"Guilt as a consequence of migration", શીર્ષક હેઠળ એક શૈક્ષણિક લેખ એપ્લાઇડ સાયકોએનાલિટિક સ્ટડીઝની આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયો. આ અભ્યાસ હાથ ધરનાર છે, ડો કેથરિન હોલ વોર્ડ અને ડો ઇરેન સ્ટાઇલ.
આ લેખ માટે હાથ ધરાયેલ અભ્યાસ દરમ્યાન તેઓએ જાણ્યું કે ઓસ્ટ્રેલિયા સ્થાનાંતર થયેલ કેટલાક સ્થાનાંતરિતો માટે પોતાના વાલીઓથી દૂર થવાનો અપરાધભાવ ખુબ પ્રબળ અને લાંબો સમય રહેનારો છે. આ અપરાધભાવ અનુભવવા પાછળના મુખ્ય ત્રણ કારણો છે -
1)પોતે વિદેશમાં સારી તકો માટે વસવા જવું અને વાલીઓને વતનમાં એકલા છોડવા
2) સ્થાનાંતર કરનાર વ્યક્તિ એકમાત્ર સંતાન હોવું- આથી વાલીઓને કાળજી લેવાની જવાબદારી થી દૂર થયાની લાગણીઓ
3) ઘરમાં જો નાના બાળકો હોય તો તેમને તેમના દાદી - દાદા કે નાની -નાના થી દૂર રાખવા.
આ અપરાધભાવ ખુલી રીતે વ્યક્ત નથી કરી શકતો અને આથીજ માનસિક - શારીરિક સ્વાસ્થ્ય પર તેની નકરાત્મક અસર પડે છે.
આ અભ્યાસ અંગે વધુ વિગતો મેળવવા SBS પ્રસારણકર્તા ડેલિસ પૌલે ડૉ હોલ વોર્ડ સાથે વાતચીત કરી:
આ સાથે ડો. હોલ વોર્ડ જણાવ્યું કે સ્થાનાંતરિતો મોટાભાગે વાલીઓ કે દાદા- દાદીની કમી નવાદેશમાં પુરી કરવા અલગ -અલગ વ્યૂહરચના અપનાવે છે, અલગ અલગ રીતો અપનાવે છે
વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયા આવેલ કલ્પના ગોયલ એડિલેડ નજીકના પ્રાદેશિક નગરમાં પોતાના ત્રણ બાળકો અને પતિ સાથે રહે છે.
કલ્પનાનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાની પ્રક્રિયા દરમિયાન તેમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેઓ કહે છે કે હજુ પણ કેટલાક સૌથી મુશ્કેલ પ્રશ્નો - સમસ્યાઓ છે જેનો ઉકેલ તેમને મળ્યો નથી.
કલ્પના યુનિવર્સીટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયામાં સમાજસેવા વિષયના લેક્ચરર છે. તેઓ એડીલેઈડ માં વસતા ભારતીય સમુદાય સાથે મજબૂત સંબંધો ધરાવે છે. તેઓ પોતાના અનુભવો પર દ્રષ્ટિપાત કરતા જણાવે છે કે ભારતથી સ્થાનાંતર થયેલ મોટાભાગના લોકો ભારતમાં વસતા પોતાના માતા-પિતા, વાલીઓ સાથેના વ્યવહારને લઈને મુશ્કેલી અનુભવે છે.
મેલબોર્નમાં પોતાની પત્ની અને બે બાળકો સાથે રહેતા પિંચુ થોમસ વર્ષ 2006 માં ઓસ્ટ્રેલિયા આવ્યા. પોતે એકમાત્ર સંતાન હોવાથી પોતાના વાલીઓની કાળજીની જવાબદારી તેમના પર છે. પણ ભારતમાં રહેતા તેમના વાલીઓ પ્રત્યે આ જવાબદારી યોગ્ય રીતે ન નિભાવી શકવાનો બોજ તેમને અનુભવાય છે.
પિંચુની કહાની મોટાભાગના સ્થાનાંતરિતોની કહાની છે જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનું અંતર પારિવારિક પ્રસન્ગો - આપત્તિઓમાં બધા બને છે.