જ્યારે ધોનીએ 87 વર્ષના ઓસ્ટ્રેલિયન પ્રશંસકની મુલાકાત કરી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કર્યા બાદ તેના 87 વર્ષના પ્રશંસકને મળ્યો, ઓટોગ્રાફ આપી ફોટોગ્રાફ પણ પડાવ્યો.

India's Mahendra Singh Dhoni bats during their third one-day international cricket match against New Zealand in Kanpur, India, Sunday, Oct. 29, 2017. (AP Photo/Altaf Qadri)

Source: AAP Image/AP Photo/Altaf Qadri

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના દુનિયામાં ઘણા પ્રશંસકો છે.

તે જ્યાં પણ મેચ રમવા માટે જાય છે પ્રશંસકો તેને ઘેરી વળે છે અને ઓટોગ્રાફ તથા સેલ્ફીની માગણી કરે છે. ધોની પણ તેમને મોટાભાગે નિરાશ ન કરીને ઓટોગ્રાફ આપે છે.

ધોની હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન-ડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયામાં છે અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ સમયે તેને મળવા 87 વર્ષના મહિલા પ્રશંસક આવ્યા હતા. ધોની તેમને મળ્યો અને તેમને આનંદિત કરી દીધા હતા.

India's MS Dhoni leaves the pitch after he was caught by Pakistan's Imad Wasim during the ICC Champions Trophy final at The Oval in London, Sunday, June 18, 2017. (AP Photo/Kirsty Wigglesworth)
Source: AAP Image/AP Photo/Kirsty Wigglesworth

ક્રિકેટ ન્યૂઝ વેબસાઇટ CricTracker માં છપાયેલા રીપોર્ટ પ્રમાણે, ધોની પરસેવે રેબઝેબ હોવા છતા પણ 87 વર્ષના મહિલા પ્રશંસકની મુલાકાત કરી હતી.

ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં દેખાય છે કે ધોની તેમની સાથે બેસે છે અને બંને જણા વાતો કરે છે. ત્યાર બાદ તેમને ઓટોગ્રાફ આપીને ફોટો પણ પડાવે છે.

આ પ્રથમ વખત નથી કે વિશ્વના મહાનત્તમ કેપ્ટનમાં સામેલ ધોની તેના પ્રશંસકને આનંદિત કરી દીધા હોય. અગાઉ પણ તેણે પોતાની કારકિર્દીમાં હજારો પ્રશંસકોને ઓટોગ્રાફ આપ્યા છે. પરંતુ વૃદ્ધ મહિલા પ્રશંસક સાથેની આ મુલાકાત ક્રિકેટ વર્તુળ તથા ઇન્ટરનેટ પર ખાસ્સી ચર્ચાઇ છે.


Share

1 min read

Published

Updated

By Vatsal Patel




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now