લગભગ દસ વર્ષ પહેલા કોલમ્બિયાથી ઓસ્ટ્રેલિયાના મેલ્બર્નમાં સ્થાયી થયેલ મેલિસા કાર્બોનેલ જણાવે છે કે, મેલ્બર્નની ખુબ વ્યસ્ત જીવનશૈલીમાં કેટલાક વર્ષો વિતાવ્યા બાદ શાંતિ અને શહેરી ભાગદોડથી દૂર તેઓ અને તેમના પતિ મોર્નિન્ગટન પેનીન્સુલામાં સ્થાનાંતરિત થયા. તેઓ આજે તેમના આ નિર્ણય થી ખુશ છે.
પ્રાદેશિક કે ગ્રામ્ય ઓસ્ટ્રેલિયામાં સ્થાનાંતર
ઓસ્ટ્રેલિયાના પ્રાદેશિક કે ગ્રામીણ વિસ્તારમાં સ્થાનાંતરિત થવા પાછળ ઘણા કારણો છે, પણ તેમાં મકાન ખરીદી શકવાની ક્ષમતા (હાઉસિંગ અફોર્ડબીલીટી) અને રોજગારની સંભાવનાઓ મુખ્ય છે. ઓસ્ટ્રેલિયાભરમાં ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓની માંગ છે.
રિજિયોનલ ઓસ્ટ્રેલિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિવિધ સ્થાનિક અર્થવ્યવસ્થાની તુલના માટે આ ટૂલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
સેટલમેન્ટ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા(Settlement Council of Australia) ના મુખ્ય કાર્યકારી અધિકારી નિક ટેબીનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાના ગ્રામ્ય કે પ્રાદેશિક સમુદાયો સાથે રહેવું સારો વિકલ્પ છે. તેઓ ઉમેરે છે કે શહેર થી દૂર પ્રકૃતિ સાથે, ધીમી અને વધુ સારી રીતે લોકો સાથે જોડાયેલ જીવનશૈલી સાથે અહીં જીવી શકાય છે.
પ્રાદેશિક કે ગ્રામ્ય ઓસ્ટ્રેલિયામાં વિવિધ સેવાઓ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ સમસ્યા હોઈ શકે છે.

કેટલાક કિસ્સાઓમાં પ્રાદેશિક કે ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિની ભાષા બોલતા કે તેના સમુદાયના લોકો ખાસ સંખ્યામાં નથી વસતા, પણ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઈ રહી છે.
ઓસ્ટ્રેલિયાભરમાં માઇગ્રન્ટ્સને પ્રાદેશિક કે ગ્રામ્ય વિસ્તાર તરફ આકર્ષવા ખાસ કાર્યક્રમો બનાવવામાં આવ્યા છે. ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના મિંગુલામાં આફ્રિકન રેફ્યુજીઓએ વૃદ્ધ સમુદાયમાં ફરી ઉત્સાહ ભર્યો છે.
ઉત્તર બેન્ડીગોના પિરામિડ હિલમાં ફિલિપિનો સમુદાય સમ્પન્ન થઇ રહ્યો છે, હવે આ ગામમાં ફિલિપિનો સ્ટોર પણ છે. રિજિયોનલ ઓસ્ટ્રેલિયા ઇન્સ્ટિટ્યૂટના જેક આર્ચરના મતે આ ગામના લોકો ખુશ છે, કે ફિલિપોનો સમુદાયના કારણે આ જગ્યા ફરી જવિત બની છે. 

શહેરથી પ્રદેશ તરફ
સુ શ્રી કાર્બોનેલ જણાવે છે કે શહેરથી ગ્રામ્ય વિસ્તાર સ્થાયી થવું સરળ ન હતું . દસ વર્ષ પહેલા જયારે તેઓ ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે રોજગાર માટે - નવા મિત્રો બનાવવામાં જે તકલીફ પડી હતી, તેવી જ તફલીફ તેઓએ ફરી અનુભવી. પણ હવે તેઓ અંગ્રેજી ભાષા સારી રીતે જાણતા હોવાના કારણે પ્રક્રિયા સહેજ સરળ બની હતી.
તેઓ ઉમેરે છે કે હવે તેઓ મોર્નિન્ગટન પેનીન્સુલામાં સારી રીતે ગોઠવાઈ ગયા છે, તેઓ પાસે સ્થાનિક ગાર્ડનિંગ સામાયિકની નોકરી છે.
જો વ્યક્તિ પ્રાદેશિક કે ગ્રામ્ય વિસ્તાર તરફ સ્થાયી થવા ઇચ્છતી હોય તો, તેઓએ આ અંગે ખુબ રિસર્ચ કરવું જરૂરી છે. વ્યક્તિએ આ રિસર્ચ બાદ પોતા માટે યોગ્ય જગ્યા પસંદ કરી, સ્થાનિક માઈગ્રન્ટ સેન્ટરનો સંપર્ક કરવો જેથી સ્થાનિક તકો વિષે જાણકારી મેળવવા તેઓ મદદરૂપ થઇ શકે.
આર્ચર જણાવે છે કે, વ્યક્તિએ કોઈપણ નિર્ણય લેતા પહેલા કેટલીક જગ્યાઓ શોર્ટ લિસ્ટ કરવી જોઈએ, તેના વિષે પોતાના મિત્રો , પોતાના નેટવર્કમાં વાતચીત કરવી જોઈએ જેથી માહિતી મળે, ત્યાર બાદ જે - તે સ્થળની મુલાકાત લઇ ત્યાંના સ્થાનિક લોકો કે સામુદાયિક સંસ્થાઓને મળવું જોઈએ.
