વિક્ટોરીયાના ગ્રેમ્પિયન્સ નેશનલ પાર્કમાં બોરોકા લૂકઆઉટ પરથી પડી જવાના કારણે એક ભારતીય મૂળના મહિલાનું મૃત્યુ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
મળતી માહિતી પ્રમાણે, આ ઘટના શનિવારે બપોરે બની હતી. તેમાં 38 વર્ષના મહિલા રોજી લૂંબા 80 મીટરની ઉંચાઇ પરથી પડી ગયા હતા.
ભારતીય મૂળના રોજી લૂંબા મેલ્બર્નના ક્રેઇગીબર્ન વિસ્તારમાં રહેતા હતા.
તેઓ તેમના પતિ અને બે બાળકો સાથે ગ્રેમ્પિયન્સ નેશનલ પાર્કની મુલાકાતે ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી.
ઉંચાઇ પરથી પડી જવાના કારણે કમ્યુનિટી સપોર્ટ વર્કર તરીકે કાર્ય કરતા રોજીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું.
વિક્ટોરીયા પોલીસને તેમનું મૃત શરીર બહાર કાઢવામાં 6 કલાક જેટલો સમય લાગ્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, ઘટના અંગે વિશ્વાસ થઇ રહ્યો નથી. પરિવારજનો હજી પણ ખૂબ જ આઘાતમાં છે.
મળતી માહિતી પ્રમાણે, ગ્રેમ્પિયન્સ નેશન પાર્ક ખાતે આવેલો બોરોકા લૂકઆઉટ પ્રવાસીઓ માટે ફોટોગ્રાફી કરવાનું ખૂબ જ લોકપ્રિય સ્થળ છે.
કેટલીક વખત પ્રવાસીઓ સૂચનાને અવગણીને ફોટોગ્રાફી કરવા માટે ભયજનક ઉંચાઇ સુધી પહોંચી જીવ જોખમમાં મૂકે છે.
પ્રત્યક્ષદર્શીઓએ હેરાલ્ડ સનને જણાવ્યું હતું કે ફોટોગ્રાફી કરવા જતી વખતે તેઓ પડી ગયા હતા.
પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે પરંતુ તેમના મૃત્યુને શંકાસ્પદ ગણવામાં આવશે નહીં.
આ સ્થળ ભયજનક હોવાની પોલીસે અગાઉ પણ ચેતવણી જાહેર કરેલી છે.
Share



