ઉદ્યોગ સાહસિકોને આકર્ષવા માટે એક નવી વિસા શ્રેણી હેઠળ અરજી કરવાની શરૂઆત થઇ ગઈ છે.
ઇમિગ્રેશન અને સીમા સુરક્ષા મંત્રી પીટર ડટ્ટને જણાવ્યું છે કે સરકાર વડે આર્થિક વિકાસ માટે નવીનતા પર ધ્યાન કેન્દ્રિત થઇ રહ્યું છે. જેનો એક ભાગ ઉદ્યોગ નવીનતા અને નિવેશ વિસા યોજના પણ છે
"નવા ઉદ્યોગસાહસિકોના વિસા, એ એવા ઉદ્યોગસાહસિકોને કાયમી નિવાસી (બનવાનો) માટેનો એક માર્ગ પૂરો પડે છે જેમની પાસે થર્ડ પાર્ટી પાસે થી $200,000નું ખાસ ભંડોળ ઓસ્ટ્રેલિયામાં વિકાસ અને તેમના નવીન વિચારોના વ્યાપાર માટે હોય." - પીટર ડટ્ટન
ઓસ્ટ્રેલિયામાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જીનીયરીંગ કે ગણિત જેવા વિષયોમાં સંશોધનની લાયકાત ધરાવતા કે પોસ્ટગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા વિદેશી છાત્રો ઓસ્ટ્રેલિયામાંજ રહે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા સ્કિલ માઈગ્રેશન માટે જરૂરી પોઇન્ટ ટેસ્ટમાં પણ બદલાવ કરાયો છે.
STEM વિષયો સાથે સ્નાતક થયેલ વિદ્યાર્થીને સ્કિલ માઈગ્રેશન યોજના હેઠળ વધારાના પોઈન્ટ્સ આપવામાં આવશે. આ પગલાંથી તેમના ઓસ્ટ્રેલિયામાં કાયમી નિવાસી બનવાની તકમાં વધારો થશે.
ઉદ્યોગ,નવીનતા અને વિજ્ઞાન મંત્રી ગ્રેગ હન્ટે જણાવ્યું કે આ શરૂઆતોથી સરકારની રાષ્ટ્રીય નવીનતા અને વિજ્ઞાનની નીતિને ટેકો મળશે.
"આવી પહેલથી ઓસ્ટ્રેલિયામાં નવીનતા ક્ષેત્રે સંશોધન અને નવા વિચારોના વ્યાપારીકરણથી પ્રોત્સાહન પૂરું પડી શકાશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા વિષયોમાં અનુસ્નાતક થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાંજ રહેવા પ્રોત્સાહન મળશે ."- ગ્રેગ હન્ટે