ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ઓસ્ટ્રેલિયામાં ક્વિન્સલેન્ડ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, તથા સમગ્ર નોધર્ન ટેરીટરીમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાના ઉત્તર ભાગોમાં વ્યાપક વરસાદ પડે તથા ઠંડા હવામાનનો અભુનવ થઇ શકે છે.
ઓસ્ટ્રેલિયાના ઉત્તર ભાગોમાં સામાન્ય રીતે ચોમાસું ડીસેમ્બરથી માર્ચ મહિના સુધી હોય છે જે ક્યારેક કેટલાક મહિનાઓ સુધી લંબાઇ શકે છે.
હવામાનની માહિતી આપતી ખાનગી સંસ્થા Weatherzone ના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગોનું ઠંડુ વાતાવરણ સમાપ્ત થશે અને આગામી દિવસોમાં સાઉથ ઓસ્ટ્રેલિયા, વિક્ટોરીયા તથા તાસ્મેનિયામાં ગરમ વાતાવરણનો અનુભવ થશે.
એડિલેડમાં ક્રિસમસના અગાઉના દિવસે તાપમાન 25ºC સુધી જશે, ક્રિસમસના દિવસે 32ºC અને બોક્સિંગ ડેના દિવસે 38ºC જેટલું તાપમાન નોંધાશે. 27મી ડીસેમ્બરે 40ºC સુધી તાપમાન પહોંચે તેમ કેટલાક હવામાન તજજ્ઞો આગાહી કરી રહ્યા છે.
સાઉથ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ મરે નદીની આસપાસના વિસ્તારો માટે નદીની ટોચની સપાટી પર પહોંચવાની તારીખમાં ફેરફાર કર્યો છે.
Renmark: 21 - 28 December
Berri: 22 December - 02 January
Waikerie: 29 December - 09 January
Swan Reach: 02 - 13 January
Murray Bridge: 03 - 14 January
હવામાનની તાજી માહિતી માટે મુલાકાત લો.
સતત બદલાતી સલાહ માટે મુલાકાત લો.
If you are in a life-threatening emergency, call Triple Zero (000). Call the NSW SES on 132 500 and Victoria Emergency Services on 1800 226 226 if you have experienced damage from storms, wind, hail or a fallen tree and if a tree branch is threatening your property or a person's safety.
To access this information in other languages, call the Translating and Interpreting Service on 131 450 (freecall) and ask them to call VicEmergency Hotline.
If you are deaf, hard of hearing, or have a speech/communication impairment contact National Relay Service on 1800 555 677 and ask them to call the VicEmergency Hotline