યુવાનોને બુલિંગ - હિંસા સામે જાગૃત કરવાનો દિવસ

ઓસ્ટ્રેલિયામાં દર 5માંથી 1 યુવાન બુલિંગ અને હિંસાનો ભોગ બને છે ત્યારે દર વર્ષે 15મી માર્ચને ઓસ્ટ્રેલિયામાં નેશનલ ડે ઓફ એક્શન અગેઇન્સ્ટ બુલિંગ એન્ડ વાયોલન્સ તરીકે મનાવાય છે. આ વર્ષે દેશના 2.4 મિલિયન જેટલા વિદ્યાર્થીઓ આ દૂષણ સામે લડવાના શપથ લેશે.

bullying and violence

Source: Getty Images

15મી માર્ચ એટલે કે બુલિંગ અને હિંસા સામે પગલા લેવાનો રાષ્ટ્રીય દિવસ છેલ્લા આઠ વર્ષથી 15મી માર્ચે ઓસ્ટ્રેલિયામાં નેશનલ ડે ઓફ એક્શન અગેઇન્સ્ટ બુલિંગ એન્ડ વાયોલન્સ મનાવાય છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાની લગભગ 5726 શાળાઓના 2.4 મિલિયન જેટલા વિદ્યાર્થીઓ આ દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને બુલિંગ તથા હિંસા સામે એકજૂટ થઇને તેની સામે લડત લડવાની શપથ લેશે.

ઓસ્ટ્રેલિયામાં શાળામાં અભ્યાસ કરતા યુવાનોમાં બુલિંગ એટલે કે ધાક-ધમકી અને હિંસા જોવા મળે છે. એક સર્વે પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં દર 5માંથી 1 યુવા વિદ્યાર્થી બુલિંગ તથા હિંસાનો ભોગ બને છે. જ્યારે 3થી 5 ધોરણમાં અભ્યાસ કરતા બાળકોમાં પણ તેનું મહદઅંશે પ્રમાણ જોવા મળ્યું છે.
Bullying and violence
Source: Getty Images
ઓસ્ટ્રેલિયામાં આ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બુલિંગ અને હિંસાના પરિણામ, તેની ભોગ બનનાર વ્યક્તિ પર થતી અસર અને જો તેઓ બુલિંગનો ભોગ બનતા હોય તો કેવા પગલા લઇ શકાય તે અંગેની માહિતી મેળવે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યમાં શાળામાં અભ્સાસ કરતી વિદ્યાર્થીની તેના સહવિદ્યાર્થીઓ દ્વારા બુલિંગનો ભોગ બની હતી અને તે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને ગણતરીના જ કલાકોમાં જ 70,000 વખત જોવાયો હતો.
વીડિયોમાં જોવા મળ્યા મુજબ, બે વિદ્યાર્થીનીઓ ભોગ બનનાર વિદ્યાર્થીનીને હિંસાની ધમકી તથા તેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરી રહી હતી.
Bullying and violence
A schoolboy bullies a girl as other children watch in the school play yard. Source: Getty Images
ભોગ બનનાર વિદ્યાર્થીનીના પરિવારના જણાવ્યા પ્રમાણે, આ ઘટનાએ તે વિદ્યાર્થીનીને માનસિક રીતે હતાશ અને નિરાશ કરી દીધી હતી અને તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવી પડી હતી.

આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયાની શાળામાં બનતી બુલિંગ તથા હિંસાની ઘટનાઓ સામે યોગ્ય પગલા લેવાની માંગ વધી હતી. જેના પગલે, સરકારે 17 મિલિયન ડોલરનું ફંડ ફાળવીને પ્રસાર માધ્યમો દ્વારા માતા-પિતા, બાળકો અને શિક્ષકોને ઓનલાઇન સુરક્ષા તથા બુલિંગ અને હિંસા સામે વધુ જાગૃત કરવાના કાર્યક્રમો શરૂ કર્યા હતા. 

ઓસ્ટ્રેલિયાના બાળકોની સુરક્ષા અને સલામતી અંગે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના યુવાનો તથા બાળકો સહિત દેશમાં વસવાટ કરતા દરેક વ્યક્તિને પોતાની સુરક્ષાનો હક છે. ઓસ્ટ્રેલિયન સરકાર બાળકોની સલામતી માટે નવા રાષ્ટ્રીય સિદ્ધાંતો અમલમાં મૂકી રહ્યું છે જેના દ્વારા તમામ માતા-પિતાઓને પોતાનું બાળક સુરક્ષિત અને સલામત વાતવારણમાં ઉછરી રહ્યું હોવાનું આશ્વાસન પ્રાપ્ત થશે. 

ઉલ્લેખનીય છે કે નવા રાષ્ટ્રીય સિદ્ધાંતો ઓસ્ટ્રેલિયામાં બાળકોનો ઉછેર કરી રહેલી સંસ્થાઓને યોગ્ય માર્ગદર્શન આપશે અને તેમને બાળકોની સુરક્ષા અને સલામતી માટે જાગૃત કરશે. 

Anti-bullying resources can be found at www.bullyingnoway.gov.au, www.esafety.gov.au, www.studentwellbeinghub.edu.au and www.beyou.edu.au.

Share

Published

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
યુવાનોને બુલિંગ - હિંસા સામે જાગૃત કરવાનો દિવસ | SBS Gujarati