આજની દુનિયા એ ઇન્ટરનેટ પર ખુબ આધારિત છે. જેમ આપણે સૌ જાણીએ છીએ કે વેબસાઈટ જેવી આપણા મોબાઈલ કે કમ્યુટરના સ્ક્રીન પર દેખાય છે તેવી વાસ્તવિક રીતે નથી હોતી. આ વેબસાઈટ એ જાવા, સી- શાર્પ અને રુબી જેવી પ્રોગ્રામિંગ ભાષાઓ વડે બનાવાયેલ બ્લોક નો સમૂહ છે.જેથી ઈન્ટરનેટ પર આપણે વેબસાઈટનું આ સ્વરૂપ જોઈ શકીએ છીએ.
પણ, આ પ્રોગ્રામિંગ ભાષાઓ પર કૌશલ ધરાવતી મહિલાઓ કરતા પુરુષોની સાંખ્ય વધુ છે.
" કોડ લાઈક આ ગર્લ" આ નામ જ તેના કાર્યક્ષેત્ર ની વ્યાખ્યા કરી દે છે. આ લઘુ ઉદ્યોગ ના સહસ્થાપક એલી વોટ્સન સમજાવે છે કે આ ભાષા કેવી રીતે કામ કરે છે. એલીના મત મુજબ આ ટેક્નોલોજી ક્ષેત્રે વધુ વિવિધતાની જરૂર છે.
" મોટાભાગની ભાષાઓ અંગેજીભાષા સમાન છે. દરેક ભાષાના મૂળ નિયમો તો સમાનજ હોય છે જેમકે તમે નામ, વિશેષણ, વાક્ય હોય. આજ પ્રકારના નિયમો પ્રોગ્રામિંગ ભાષામાં પણ મોજુદ છે."
" શ્રેષ્ઠ પરિણામ અને શ્રેષ્ઠ વસ્તુ બનાવવા માટે વિવિધ સમુદાયના લોકોની જરૂર છે."
ઉદ્યોગના અન્ય સહસ્થાપક માર્સેલીન એલીની વાત થી સહમતી દર્શાવતા કહે છે કે
"મને આ ક્ષેત્રે રસ જાગ્યો કેમકે મેં ડિજિટલ એજન્સી થી કામ કરવાની શરૂઆત કરી હતી અને મેં જોયું કે વાસ્તવિકતામાં માર્કેટિંગ અને વસ્તુના સર્જન માં, ટેક્નોલોજીના સર્જન વચ્ચે બહુ અંતર હતું ."
માર્સેલીન મલ્ટીમીડિયાના વિદ્યાર્થીની હતા અને તેમના વર્ગ માં તેઓ 5 જ વિદ્યાર્થીનીઓ હતી, જ્યારે એલી કમ્પ્યુટર સાયન્સ ના વિષયરથીની હતા અને તેમના વર્ગ માં ફક્ત11 જ વિદ્યાર્થીનીઓ હતી.
આથીજ તેઓએ મહિલાઓ માટે વિઘ્ન દૂર કરવાનું નક્કી કર્યું અને એક જ વર્ષ માં તેઓએ મહિલાઓ માટે એક નેટવર્ક ઉભું કર્યું જ્યાં તેઓ કોડિંગ શીખી શકે.
તેમાં જેવી જ એક કોડિંગ શીખવામાં રસ ધરાવનાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીની ચેન્ગ ચુવાએ જયારે "કોડ લાઈક આ ગર્લ "ની કાર્યશાળાની જાહેરખબર જોઈ તો તેણીએ તરત જ આ તક ઝડપી લીધી
"મારે જેવી ઘણી છોકરીઓને કોડિંગ શીખવું છે પણ પુરુષોના આધિપત્ય ધરાવતા આ ક્ષેત્ર માં જતા ખચકાય છે."
વેબ ડિઝાઇનિંગ માં રસના કારણે ચેન્ગને કોડિંગ શીખવા માટે પ્રેરણા મળી
માર્સેલીનના માનવા મુજબ આ કૌશલથી અંતર રાખવાના બદલે મહિલાઓ એ આ ક્ષેત્રને આકાર આપવો જોઈએ
" ટેક એ ભવિષ્ય છે, આપ ચાહે કોઈપણ ક્ષેત્ર માં કામ કરવા ઇચ્છતા હોવ, દરેક ક્ષેત્ર માં ક્યાંક ને ક્યાંક ટેક્નોલોજી જોડાયેલ જ છે. આપ આ કૌશલ શીખી ને વેબસાઈડ ડેવલપર કે એપ ડેવલપર બનીશકો છો કે પછી પોતાનો વ્યવસાય શરુ કરી શકો છો."
આ લઘુ ઉદ્યોગ આર્થિક રીતે સહયોગ અને સ્પોન્સરશિપ પર આધાર રાખે છે. તેના દ્વારા યોજાતી કાર્યશાળા માં 100 થી વધુ લોકો એ ભાગ લીધો છે. "કોડ લાઈક આ ગર્લ" ની ભાવિ યોજના વિષે એલી કહે છે કે ,
" તેઓ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસક્રમ ના માધ્યમ થી કોડિંગ અંગે જાગૃતિ લાવવા ઈચ્છે છે. વિદ્યાર્થીઓ ને નાનપણ થીજ જો આ ક્ષેત્ર સાથે જોડવામાં આવે તો તેમની કારકિર્દી માટે નો સ્કોપ વધી જાય છે "
પણ હાલમાં તો ચેન્ગ જેવા વિદ્યાર્થીઓની મદદ થી તેમનું નેટવર્ક વિકસી રહ્યું છે.
Share

