વિશ્વ માં ઓછું વજન ધરાવનારા લોકો કરતા મેદસ્વી લોકો વધુ : એક અભ્યાસ

વિશ્વ ની 641 મીલીયન વસ્તી મેદસ્વીતા થી પ્રભાવિત, જેમાં રોગીષ્ઠ રીતે 1% પુરુષ અને 2% મહિલાઓ મેદસ્વી છે

an overweight man eating, as experts warned that people are plumping up at such a rate that by 2025 roughly a fifth of the human race will be obese.

n overweight man eating, as experts warned that people are plumping up at such a rate that by 2025 roughly a fifth of the human race will be obese.. Source: Dominic Lipinski/PA Wire

 

વિશ્વ નો બોડી માસ ઇન્ડેક્ષ ટ્રેન્ડ જણાવે છે કે વૈશ્વિક રીતે લોકો વધુ મેદસ્વી થતા જાય છે.

છેલ્લા 40 વર્ષ માં મેદસ્વી લોકો ની સંખ્યા વધી છે - વર્ષ 1975 માં આ સંખ્યા 105 મીલીયન હતી જે વર્ષ 2014 માં 641 થઇ છે. જાહેર થયેલા એક અભ્યાસ મુજબ સરેરાશ 10 પુરુષો માં 1 પુરુષ અને 7 મહિલાઓ માં 1 મહિલા મેદસ્વી છે.

BMI  ઇન્ડેક્ષ એ વ્યક્તિ ના વજન અને ઉંચાઈ ને ધ્યાન માં લઇ ગણતરી કરવા માટે ઉપયોગી માધ્યમ છે એ જાણવાનું કે વ્યક્તિ માટે ઉમર પ્રમાણે જરૂરી વજન અને ઉંચાઈ કેટલા હોવા જોઈએ  . જો આ રીતે વજન માપવામાં આવે અને તેમાં સ્કોર 25 આવે તો વ્યક્તિ નું વજન વધુ છે, જો 30 સ્કોર  આવે  તો તે મેદસ્વી છે અને જો 40 સ્કોર આવે તો તે રોગીષ્ઠ રીતે મેદસ્વી છે.

 

ઈમ્પેરીયલ  કોલેજ, લંડન ના જાહેર સ્વાસ્થ્ય વિષય ના પ્રાધ્યાપક માજીદ  ઇઝાતી ની કહેવું છે, " વિશ્વ માં મેદસ્વી લોકો ની વધતી સંખ્યા એ ચિંતા નો વિષય છે."

આ પરિસ્થિતિ ને કાબુમાં લેવા ઇઝાતી જણાવે છે કે વૈશ્વિક સ્તરે સહકાર થી પગલા લેવા ની જરૂર છે , જેમકે સ્વાસ્થ્ય વર્ધક ખોરાક અને સ્વાસ્થ્ય માટે નુકસાન દેય  ખોરાક ના ભાવ પર વિચારણા  કરવી  કે પછી  વધુ મીઠાશ ધરાવતા , પ્રોસેસ કરેલા ખોરાક પર વધારા નો કર નાખવો.

આ અભ્યાસ ના લેખકો એ એ વાત પર પણ ભાર મુક્યો છે કે વિશ્વ ના ગરીબ પ્રદેશો માં અપૂરતો ખોરાક અને કુપોષણ પણ ગંભીર પ્રશ્ન છે, મેદસ્વીતા ના પ્રશ્ન થી  કુપોષણ ની તકલીફ ભુલાઈ  ન જવી જોઈએ. 

 દક્ષિણ એશિયા માં લગભગ પ ભાગ ની વસ્તી કુપોષણ થી પીડિત છે. મધ્ય અને પૂર્વ આફ્રિકા માં 12% મહિલાઓ અને 15% પુરુષો કુપોષિત છે.

ધ લાસ્ટ્ન  મેડીકલ જર્નલ વડે પ્રકાશિત  વજન અંગે ના આ અભ્યાસ માં દુનિયાભર ના 700 સંશોધકો વડે 186 દેશો ના 20 મીલીયન પુખ્ત વય  ના લોકો ના વજન અને ઉંચાઈ નો અભ્યાસ કરેલ છે.

 તેઓ નું માનવું છે કે  વર્ષ 2025 સુધી માં 18% પુરુષો અને 21% મહિલાઓ મેદસ્વીતા થી પીડાતા હશે 

 

આ અભ્યાસ ની કેટલીક  અન્ય ખાસ બાબત :

 

* વધુ આવક ધરાવતા દેશો માં જાપાનીઝ પુરુષો ની BMIs સૌથી ઓછું છે જયારે , અમેરિકનો નું સૌથી વધુ.

 

* વિશ્વ ના કોઇપણ દેશ કરતા વધુ મેદસ્વી લોકો ચીન અને યુનાઈટેડ સ્ટેટ્સ માં વસે છે. 

 

*  સૌથી ઓછું BMIs યુરોપ માં છે, સ્વીસ મહિલાઓ અને બોસ્નિયન પુરુષો ધરાવે છે. 

 

* વિશ્વ માં 55 મીલીયન પુખ્ત વય  ના લોકો રોગીષ્ઠ મેદસ્વી છે, જેમને શારીરિક રીતે  - શ્વાસ ની કે ચાલવામાં તકલીફ રહે છે 


વિશ્વ નો બોડી માસ ઇન્ડેક્ષ ટ્રેન્ડ જણાવે છે કે વૈશ્વિક રીતે લોકો વધુ મેદસ્વી થતા જાય છે.


Share

Published

By Harita Mehta
Source: AAP, SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service