વિશ્વભરમાં માં શક્તિની આરાધના કરતા ઉજવતો ઉત્સવ છે નવરાત્રી. નવ દિવસ ચાલનારા આ તહેવારમાં દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
ગુજરાતીઓ વડે ઉજવવમાં આવતી નવરાત્રી કરતા દક્ષિણ ભારતમાં થતી ઉજવણી અલગ છે.
દક્ષિણ ભારતની ઉજવણીની પ્રથામાં કોઈ નિશ્ચિત થીમ આધારિત નાની - નાની મૂર્તિઓ ને એકી સંખ્યામાં ચડતા ક્રમમાં ગોલુ (સીડી) પર ગોઠવવામાં આવે છે.
ગોલુ (સીડી)ના પગથિયાં આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ પગથિયાં એ નિર્વાણ તરફ જવાનું પ્રતીક છે. સૌથી ઉપરના પગથીયાઓ પર ભગવાનની, દેવી -દેવતાઓની નાની પ્રતિમા રખાય છે. જયારે નીચેના પગથિયાં પર મનુષ્ય, પશુ ,પક્ષી, ફળ -ફૂલની મૂર્તિઓ મુકવામાં આવે છે. વચ્ચેના ભાગમાં કોઈ થીમ મુજબ મૂર્તિઓની ગોઠવણી હોય છે પણ તેમાં મોટાભાગે મનુષ્યની રોજબરોજ ની ઘટનાઓનું પ્રતીક હોય છે.
નવરાત્રીની દરરોજ સાંજે માતાજીની આરતી અને પૂજા કરવામાં આવે છે, હલ્દી કુમકુમ કરવામાં આવે છે, કુમારિકાને ભેટ આપી જમાડવામાં આવે છે. સાગા સંબંધીઓ અને મિત્રો એકબીજાને નવરાત્રીની વધામણી પણ આપે છે.
નવરાત્રી માટે ગોલુની સજાવટ એ પરિવાર માટે ખુશીનો પ્રસંગ છે, આ સજાવટની પ્રથા ક્યાંક નાતાલ ના ક્રિસ્મસટ્રી ની સજાવટ થી મળતી આવે છે.
આ રહી કેટલીક તસવીરો નવરાત્રીમાં સજાવેલા ગોલુ (સીડી)ની:

Source: Maha Ganapati Temple of Arizona

Source: Penmai Facebook

Source: Latha Raja
Share

