સિડનીમાં કોરોનાવાઇરસના કેસમાં વધારો થતા રાજ્ય સરકારે નવા વર્ષની ઉજવણી માટે કેટલાક પ્રતિબંધો અમલમાં મૂકવાની જાહેરાત કરી છે.
રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને જણાવ્યું હતું કે નોધર્ન બિચીસ બાદ રાજ્યના અન્ય વિસ્તારો સુધી વાઇરસનું સંક્રમણ થતા આરોગ્ય વિભાગની સલાહના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, ગ્રેટર સિડનીના રહેવાસીઓએ આ વખતે નવા વર્ષે યોજાતી આતશબાજીને ટેલિવિઝન પર નિહાળવી પડશે.
28મી ડીસેમ્બર મધ્યરાત્રિની લાગૂ કરવામાં આવેલી નવી ગોઠવણ
નવા વર્ષની પૂર્વસંધ્યા માટે...
- ફ્રન્ટલાઇન કર્મચારીઓને આતશબાજીમાં પ્રવેશની ગોઠવણ રદ કરવામાં આવી છે. તેમને વર્ષ 2021માં લાભ આપવામાં આવશે.
- રેસ્ટોરન્ટ્સ અને અન્ય હોસ્પિટાલિટી સ્થળો કાર્યરત રહી શકશે પરંતુ તેમાં દર ચાર સ્ક્વેયર મીટરે એક વ્યક્તિનો નિયમ લાગૂ થશે.
- કાઉન્સિલના કાર્યક્રમો યોજી શકાશે પરંતુ મુલાકાતીઓ હલનચલન કરી શકશે નહીં અને તમામની માહિતી રાખવી જરૂરી છે.
- મધ્યરાત્રીએ સાત મિનિટની આતશબાજી કરવામાં આવશે.
- જો તમારી પાસે Service NSW તરફથી નવા વર્ષની પૂર્વસંધ્યાનો પાસ હશે તો જ તમને સર્ક્યુલર કી, નોર્થ સિડની તથા શહેરના નક્કી કરેલા વિસ્તારોમાં પ્રવેશ મળશે.

NSW has recorded a 10th consecutive day without a locally-acquired COVID-19 case, prompting eased restrictions on gatherings and relaxed rules on mask usage. Source: Getty Images AsiaPac
- સિડની CBD વિસ્તારોના હોસ્પિટાલિટી સ્થળો માટે અગાઉથી જ બુકિંગ કરાવ્યું હશે તો પણ Service NSW પાસેથી તેની પરવાનગી લેવી જરૂરી છે.
- જો તમે સિડની CBD વિસ્તારમાં વસવાટ કરો છો તો 10 મહેમાનો તમારા ઘરની મુલાકાત લઇ શકે છે પરંતુ એ તમામ 10 મહેમાનોએ Service NSW પાસેથી પરવાનગી લેવી જરૂરી છે.
- જો તમે સિડની CBD વિસ્તારમાં વસવાટ કરો છો તો તમારા ઘરની મુલાકાત લઇ રહેલા તમામ મહેમાનોની નોંધણી Service NSW માં કરાવવી જરૂરી છે.
નોધર્ન બિચીસના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારો (નારાબિન બ્રિજ અને બાહાઇ ટેમ્પલની ઉત્તર બાજુ) માટે પ્રતિબંધો 9મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે.
નોધર્ન બિચીસના દક્ષિણ વિસ્તારો માટે 2જી જાન્યુઆરી સુધી પ્રતિબંધો અમલમાં રહેશે.
ગ્રેટર સિડની, સેન્ટ્રલ કોસ્ટ અને વોલોન્ગોંગ વિસ્તારો માટે નીચેના પ્રતિબંધો અમલમાં રહેશે
- બાળકો સહિત કોઇ પણ ઘરની મહત્તમ 10 મહેમાનો મુલાકાત લઇ શકશે.
- આઉટડોર સ્થળો પર પિકનીક, મેળાવડા 100માંથી ઘટાડીને મહત્તમ 50 સભ્યો સુધી કરવામાં આવ્યા છે.
રીજનલ ન્યૂ સાઉથ વેલ્સમાં વર્તમાન ગોઠણવ અમલમાં રહેશે તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Share

