ઇમિગ્રેશન મંત્રી પીટર ડટ્ટને આ સપ્તાહે ઓસ્ટ્રેલિયન સંસદમાં નાગરિકત્વ માટેની પરીક્ષા અંગે ચર્ચા કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ નાગરિક બનવાની ઈચ્છા ધરાવતા માઈગ્રન્ટ ઓસ્ટ્રેલિયન સમુદાય સાથે સંવાદિતતા ધરાવે છે કે નહિ , તેઓ એ ઓસ્ટ્રેલિયાના મૂલ્યો અને સભ્યતાને અપનાવ્યા છે કે નહિ - નવી પરીક્ષા પ્રણાલીમાં આ મુદ્દાઓ કેન્દ્રમાં હશે.

Practice test question Source: www.border.gov.au/Citizenship/Pages/Practice_Test_1.swf
જો નવી પરીક્ષા પ્રણાલીને મજૂરી મળશે તો આ એક મોટો બદલાવ હશે. વર્ષ 2006માં શ્રી જ્હોન હોવર્ડ વડે અમલમાં મુકાયેલ - વર્તમાન પરીક્ષા પ્રણાલીમાં ઓસ્ટ્રેલિયન સરકારની વ્યવસ્થા, નિયમો - કાનુનો અને લોકશાહી માન્યતાઓ કેન્દ્ર સ્થાને છે.
નવી પરીક્ષા પ્રણાલી ઉપર્યુક્ત મુદ્દાઓના બદલે વ્યક્તિની નોકરી - રોજગારની વિગતો, તેમની તથા તેમના પરિવારજનોની અંગ્રેજી ભાષા ક્ષમતા, અંગ્રેજી શીખવાના પ્રયાસ, બાળકોના શિક્ષણ જેવા પ્રશ્નો આધારિત હશે.