ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશનનું સ્તર વધારવાની યોજના

ઓસ્ટ્રેલિયામાં આર્થિક વૃદ્ધિ અને કોવિડ-19ના કારણે દેશમાં વેપાર - ઉદ્યોગોમાં કુશળ કામદારોની અછત પણ પૂરી કરી શકાય તે માટે માઇગ્રેશનની સંખ્યા વધી શકે છે.

International students wear face masks as they arrive at Sydney Airport in Sydney, Monday, 6 December, 2021.

International students wear face masks as they arrive at Sydney Airport in Sydney, Monday, 6 December, 2021. Source: AAP

ઓસ્ટ્રેલિયામાં થતું માઇગ્રેશન કોવિડ-19 મહામારીના અગાઉના સ્તર પર પહોંચે તેવી શક્યતા છે. ટ્રેઝરરીએ તાજેતરમાં વર્ષના મધ્યમાં કરેલી આર્થિક સમીક્ષામાં જણાવ્યું હતું કે, આગામી વર્ષથી માઇગ્રેશનનું સ્તર વધી શકે છે.

એક ધારણા પ્રમાણે, વર્ષ 2022-23માં ઓસ્ટ્રેલિયામાં થતું માઇગ્રેશન 180,000 સુધી પહોંચી શકે છે. જે મે મહિનામાં બજેટ દરમિયાન કરવામાં આવેલી 96,000ના અંદાજથી લગભગ 2 ગણું છે.

સરકાર યોજનાબદ્ધ રીતે માઇગ્રેશનનું સ્તર વધારવા તરફ કાર્ય કરી રહી છે. જેનાથી દેશમાં આર્થિક વૃદ્ધિ થાય અને કોવિડ-19ના કારણે દેશમાં વેપાર - ઉદ્યોગોમાં કુશળ કામદારોની અછત પણ પૂરી કરી શકાય તેમ મીડ-યર ઇકોનોમિક એન્ડ ફિસ્કલ આઉટલૂક (MYEFO) માં જણાવવામાં આવ્યું હતું.

ટ્રેઝરર જોશ ફ્રાયડનબર્ગે જણાવ્યું હતું કે સરકારને વધુ 120,000 લોકો દેશમાં આવશે તેવી આશા છે.

ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત વર્ષ 2020માં દેશમાં થતા માઇગ્રેશનની સખ્યાં ઘટી હતી. વર્ષ 2021-22માં પણ -41,000 જેટલો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.

જોકે, અગાઉ મે 2021માં બજેટ વખતે આ સ્તર -77,000 રહે તેવી ધારણા હતી.

વર્ષ 2019-20માં કોવિડ-19 મહામારી અગાઉ ઓસ્ટ્રેલિયામાં થતાં કુલ માઇગ્રેશનની સંખ્યા 190,000 જેટલી હતી.

ટ્રેઝરરીએ કામચલાઉ તથા પર્મેનન્ટ વિસાધારકો વર્ષ 2022ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા આવે તેવું અનુમાન લગાવ્યું હતું. જોકે, વર્ષ 2030-31માં ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીમાં અનુમાન કરતા 1.5 મિલિયન લોકો અથવા 4.9 ટકા જેટલો ઘટાડો હોય તેવી શક્યતા છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


2 min read

Published

By Tom Stayner

Presented by SBS Gujarati

Source: SBS



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now