ગુજરાત કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકાશે

ગુજરાત કાર્ડ ધારક વ્યક્તિને સરકાર દ્વારા ગુજરાતની સ્થાનિક કચેરીઓના વહીવટી કાર્યોમાં પ્રાધાન્ય આપવામાં આવે આવશે

Gujarat Card

Source: Gujarat government website

વિદેશમાં કે અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ રાજ્યના વિકાસમાં સહભાગી બને અને તેમના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી શકે એ માટે સરકાર દ્વારા 'ગુજરાત કાર્ડ ' આપવામાં આવે છે.

ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેર કરેલ અધિકારીક નિવેદનમાં જણાવ્યું કે, "આ કાર્ડ વિદેશમાં વસતા બિન નિવાસી ગુજરાતીઓ ઘેર બેઠા મેળવી શકે તેવા ઉદ્દેશથી આ સેવા ઓનલાઇન કરવામાં આવી છે."
વર્તમાન વ્યવસ્થા મુજબ વ્યક્તિએ પોતે ગુજરાત કાર્ડ માટેની અરજી અને અન્ય દસ્તાવેજો આપવાના હોય છે, આવું કરવું મોટાભાગના NRGs. માટે સમયના અભાવને કારણે અઘરું બને છે.

મંત્રી શ્રી એ જારી કરેલ નિવેદનમાં જણાવ્યું છે કે, " હવે તેઓ ઓનલાઇન અરજી કરી શકે છે, અને કાર્ડ તેમણે જણાવેલ સરનામાં પર પોસ્ટ કરી દેવામાં આવશે."

ઓનલાઇન ગુજરાત કાર્ડ મેળવવા માટે - www.nri.gujarat.gov.in પર મુલાકાત લઇ અરજીપત્રક ભરી, જરૂરી દસ્તાવેજો જોડી અરજી કરવી.
Gujarat Card
Source: screen


કાર્ડનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને ગુજરાતી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા - પોતાના જ્ઞાન, કૌશલનો ગુજરાત કાર્ડ આપવામાં આવે છે. અત્યારસુધીમાં 20975 જેટલા ગુજરાત કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં 2033 NRI ગુજરાત કાર્ડ અને 18972 NRG ગુજરાત કાર્ડ છે.

રાજ્યમાં બેન્કિંગ અને નાણાક્ષેત્રે, સામાયિક ક્ષેત્રે, હોટલ અને આતિથ્ય સત્કાર ક્ષેત્રે, જવેલરી, હેન્ડલુમ- હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રે, કાયદા, રિયલ એસ્ટેટ અને પ્રવાસન જેવા ક્ષત્રો સાથે જોડાયેલ 600 થી વધુ સંસ્થાનોમાં ગુજરાત કાર્ડ ધરાવતી બિન નિવાસી ગુજરાતી વ્યક્તિને ડિસ્કાઉન્ટ  આપવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત કાર્ડ ધારક વ્યક્તિને સરકાર દ્વારા ગુજરાતની સ્થાનિક કચેરીઓમાં કરવાના વહીવટી કાર્યોમાં પ્રાધાન્ય આપવામાં આવે છે.

ગુજરાત કાર્ડનું ઔચિત્ય શું?

નામ જાહેર ન કરવાની શરતે સાથે વાત કરતા વિદેશમાં વસતા ગુજરાતીઓની પ્રતિષ્ઠિત સંસ્થાના હોદ્દેદારે ગુજરાત કાર્ડના ઔચિત્ય વિષે- તેની યથાર્થતા વિષે પ્રશ્નાર્થ કર્યો. તેઓએ જણાવ્યું કે, " હું આ ઓનલાઇન પહેલનું સ્વાગત કરું છું, પણ મને આ ગુજરાત કાર્ડના મહત્વ કે તેની યથાર્થતા સમજમાં નથી આવતી. મારી પાસે એક દાયકાના સમયથી વધુ થી ગુજરાત કાર્ડ છે, જેનો કોઈપણ પ્રકારનો લાભ મને નથી મળ્યો કે નથી અનુભવાયો. આ કાર્ડ ફક્ત મને ગુજરાતી તરીકે ઓળખ આપે છે, મને તેની જરૂર જ નથી કેમકે મારા ગુજરાતીપણાનો પરચો એમજ લોકોને મળી જાય છે."
તેઓએ ઉમેર્યું કે, " જ્યારે પણ હું ગુજરાત જાઉં ત્યારે અમુક કામ માટે મારે ગુજરાતના મંત્રીશ્રીઓને મળવા જવાનું થાય, અને ગુજરાત કાર્ડ હોલ્ડર હોવા છતાંય, અપોઈન્ટમેન્ટ હોવા છતાંય, મારે મંત્રીશ્રીઓને મળવા 5 થી 6 કલાક રાહ જોવી પડી છે. ગુજરાતી સરકારી કચેરીઓની ટેબલ દર ટેબલ જવું પડ્યું છે, કોઈએ પ્રાયોરિટી નથી આપી."
તેઓ અંતમાં કહે છે કે, " સરકારે જો ડિસ્કાઉન્ટ  આપવું જ હોય તો મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે આપો, કે કોઈ સારી જગ્યાના સરકારી ગેસ્ટ હાઉસમાં કે જાણીતી દુકાનો કે પ્રતિષ્ઠાનોમાં આપો. સરકારે આ કાર્ડ હેઠળ જે સંસ્થાનો પસંદ કર્યા છે તેમના નામ પણ લોકોએ ભાગ્યેજ સાંભળ્યા હશે. "


Share

Published

Updated

By Harita Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service