નવી વધુ વ્યાપક એન્ટી બુલિંગ રણનીતિ હેઠળ જાહેર શાળાઓમાં સેફ સ્કૂલ કાર્યક્રમને બદલે નવો કાર્યક્રમ અમલમાં મુકવામાં આવશે, આ વાતની પુષ્ટિ ન્યુ સાઉથવેલ્સ સરકાર વડે કરવામાં આવી છે.
આ વર્ષે જુલાઈ મહિનાથી અમલમાં આવનાર નવા કાર્યક્રમ હેઠળ LGBTQI સમુદાયના વિદ્યાર્થીઓને પૂરતો સહયોગ અને મદદ પુરી પાડવામાં આવશે.
વર્તમાન કાર્યક્રમમાં શીખવવામાં આવતી વિગતો અને તેના વ્યાપ અંગે કેટલાક રાજકીય પક્ષો - નેતાઓ વડે ટીકા કરવામાં આવી હતી.
ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબટે આ પગલાંને આવકારતા ટ્વીટ કર્યું હતું કે
લિબરલ સેનેટર જેન હ્યુમે આ અંગે શકાય ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમને જરૂરત પ્રમાણે ફરીથી આકાર આપવો એ રાજ્ય સરકારની જવાબદારી છે.
વર્ષ 2013માં આ કાર્યક્રમને લેબર સરકાર વડે અનુદાન આપવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ ઓસ્ટ્રેલિયાભારની 500 શાળાઓમાં અમલમાં મુકાયો હતો. કેટલાક ગઠબંધનના સાંસદોએ આ કાર્યક્રમની ટીકા કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમની વિગતો ખુબ જાતીય બાબતો શીખવાડે છે.
વિરોધપક્ષના નેતા બિલ શોર્ટને કહ્યું હતું કે વિરોધીઓ આ કાર્યક્રમને રાજકીય લાભ માટે ઉછાળે છે.આ કાર્યક્રમ ફૂટબોલ સમાન બની ગયો છે. એ ધ્યાન રાખવી જરૂરી છે કે શાળાએ જતા બાળકો જાતીય આધારે બુલી ન થાય અને સલામત રહે.
લેબરપક્ષના અમાન્ડા રિશવર્થે એ બી સી ને જણાવ્યું હતું કે આ કાર્યકમના વર્તમાન સ્વરૂપમાંજ ઘણો લાભદાયક છે.
લિબરલ સંસદ જેમ્સ પેટ્ટરસને એ બી સી ને જણાવ્યું હતું કે, વધુ વિદ્યાર્થીઓના લાભાર્થે આ કાર્યક્રમનો વ્યાપ વધારવો રહ્યો.
ગે અને લેસ્બિયન સમુદાયના સભ્યો અને સમર્થકોએ સેફ સ્કૂલ કાર્યક્રમની ટીકાનો અસ્વીકાર કર્યો છે. પેરેન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ ઓફ લેસ્બિયન એન્ડ ગેના રાષ્ટ્રીય પ્રવક્તા શેલી અર્જન્ટે કહ્યું હતું કે લેસ્બિયન અને ગે બાળકો માટે આ કાર્યક્રમ ખુબ મહત્વની ભૂમિકામાં સમર્થન આપતો રહ્યો છે.