વિશ્વભરના વૉટ્સએપ વાપરનારાઓની માંગણીને ધ્યાનમાં રાખી અંતમાં વૉટ્સએપ વડે વીડિયોકોલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વૉટ્સએપ બીટા વર્ઝનની ચકાસણી કરી રહ્યું હતું. હવે આ બીટા વર્ઝન સાથે વિડીયો કોલિંગ સુવિધા શરુ કરવામાં આવી છે.
વૉટ્સએપ પર વિડીયો કોલ કેવી રીતે કરવા :
જો આપ નિયમિત અપડેટ ડાઉનલોડ કરશો તો વૉટ્સઍપનું આ નવું ફીચર સરળતાથી વાપરી શકાશે અથવા આપે વૉટ્સઍપનું બીટા વર્ઝન ડાઉનલોડ કરવું પડશે .
વિડીયો કોલ કરવા માટે સ્ટેપ્સ :
- વૉટ્સએપમાં કોન્ટેક્ટ ખોલો
- જે વ્યક્તિ સાથે વિડીયો ચેટ કરવી હોય તેના પર ટેપ કરો
- જમણીબાજુ ઉપર ફોનનું સિમ્બોલ છે તેના પર ક્લિક કરો
- વોઈસકોલ કે વિડીયો કોલ ની પસંદગી કરો
- અને વિડીયો કોલ કરો
વૉટ્સએપના વિડીયો કોલિંગની ખાસિયત છે કે તે ક્રોસ પ્લેટફોર્મ સેવા પુરી પડે છે. આ ઉપરાંત આ સેવા ઈન્ક્રિપ્ટેડ છે જેથી કોઈ અનધિકૃત વ્યક્તિ તેનો ઉપયોગ ન કરી શકે - આપની વિગતો ન જાણી શકે. આ ખાસ ફીચર ના કારણે વૉટ્સએપ કોલિંગ અન્ય વિડીયો કોલીગ સેવાઓ જેમકે ફેસબુક ,સ્કાઇપ , વાઇબર અને ગુગલ હેન્ગ આઉટ કરતા ચડિયાતી છે. 

Source: Whatsapp Blog
ખાસ નોંધ - આપ વૉટ્સએપ વિડીયો કોલ તેજ વ્યક્તિ સાથે કરી શકશો જેમને આ સેવા માટે અપડેટ કર્યું હોય. જો સામેની વ્યક્તિએ આ અપડેટ નહિ કરી હોય તો વૉટ્સએપ સામાન્ય વોઇસ કોલ કરશે. અને જો આપે સફળ વિડીયો કોલ કર્યો હશે તો આપને સેવાની રેટિંગ પૂછતું સ્ક્રીન આવશે .

Source: Harita Mehta
વૉટ્સએપ વડે અધિકૃત બ્લોગમાં લખાયું છે કે," ઘણી વાર મેસેજ કે વોઇસ કોલ થી વધુ વ્યક્તિને સામે જોઈ વાત કરવી જરૂરી હોય છે અને તેથી જ અમે આ નવી સેવા ઉપલબ્ધ કરાવી છે. પોતાના વિદેશ રહેતા પરિવારજનોનો ચહેરો જોઈને વાત કરવાનો અન્ય વિકલ્પ હોઈ જ ન શકે. આ આનંદ અમે તમામ ઉપભોગતાઓને આપવા ઇચ્છીએ છીએ."
Share

