ભારતીયમૂળના નેતા ડેનિયલ મૂખીએ ભગવદ્ ગીતા પર હાથ મૂકી શપથ ગ્રહણ કર્યા

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં ચૂંટણી બાદ સત્તામાં આવનારા લેબર પક્ષ તરફથી પ્રીમિયર ક્રિસ મિન્સ, ડેપ્યુટી પ્રીમિયર પ્રૂ કાર, ટ્રેઝરર ડેનિયલ મૂખીએ શપથ ગ્રહણ કર્યા.

1.jpg

Daniel Mookhey has been sworn in on the Bhagavad Gita. (AAP)

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં 25મી માર્ચે યોજાયેલી ચૂંટણીમાં લેબર પક્ષે વિજય મેળવ્યો છે.

અને, પક્ષના નેતા ક્રિસ મિન્સે જીત બાદ મંગળવારે રાજ્યના 47મા પ્રીમિયર તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

મિન્સ તથા ચૂંટાયેલા મંત્રીઓએ સિડની ખાતે રાજ્યના ગવર્નર માર્ગરેટ બિઝલી સમક્ષ શપથ લીધા હતા.
Newly elected ministers of the NSW. (AAP)
Newly elected ministers of the NSW. (AAP)
ઉલ્લેખનીય છે કે લેબર પક્ષે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં 12 વર્ષ બાદ સત્તા મેળવી છે.

અને, આ ચૂંટણીમાં કેટલાક ભારતીયમૂળના ઉમેદવારો પણ વિજયી બન્યા છે.

ચૂંટણીમાં વિજય મેળવનારા ભારતીયમૂળના ઉમેદવારો પર એક નજર કરીએ...
પ્રૂ કાર

પ્રૂ કાર લેબર પક્ષના પ્રથમ હરોળના નેતા છે અને વિજય બાદ તેઓ રાજ્યના ડેપ્યુટી પ્રીમિયર બન્યા છે.

પ્રૂ કારને ભારતીય તથા ફ્રેન્ચ વારસો મળ્યો છે. તેમના દાદા ફ્રેન્ચમૂળ ધરાવે છે અને તેમના પિતા ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના દુર્ગાપુર શહેરના હતા.

તેથી જ, પ્રૂ કાર તેમના પિતા તરફથી ભારતીય વારસો ધરાવે છે.
4.jpg
NSW Deputy Premier and Education Minister Prue Car is officially sworn in by NSW Governor Margaret Beazley at Government House in Sydney, Tuesday, March 28, 2023. (AAP Image/Dan Himbrechts)
પ્રૂ કારનો ઉછેર પશ્ચિમ સિડનીમાં થયો છે.

વર્ષ 2015માં પ્રૂ કારે લંડનડેરી સીટ પરથી વિજય મેળવ્યા બાદ તેમણે આ સીટ જાળવી રાખી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં પ્રૂ કારને કેન્સર નિદાન થયું હતું અને તેમણે સારવાર માટે અમુક સમય સુધી સક્રીય રાજકારણમાંથી વિરામ લીધો હતો.

ડેનિયલ મૂખી

ભારતીયમૂળના ડેનિયલ મૂખી ન્યૂ સાઉથ વેલ્સના નવા ટ્રેઝરર બન્યા છે.

તેઓ ટ્રેઝરર તરીકેની જવાબદારી સંભાળનારા ભારતીયમૂળના પ્રથમ વ્યક્તિ બન્યા છે.
2.jpg
NSW Treasurer Daniel Mookhey is officially sworn in with the Bhagavad Gita by NSW Governor Margaret Beazley at Government House in Sydney, Tuesday, March 28, 2023. (AAP Image/Dan Himbrechts)
મંગળવારે તેમણે હિન્દુ ધર્મના પવિત્ર પુસ્તક ભગવદ્ ગીતા પર હાથ મૂકીને શપથ ગ્રહણ કર્યા હતા.

અગાઉ વર્ષ 2015માં ડેનિયલ મૂખી ભગવદ્ ગીતા પર હાથ મૂકીને શપથ લેનારા પ્રથમ સાસંદ બન્યા હતા.

સક્રીય રાજકારણ અંગે તેમણે અગાઉ જણાવ્યું હતું કે, દેશમાં નવા સ્થાયી થતા લોકોએ એ સમજવું જોઇએ કે ઓસ્ટ્રેલિયામાં દરેક વ્યક્તિ સાથે સમાન દ્રષ્ટિએ વ્યવહાર કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, તેઓ કેટલા સમયથી દેશમાં વસવાટ કરી રહ્યા છે તે ધ્યાનમાં લેવામાં આવતું નથી. લોકોએ યાદ રાખવું જોઇએ કે નેતા પ્રજા માટે કામ કરે છે, પ્રજા નેતા માટે નહીં.

કરિશ્મા કાલીયાન્ડા

કરિશ્મા કાલીયાન્ડા ન્યૂ સાઉથ વેલ્સ સંસદની લેજીસ્લેટીવ એસેમ્બલીમાં પસંદ થયા છે. તેઓ આ સિદ્ધિ મેળવનારા ભારતમાં જન્મેલા પ્રથમ ભારતીય-ઓસ્ટ્રેલિયન નેતા બન્યા છે.
Charishma.jpeg
Labor candidate for Liverpool Charishma Kaliyanda. Credit: Labor Party website
કરિશ્મા 4 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને પશ્ચિમ સિડનીમાં તેમનો ઉછેર થયો છે.

તેઓ વ્યવસાયિક ધોરણે આરોગ્યક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે.

કરિશ્માએ લેબર પક્ષ તરફથી લિવરપુલ બેઠક પરથી ચૂંટણી જીતી છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share

Published

Updated

By Vatsal Patel
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service