એલ્બાનિસી સરકારે પેરેન્ટ્સ વિસા તથા સ્કીલ્ડ વિસાની સંખ્યામાં મોટો વધારો કરવાની મંગળવારે રાત્રે રજૂ કરેલા બજેટમાં જાહેરાત કરી હતી.
વર્તમાન કેન્દ્રીય સરકારે અગાઉ મોરિસન સરકાર દ્વારા ઘટાડવામાં આવેલા માઇગ્રેશન બાબતોના ફંડીંગને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
આગામી 4 વર્ષ સુધી ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સને વિસા પ્રોસેસિંગ, ઓફશ્યોર પ્રોસેસિંગ સેન્ટર તથા રેફ્યુજી કાર્યક્રમો માટે વધારાના 576 ડોલરનું ફંડ પૂરું પાડવામાં આવશે.

Source: Getty / Getty Images
કેન્દ્રીય બજેટમાં વિસા અંગે સરકારની જાહેરાત
એલ્બાનિસી સરકારે અગાઉ વિસા મંજૂર થવામાં લાગતા સમયને ઓછો કરવા માટે વધુ 36.1 મિલિયન ડોલરના ખર્ચ સાથે વધુ કર્મચારીઓની નિમણૂકની જાહેરાત કરી હતી.
સરકારે સ્કીલ્ડ તથા ફેમિલી વિસાની વર્તમાન 160,000ની વિસાની સંખ્યાને વધારીને 195,000 કરવાનો નિર્ણય લીધો હતો.

A breakdown of the skilled visas available in the 2022/23 budget.
આ ઉપરાંત સરકારે, નવા પેસિફીક એન્ગેજમેન્ટ વિસાની જાહેરાત કરી હતી. જે પેસિફીક આઇલેન્ડના દેશ તથા ટિમોર - લેસ્ટેના નાગરિકો માટે અમલમાં આવશે.
આગામી વર્ષથી 3000 જેટલા વિસા ફાળવવામાં આવશે. 195,000ની ક્ષમતા ઉપરાંત આ વિસા એનાયત કરવામાં આવશે.
સ્કીલ્ડ વિસાની 79,600ની સંખ્યાને વધારીને 142,400 કરવામાં આવી છે. જેમાં નોકરીદાતા દ્વારા સ્પોન્સર, સ્કીલ્ડ ઇન્ડિપેન્ડન્ટ, રીજનલ તથા સ્ટેટ અને ટેરીટરી નોમિનેટેડ વિસાનો સમાવેશ થાય છે.
પેરેન્ટ્સ વિસાની સંખ્યામાં વધારો
સરકારે પેરેન્ટ્સ વિસાની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2021-22માં વિસાની સંખ્યા 4500 નક્કી કરવામાં આવી છે જેને વધારીને 8500 કરવામાં આવશે.

Source: Getty / Getty Images
આગામી ચાર વર્ષ માટે અફઘાન રેફ્યુજીની સંખ્યા 16,500 નક્કી કરવામાં આવી છે.
સ્કીલ્ડ વિસા માટે વિદેશ બહાર રહેતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં ઘણા લાંબા સમયથી રહેતા ન્યૂઝીલેન્ડના નાગરિકોના વિસાની પ્રક્રિયા પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.