"એય માલિક તેરે બંદે હમ " જે ફિલ્મનું ગીત છે તે- દો આંખે બારહ હાથ , કર્મા અને ચાઇનાટાઉન જેવા બોલિવૂડ મુવી પોપ્યુલર છે. કેટલાય બોલિવૂડ- હોલીવુડ મુવીમાં એક સમયના અસામાજિક તત્વો કે ગુંડા ગણાતા લોકોને કોઈ એક વ્યક્તિએ એમની હ્યુમાનિટી પર ભરોસો રાખી નખશીખ સજ્જન જ નહિ પણ માનવતાના કર્યો કરાવ્યા છે.આવી વાતો કાલ્પનિક લાગે પણ હકીકતમાં બનેલી છે. ઝવેરચંદ મેઘાણીની ગુજરાતીમાં લખાયેલ "માણસાઈના દિવા" - ઈંગ્લીશમાં Eathern Lamp, આવી જ એક નવલકથા-બોધ કથા છે.
માણસાઈના દિવા સંસ્કૃતિ સુધારનું precious document છે.આપણે માણસની કેટેગરી નક્કી કરતા હોય ત્યારે સારા કે ખરાબ, એમ બેમાંથી એક ખાનાંમાં નાખીયે છીએ - પણ એવું છે ખરું? જીવનના આદર્શ- ઋષિઓ, રાજકારણીઓને જુનવાણી વિચાર સામે લડત આપતા સુધારાવાદીઓ ઘડે છે. Uncivilised કે ઢંગધડા વગરની જેહાદ ચલાવતા બહારવટિયા પોતાની રીતે આદર્શ ઘડે છે. હાલમાં તો જેહાદી પ્રવુતિએ ગ્લોબલી ધ્યાન ખેંચ્યું છે ત્યારે આપણા ગુજરાતની "માણસાઈના દિવા"ની વાત જાણીયે.
૧૯૨૦ થી ૧૯૪૭ના સમયમાં મધ્ય ગુજરાત( અમદવાદ થી વડોદરા વચ્ચેનો એક વિસ્તાર) મહી અને વાત્રક નદીના વિસ્તારમાં ભારતની સ્વતંત્રતા પહેલાના સમયમાં બહારવટિયાઓનો ત્રાસ હતો. આ કોતરો એટલે, ધોળા દિવસે પણ માણસ ત્યાં જતા ગભરાય. ત્યાં બાબર દેવા,નામદારીયા અને ડાહ્યાભાઈ ફોઝદારની ભયાનક લૂંટારુ ટોળકીઓ (ગેંગ) હતી.
એવા ખૂંખાર બહારવટિયા હતા કે એક વ્યક્તિને ઝાડ સાથે બાંધી છાતીમાં ખીલ ઠોકી જડી દઈ ઉપર થી બે નળી બંદૂક થી બુલેટ મરતા.ધારિયાના એકજ ઘાથી કોઈના શરીરના બે ટુકડા કરતા. ગોરેલમાં ભગતે એક માણસના ઘરમાં જઈ તલવાર ઘોચી ,ઢસડતા ગામમાં લાવી ખુલ્લે આમ શૂટ કર્યો હતો. રાતે દુકાનમાંથી તેલના ડબ્બા ચોરવા...એતો તેમનું રૂટિન કામ ગણાતું.
જેલમાં જાય ત્યારે સાત-સાત વર્ષ સુધી શરીર પણ માંડ સમાઈ શકે તેવી અંધારી ઓરડીમાં રહે, સૂર્ય પ્રકાશના મળે.... ડોક્ટરના આદેશ વગર તેમને ખાવાનું પણ ના મળે. ભૂખથી બેભાન થાય ત્યાં સુધી ખાવાનું ના મળે. માનસિક રીતે એટલા સ્ટ્રોંગ કે ડંડા, બેડી, તાટ કપડાંની સજા પછી પણ નહિ સુધારવાનું કે ના જેલમાં નિયમ મુજબ કોઈ કામ કરવા તૈયાર થાય.
મોતી,ગોકર ,બાબર દેવા, શનિયો કાળું, જેવા અનેક પાત્રો...
મહેમદાવાદ ,રાસ,ગોરેલ ,બોચાસણ, ઝારોલા જેવા અનેક ગામોના નામ અનેક વૃધ્ધ વડીલોને આજે પણ યાદ હશે.
આવા માણસોને રવિશંકર મહારાજે કોઈ પણ જાતની ધાક ધમકી વગર, કે લાલચ વગર - તું સુધરીશ તો આમ કરીશ, એમ કહ્યા વગર માત્ર પ્રેમથી ,માત્ર માનવતા પર વિશ્વાસ રાખીને એને માણસ બનાવ્યા છે. રવિશંકર મહારાજ પોતે ભૂખ્યા રહે અથવા તો માત્ર મીઠા અને હળદર નાખેલી જાતે બનાવેલી ખીચડી ખાઈ લે , ગંધાતી ગોદડી પર સુતા કે પછી જમીન પર જ સુઈ જતા અને ગમે તેટલું લાબું અંતર પણ ઉઘાડા પગે ચાલતા એજ એમની સ્ટાઇલ હતી.
એમને એકજ દુઃખ હતું કે સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ દયનિય હતી.રોજ રાત્રે સરકારી અધિકારીઓ રોલકોલ લે, જે કુટુંબનું એકાદ સભ્ય હાજર ના હોય તેના કુટુંબીજનોને પોલીસ મારતાં મારતાં લઈ જાય, તે મહારાજ ને ગમતું નહિ.
રવિશંકર મહારાજની વાત કરવાની સ્ટાઇલ તથા એ સમયની ભાષા પણ ઇન્ટરેસ્ટિંગ હતી.
બહારવટિયાઓ એ પૂછ્યું ક"તમે કોણ છો?"
મહારાજ કહે "બહારવટિયો"
બહારવટિયા એ પૂછ્યું "કોની ટોરી ના ?"
મહારાજ કહે "મહાત્મા ટોરી, તમને સાચું બહારવટું શીખવવા આવ્યો છું. બધા દુઃખ નું મૂળ પરદેશી સરકાર છે.તેની સામે બહારવટું કરવાનું છે."
આજે ટેરરીઝમને પ્રશ્ને નિષ્ણાતો,રાજકારણીઓ, સિકયુરિટી એક્સપર્ટ ,સાયકોલોજિસ્ટ અને પાવરફુલ રાષ્ટ્રોના વડાઓ જેહાદી પ્રવૃત્તિની માનસિકતા બદલવાને જ એક માત્ર ઉપાય કહી રહ્યા છે ત્યારે તેનો સફળ ઉપાય ગુજરાતમાં થઇ ચુક્યો છે તે સૌ ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી વાત છે.
ગુજરાત રાજ્યની સ્થાપના કરનાર સંત સમા મૂકસેવક રવિશંકર મહારાજ જેવી વંદનીય વ્યક્તિ વિષેનું આ પુસ્તક એટલે જ હું આજે રેકમેન્ડ કરું છું
Article by Amit Mehta.