ગ્રેટર સિડની, બ્લૂ માઉન્ટેન્સ અને વોલોન્ગોંગ સ્થાનિક સરકારી વિસ્તારમાં રહેતા લોકો માટે ઘરે રહેવાનો આદેશ અમલમાં છે. પરંતુ, જેમ - જેમ રસીકરણની સંખ્યા વધી રહી છે, નિયંત્રણો પણ હળવા થઇ રહ્યા છે.
20મી સપ્ટેમ્બરથી મંજૂરી મેળવનારા કર્મચારીઓ અને પરમીટ સિવાય સિડનીના પશ્ચિમ તથા દક્ષિણપશ્ચિમ ભાગમાં આવેલા 12 સ્થાનિક સરકારી વિસ્તારોમાં ગ્રેટર સિડની જેવા જ નિયંત્રણો અમલમાં રહેશે.
- આઉટડોર કસરત તથા મનોરંજન માટે સમયની પાબંધી રહેશે નહીં.
- રસીનો બંને ડોઝ લેનારા લોકો 5ની સંખ્યામાં આઉટડોર સ્થળે મળી શકશે. (પાંચ લોકોની યાદીમાં 12 કે તેથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થશે નહીં) આ મેળાવડા વ્યક્તિના સ્થાનિક સરકારી વિસ્તાર અથવા 5 કિલોમીટરની અંદર કરવા જરૂરી છે.
- ખરીદી, કસરત તથા આઉટડોર મનોરંજન 5 કિલોમીટરની અંદર અથવા વ્યક્તિના સ્થાનિક સરકારી વિસ્તારમાં કરવું જરૂરી છે.
- ગ્રેટર સિડનીમાં મહેમાન તરીકે 11 વ્યક્તિ લગ્નમાં હાજરી આપી શકે છે.
- સૌથી વધુ અસરગ્રત વિસ્તારમાં રહેતી વ્યક્તિ ગ્રેટર સિડનીમાં રહેતી વ્યક્તિની મદદ માટે અથવા સારસંભાળ લેવા જઇ શકશે. અને સિડનીના અન્ય વિસ્તારોમાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ જઈ શકાશે.

કસરત માટેના એક કલાક ઉપરાંત આ છૂટછાટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમે રસી લીધી છે તે માટેનું પ્રમાણપત્ર દરેક સમયે તમારી સાથે રાખવું જરૂરી છે.
રીજનલ ન્યૂ સાઉથ વેલ્સ
રીજનલ ન્યૂ સાઉથ વેલ્સના કેટલાક ભાગો કે જ્યાં છેલ્લા 14 દિવસમાં કોવિડનો એકપણ ચેપ ન નોંધાયો હોય તેવા વિસ્તારોને ઓછા જોમખી વિસ્તારોની યાદીમાં મૂકવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં 11મી સપ્ટેમ્બરથી લોકડાઉન હટાવવામાં આવ્યું છે, પરંતુ કેટલાક નિયંત્રણો અમલમાં રહેશે.
રીજનલ સ્થાનિક સરકારી વિસ્તારોમાં ઘરે જ રહેવાનો આદેશ હટાવવામાં આવ્યો છે ત્યાં...
- ઘરની 5 લોકો મુલાકાત લઇ શકશે (મર્યાદામાં 12 વર્ષ કે તેથી નાના બાળકોનો સમાવેશ થતો નથી)
- આઉટડોરમાં 20 લોકો સુધીની મર્યાદામાં ભેગા થઇ શકાશે.
- હોસ્પિટાલિટી, રીટેલ સ્ટોર અને જીમ કેટલાક નિયંત્રણો સાથે કાર્ય કરી શકશે.
મેટ્રોપોલિટન સિડનીનો નક્શો

70 અને 80 ટકા રસીકરણ બાદ વધુ નિયંત્રણો હળવા થશે
રસીકરણની સંખ્યા વધશે ત્યારે બંને ડોઝ લેનારા લોકો માટે વધુ નિયંત્રણો હળવા કરવામાં આવશે.
ન્યૂ સાઉથ વેલ્સની સરકારે જણાવ્યું છે કે જ્યારે 70 ટકા વસ્તી બંને ડોઝ મેળવી લેશે ત્યારે બંને ડોઝ લેનારા લોકો માટે પારિવારીક, ઔદ્યોગિક, સામુદાયિક અને આર્થિક નિયંત્રણો ઉઠાવવામાં આવશે.
તેમાં જણાવવામાં આવ્યું હતું કે બંને ડોઝ મેળવી લેનારા વયસ્ક લોકો માટે ઘરે જ રહેવાનો આદેશ રાજ્ય બંને ડોઝ મેળવવાના 70 ટકાનો લક્ષ્યાંક હાંસલ કરી લેશે ત્યાર બાદના સોમવારથી ઉઠાવવામાં આવશે.
રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો તથા આરોગ્યલક્ષી છૂટછાટ મેળવનારા લોકોને જ Reopening NSW roadmap અંતર્ગત વધુ છૂટ આપવામાં આવશે.
80 ટકા રસીકરણનો લક્ષ્યાંક મેળવ્યા બાદ ઔદ્યોગિક, સામુદાયિક અને આર્થિક નિયંત્રણો વધુ હળવા કરવામાં આવશે. તે અંગેની વિગતો હજી જાહેર થઇ નથી.
ગ્રેટર સિડની, સેન્ટ્રલ કોસ્ટ, શેલહાર્બર, બ્લૂ માઉન્ટેન્સ અને વોલોન્ગોંગનો નક્શો

તમે કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી 60થી વધુ ભાષામાં SBS.com.au/Coronavirus પરથી મેળવી શકો છો.

