26મી જાન્યુઆરી નજીક આવી રહી છે ત્યારે એન આઈ ટીવીના #AlwaysWillBe કાર્યક્રમ હેઠળ આજના સમયમાં ઓસ્ટ્રેલિયન હોવાનો મતલબ શું છે? તે અંગે રાષ્ટ્રવ્યાપી ચર્ચાને પ્રોત્સાહિત કરવા આ ગીત બનાવાયું છે.
વિચારોને પડકારે તેવી દસ્તાવેજી ફિલ્મ્સ, ફિલ્મ્સ, સમાચાર , પોડકાસ્ટ, પબ્લિક ઇવેન્ટ અને અન્ય માધ્યમો વડે એન આઈ ટીવી રાષ્ટ્રીય પર્વના દિવસને લઈને ઓસ્ટ્રેલિયનોને ઇન્ડિજીનીયસ લોકોનો પક્ષ સાંભળવા અને સમજવા આમન્ત્રિત કરે છે.
વર્ષ 1994 સુધી નિયમિત રીતે ઓસ્ટ્રેલિયા દિવસની ઉજવણી ઓસ્ટ્રેલિયાભરમાં 26મી જાન્યુઆરીના રોજ નહોતી થતી. ઘણા ઇન્ડિજીનીયસ ઓસ્ટ્રેલિયનો માટે આ દિવસ શોકનો દિવસ છે, તો કેટલાક પૂછે છે કે શા માટે આ તારીખ ન બદલવી જોઈએ?
ઓસ્ટ્રેલિયન હિપહોપ કલાકારો નુકી, બર્ડ્સ (નાથન બર્ડ), ઉર્થબોય(ધ હર્ડ ), થન્ડમેન્ટલ્સ (ટૂંકા અને જેસવૉન), એલ -ફ્રેશ ધ લાયન, તાસ્માન કેઇથ, ઓઝી બાટલા, કાયલાહ ટ્રુથ, કોડ કન્ડક્ટ (એરિકા અને સેલી) અને હાઉ (કૂલીસમ )એ શા માટે ઓસરેલીયા દિવસની તારીખ બદલવી જોઈએ એ અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે.
એન આઈ ટીવીના ચેનલ મેનેજર તાન્યા ઓરમાનનું કહેવું છે કે એન આઈ ટીવી એ ઇન્ડિજીનીયસ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર લોકોના અવાજ સમાન છે. જયારે આ સમુદાયો વડે 26મી જાન્યુઆરીને અવસર નથી માનવામાં આવતો તેવામાં એન આઇટીવી નો પ્રયાસ છે કે આ મુદ્દે વ્યાપક ચર્ચા વિચારણા થવી જોઈએ .
વર્ચ્યુઅલ રિયાલિટીના અનુભવનું નિર્દેશન - દિગ્દર્શન ઓલ એબોરિજિનલ ટિમ વડે કરવામાં આવ્યું છે. ઇન્ડિજીનીયસ સમુદાયની નવી પેઠીના સશક્તિકરણ માટે એન આઈ ટીવી પ્રતિબદ્ધ છે.
'ચેન્જ ધ ડેટ "ગીત ફ્રી માં ડાઉનલોડ કરી શકાય છે આ માટે ક્લિક કરો - http://www.sbs.com.au/nitv/always-will-be
વર્ચ્યુઅલ રિયાલિટી માટે SBS VR app , એન આઈ ટીવીના ફેસબુક અને યુટ્યૂબની મુકાલાત લઇ શકાય.
એપલ એ ઓ એસ અને ગુગલ એન્ડ્રોઇડ પરથી SBS VR app , ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે.(Click here for information on what it is and how it works (with Google Cardboard) )
ચેન્જ ધ ડેટ પ્રોજેક્ટ સ્ટાર વી આરની ભાગીદારી સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
#AlwaysWillBeના માધ્યમથી આપ આ ચર્ચામાં જોડાઈ શકો છો.
Share

