવી ન પડે.
અત્યારસુધી ગઠબંધન ને 74 બેઠકો મળે તેમ છે અને અન્ય બે બેઠકો જીતવા નો તેમને વિશ્વાસ છે. જેથી તેઓ સરકાર બનવવા માટે હક્કદાર બને.
Share

