SKIP TO MAIN CONTENT

ભારત ટ્રેડ મિશન પર જશે ન્યુ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિયસ બેરેજિકલીઅન

વૈશ્વિક સ્તરે ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે ભારત આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબધો વધુ મજબૂત બને તેવા ઉદેશથી ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના પ્રીમિયર ગ્લેડિયસ બેરેજિકલીઅન 16મી એપ્રિલથી ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત પાંચ દિવસની રહેશે, આ દરમિયાન તેઓ મુંબઈ અને નવી દિલ્હી ખાતે વ્યાપાર જગત, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રના આગેવાનોને મળશે.

NSW Premier Gladys Berejiklian
Source: Harita Mehta

2 min read

Published

By Harita Mehta



Skip to article content

ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના પ્રીમિયર ગ્લેડિયસ બેરેજિકલીઅને ગઈકાલે ભારતીય પત્રકારો સાથે પોતાના ભારત ટ્રેડ મિશનની વિગતો વહેંચી હતી.

પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ભારત અને ન્યુ સાઉથ વેલ્સ વચ્ચેના સંબંધોનું મહત્વ મુખ્ય પ્રવાહના  લોકો જાણે તે જરૂરી છે. તેઓએ ઉમેર્યું હતું કે," ન્યુ સાઉથ વેલ્સ અને ભારતના સંબધો ભવિષ્યમાં કઈ દિશામાં આગળ વધી રહ્યા છે તે વિષે જાણવું અને તેની કદર કરવી મુખ્યધારાના લોકો માટે જરૂરી છે. ભારતીય સમુદાયે પોતાની કાર્યનીતિ થી, પોતાની ક્ષમતાથી ન્યુ સાઉથ વેલ્સ (ના વિકાસ) માટે યોગદાન આપ્યું છે. મને ભારતીય સમુદાય પ્રત્યે  હંમેશા ખુબ ગર્વ છે."

" ન્યુ સાઉથ વેલ્સ અને ભારતના સંબધો ભવિષ્યમાં કઈ દિશામાં આગળ વધી રહ્યા છે તે વિષે જાણવું અને તેની કદર કરવી મુખ્યધારાના લોકો માટે જરૂરી છે. ભારતીય સમુદાયે પોતાની કાર્યનીતિ થી, પોતાની ક્ષમતાથી ન્યુ સાઉથ વેલ્સ (ના વિકાસ) માટે યોગદાન આપ્યું છે. મને ભારતીય સમુદાય પ્રત્યે હંમેશા ખુબ ગર્વ છે."

વ્યાપાર ઉદ્યોગ:

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની આગવી ઓળખ છે, આથી ન્યુ સાઉથ વેલ્સ સરકાર ભારતના આઈ ટી અને કમ્પ્યુટિંગ વિષયના વ્યાપાર ઉદ્યોગ તજજ્ઞો સાથે મુલાકાત કરશે, વેસ્ટર્ન સિડની શહેરના વિકાસ માટે તેઓ શું યોગદાન આપી શકે અને તેમના વ્યવસાયિક વિકાસ માટે ન્યુ સાઉથ વેલ્સમાં રહેલ તકો અંગે ચર્ચા કરશે. ન્યુ સાઉથ વેલ્સ સરકાર દ્વારા આવતા મહિને સિડની ખાતે વેસ્ટર્ન સિડની સિટીના ભવિષ્યને લઈને એક આંતરરાષ્ટ્રીય મંચનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ પ્રસંગે ઉપસ્થિત રહેવા ભારતના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંસ્થાનોને આમન્ત્રણ આપવામાં આવશે.

શિક્ષણ:

ઉચ્ચ અભ્યાસ  માટે ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય  વિદ્યાર્થીઓની પસંદ રહ્યું છે. અભ્યાસ ક્ષેત્રે વધુ વિદ્યાર્થીઓને આવકારવા ન્યુ સાઉથ વેલ્સ સરકાર પ્રતિબદ્ધ છે. આ સંદર્ભે  પ્રીમિયર ગ્લેડિયસ બેરેજિકલીઅને જણાવ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સેટલ થવા દરમિયાન પડતી મુશ્કેલીઓથી વાકેફ છે, તેઓ આ પ્રક્રિયા સરળ કરવા પ્રયત્નશીલ છે. તેનાજ ભાગ રૂપે ન્યુ સાઉથ વેલ્સ સરકાર ઓસ્ટ્રેલિયન યુનિવર્સીટીઓને  આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કેટલીક છૂટ કે લાભ આપવા પ્રોત્સાહિત કરી રહી છે- જેમકે વાહનવ્યવહારના ભાડા માટે લાભ કે છૂટ આપવી.

ફિલ્મ - સીને જગત:

ભારતીય ફિલ્મ નિર્માતાઓ ફિલ્મ નિર્માણ માટે ઓસ્ટ્રેલિયા પર પસંદગી ઉતારે આ માટે પણ કેટલીક નવી જાહેરાતો થવાની સંભાવના છે.  વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઓસ્ટ્રલિયા ખાતે ફિલ્મ નિર્માણ માટે જરૂરી સબસીડી અને રિબેટ ઓછા છે અને શૂટિંગ માટે આપવામાં આવતી પરવાનગીની પ્રક્રિયા પણ ધીમી  છે. આ મુદ્દે જયારે પ્રીમિયર ગ્લેડિયસ  બેરેજિકલીઅન પાસે ટિપ્પણી માંગી તો તેઓએ જણાવ્યું કે તેઓને ફિલ્મ નિર્માતાઓને પડતી તકલીફ અંગે જાણ છે અને ફિલ્મ નિર્માણ મજૂરી અને અન્ય બાબતો સંબંધી સરકારી પ્રક્રિયા સરળ અને અસરકારક બને તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. તેઓએ જણાવ્યું કે સરકાર પ્રાઇવેટ પાર્ટનરશીપ સાથે સિડની ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત કરે તેવી સંભાવનાઓ  છે.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now