કોરોનાવાઇરસના કેસ વધતા સિડનીમાં નવા વર્ષની ઉજવણી માટે પ્રતિબંધો વધુ કડક કરાયા

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 કેસ નોંધાયા, ગ્રેટર સિડનીમાં ઘરમાં માત્ર 5 મુલાકાતીઓને જ પરવાનગી.

NSW Premier Gladys Berejiklian.

NSW Premier Gladys Berejiklian. Source: AAP

ન્યૂ સાઉથ વેલ્સમાં નોધર્ન બિચીસ વિસ્તાર બાદ કોરોનાવાઇરસનું સંક્રમણ અન્ય વિસ્તારોમાં પણ ફેલાતા રાજ્યના પ્રીમિયરે નવા વર્ષની ઉજવણી માટે ગ્રેટર સિડની (વોલોન્ગોંગ, સેન્ટ્રલ કોસ્ટ અને બ્લૂ માઉન્ટેન્સ) સહિતના વિસ્તારોમાં પ્રતિબંધો વધુ કડક કર્યા છે.

  • જે અંતર્ગત, દરેક ઘરમાં માત્ર 5 મુલાકાતીઓને (બાળકો સહિત) જ પરવાનગી અપાશે.
  • આઉટડોર મેળાવડાની સંખ્યા 50થી ઘટાડીને 30 કરવામાં આવી છે.

રાજ્યમાં નવા 18 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાઇરસના નવા 18 કેસ નોંધાતા સરકારને નિયંત્રણો વધુ કડક કરવાની ફરજ પડી છે. કોરોનાવાઇરસના હોટસ્પોટ ગણાતા નોધર્ન બિચીસ વિસ્તારમાં 9 કેસ તથા અન્ય 6 કેસ ક્રોયડન વિસ્તારમાં નોંધાયા છે.

નોધર્ન બિચીસ વિસ્તારના ઉત્તર ભાગ માટે પ્રતિબંધો યથાવત રખાયા છે જ્યારે નોધર્ન બિચીસના દક્ષિણ વિસ્તાર માટે નિયંત્રણોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  • જે અંતર્ગત હવે નોધર્ન બિચીસના દક્ષિણ વિસ્તારના રહેવાસીઓ ઘરમાં તેમના જ વિસ્તારના અન્ય 5 લોકોને આવકારી શકશે.

આ તમામ ફેરફારો બુધવાર 30મી ડીસેમ્બર મધ્યરાત્રીથી લાગૂ થશે અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી અમલમાં રહેશે.

ન્યૂ સાઉથ વેલ્સના નવા નોંધાયેલા કેસ સાથે સંકળાયેલા વિસ્તારોની યાદી અહીંથી મેળવી શકાશે. 

ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ. તમારા રાજ્યો અને ટેરીટરીની મેળાવડાની મર્યાદા અગે જાણો.

જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે જ રહો અને ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.

સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.

તમારા રાજ્ય કે ટેરીટરીમાં મુસાફરીના દિશાનિર્દેશ વિશે અહીંથી માહિતી મેળવો - NSW, VictoriaQueenslandWestern AustraliaSouth AustraliaNorthern TerritoryACTTasmania.  

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


2 min read

Published

Updated

By SBS Gujarati

Source: SBS



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now