29 વર્ષીય ભારતીય વ્યક્તિની ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામગ્રી સાથે મેલ્બર્ન એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.
25મી ઓગસ્ટે મેલ્બર્ન એરપોર્ટ પર બનેલી ઘટનામાં ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓએ બ્રુનેઇથી આવેલી ફ્લાઇટના પેસેન્જર્સની તપાસ કરી હતી. તેમાં ભારતીય પેસેન્જરનો સામાન સાથે તેના મોબાઇલની પણ તપાસ કરતા તેમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની સામગ્રી મળી આવી હતી.
ફરજ પરના અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી અને તેની પર ટીયર – 2 ના સેક્શન 233BAB(5)ના અંતર્ગત કસ્ટમ એક્ટ 1901 પ્રમાણે આરોપ લગાવ્યો હતો.
ધરપકડ બાદ ભારતીય નાગરિકને મેલ્બર્ન મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેણે જામીન માટે અરજી કરી નહોતી. હવે તેને 15મી નવેમ્બર 2019ના રોજ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના વિક્ટોરિયા અને તાસ્માનિયાના રીજનલ કમાન્ડર ક્રેગ પાલ્મરે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધિત હોય તેવી સામગ્રી લાવનાર સામે કડક પગલાં લેવા માટે કટિબદ્ધ છે.
જો કોઇ પણ પેસેન્જર પ્રતિબંધિત સામગ્રી સાથે ઝડપાશે તો તેની ધરપકડ થશે અને તેને સજા કરવામાં આવશે.