ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર સરકારે સરકારી વિભાગોની સંખ્યા ઘટાડી

વડા પ્રધાન સ્કોટ મોરિસને ઓસ્ટ્રેલિયામાં સરકારી વિભાગોની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે પાંચ વિભાગના વડાઓને બરતરફ કરવાની પણ જાહેરાત કરી છે.

Scott Morrison announces changes to the Public Service

Scott Morrison announces changes to the Public Service Source: AAP

ઓસ્ટ્રેલિયન ફેડરલ સરકારના 18 વિભાગમાં ફેરફાર કરી 14 વિભાગ કરવામાં આવી રહ્યા છે.

અનેક વિભાગોને જોડીને નવા વિભાગોની રચના કરવામાં આવી છે. આ સાથે વડા પ્રધાન સ્કોટ મોરિસને જાહેરાત કરી છે કે પાંચ વિભાગના વડાઓને બરતરફ કરવામાં આવશે.

વડા પ્રધાને કહ્યું કે ઉદ્દેશ ખર્ચ ઘટાડવાનો નહીં પણ કાર્યક્ષમતા વધારવાનો હતો. 

ફેબ્રુઆરી મહિનાથી અમલમાં આવી રહેલા ફેરફાર હેઠળ કલા ક્ષેત્ર માટેનું અલાયદું કેન્દ્રીય ખાતું નાબુદ કરવામાં આવી રહ્યું છે.  હાલ કાર્યરત ડિપાર્ટમન્ટ ઓફ કમ્યુનિકેશન એન્ડ આર્ટસ અને વાહન વ્યવહાર અને માળખાગત સેવા ખાતાનું એકીકરણ થશે.

નવો વિભાગ ડિપાર્ટમન્ટ ઓફ ઇન્ફ્રસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ, રીજનલ ડિવેલપ્મન્ટ એન્ડ કમ્યુનિકેશન કહેવાશે.
તે ઉપરાંત શિક્ષણ વિભાગ અને રોજગાર-કૌશલ્ય વિભાગને ભેગા કરી દેવામાં આવી રહ્યા છે.

જ્યારે કૃષિ અને જળ સંસાધન વિભાગ પર્યાવરણ વિભાગ સાથે ભળી જશે.

ઉદ્યોગ, વિજ્ઞાન, ઉર્જા અને સંસાધન ખાતાઓને જોડીને એક નવો વિભાગ બનાવવામાં આવ્યો છે.

અગાઉ ડિપાર્ટમન્ટ ઓફ હ્યુમન સર્વિસ તરીકે ઓળખાતો વિભાગ હવે સર્વિસ ઓસ્ટ્રેલિયા નામે નવી એક્ઝિક્યુટિવ એજન્સી તરીકે સ્થાપિત થશે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલા કાપને પગલે પાંચ વિભાગના સચિવો તેમની નોકરી ગુમાવશે.
Mike Mrdak attends Senate Estimates at Parliament House.
Department of Communications and the Arts Secretary Mike Mrdak said"I was told of the government's decision to abolish the department late yesterday afternoon." Source: AAP
સરકારે કહ્યું કે ફેરફારોથી કોઈ ખાસ આર્થિક લાભ મળશે નહીં. સ્કોટ મોરિસને કહ્યું કે આ પગલાથી તેઓ વહીવટને સરળ બનાવવાના ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચનને અમલમાં મૂકી રહ્યા છે.
નવો ફેરફાર આવતા વર્ષે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.


Share

Published

Updated

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service