Japanese encephalitis વાઇરસ: ઓસ્ટ્રેલિયામાં 2 મૃત્યુ નોંધાયા

મચ્છર કરડવાથી ફેલાતા જાપાનીસ એન્સેફલાઇટીસ વાઇરસ સામે લોકોને સાવચેત રહેવા જણાવાયું. દેશના પૂર્વીયતટોમાં ભારે વરસાદ બાદ વાઇરસના ચેપની સંખયા વધે તેવી શક્યતા.

dengue mosquito

Humans contract the virus through mosquito bites Source: AAP/University of Glasgow/PA

ઓસ્ટ્રેલિયામાં જાપાનીસ એન્સેફલાઇટીસ Japanese encephalitis (JE) વાઇરસથી અત્યાર સુધીમાં 2 મૃત્યુ નોંધાયા છે.

ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે રાજ્યમાં લોકોને મચ્છર કરડવાથી બચીને વધુ સાવચેત રહેવા માટે જણાવ્યું છે.

13મી ફેબ્રુઆરીના રોજ સિડની હોસ્પિટલ ખાતે ગ્રીફીથના એક 70 વર્ષીય રહેવાસીનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ તે વ્યક્તિને Japanese encephalitis વાઇરસનું નિદાન થયું હતું.

ન્યૂ સાઉથ વેલ્સમાં હાલમાં Japanese encephalitis ના 3 કેસ નોંધાયા છે. જેમાં અગાઉ નોંધાયેલા 2 કેસનો સમાવેશ થાય છે, વિક્ટોરિયન હોસ્પિટલ ખાતે એક પુરુષ અને બાળકની સારવાર ચાલી રહી છે.
Japanese encephalitis virus vaccine rollout
Japanese encephalitis virus vaccine rollout Source: AAP
વિક્ટોરીયામાં પણ 6 કેસ તથા ક્વિન્સલેન્ડમાં એક વ્યક્તિમાં વાઇરસનું નિદાન થયું છે.

સાઉથ ઓસ્ટ્રેલિયામાં ચાર કેસ નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગ એક ડઝનથી વધુ શંકાસ્પદ કેસની તપાસ કરી રહ્યો છે.

કૃષિમંત્રી ડેવિલ લીટલપ્રાઉડે એબીસીને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વાઇરસ દેશભરમાં ડુક્કરના 20 જેટલા તબેલામાં પ્રસર્યો છે.

ન્યૂ સાઉથ વેલ્સનો આરોગ્ય વિભાગ હાલમાં રાજ્યના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રાઇમરી ઇન્ડ્રસ્ટ્રીસ તથા કોમવેલ્થ ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને અન્ય રાજ્યો તથા ટેરીટરીની એજન્સીઓ સાથે મળીને વાઇરસની તીવ્રતા તથા તેના સંક્રમણ વિશે તપાસ કરી રહ્યો છે.

Japanese encephalitis વાઇરસ મચ્છર દ્વારા ફેલાય છે અને તે પ્રાણી તથા માનવજાતને સંક્રમિત કરી શકે છે. આ વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સંક્રમિત થતો નથી.

આ ઉપરાંત તે ડુક્કરનું માંસ આરોગવાથી પણ ફેલાતો નથી.

હાલમાં Japanese encephalitis સામે કોઇ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી.

ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે આ વાઇરસ સામેની રસી પ્રાપ્ત કરી છે અને તે વાઇરસનું જોખમ ધરાવતા સમુદાયને ઉપલબ્ધ થઇ શકે તે માટે અન્ય પ્રદેશો સાથે કાર્ય કરી રહ્યો છે.

હાલના તબક્કે આ રસી ડુક્કરના ફાર્મમાં કાર્ય કરતા કર્મચારીઓ તથા પરિવારજનોને આપવામા આવશે.
Japanese encephalitis થી બચવા પગલાં લઇ શકાય

  • મચ્છર કરડે તેવા સમયે, ખાસ કરીને પ્રભાત તથા ઢળતી સાંજે બહાર જવાનું ટાળવું.
  • શરીર ઢાંકે તેવા લાંબા કપડાં પહેરો. બૂટ તથા મોજા પહેરવા સલાહભર્યું છે.
  • ટૂંકા કપડાં પહેર્યા હોય તો મચ્છરને શરીરથી દૂર રાખે તેવી મોસ્કીટો રીપેલન્ટ ક્રીમ લગાવો.
  • સ્વિમીંગ કર્યા બાદ પણ મોસ્કીટો રીપેલન્ટ ક્રીમ લગાવવી સલાહભર્યું છે.
  • સનસ્ક્રીન લગાવ્યા બાદ મોસ્કીટો રીપેલન્ટ ક્રીમ લગાવવી. ક્રીમ લગાવ્યા બાદ સનસ્ક્રીનનો પ્રભાવ ઓછો થઇ શકે છે, માટે વારંવાર સનસ્ક્રીન લગાવવી જોઇએ.
  • ડોક્ટરની સલાહ પ્રમાણે 3 મહિનાથી મોટી ઉંમરના બાળકોને રીપેલન્ટ ક્રીમ લગાવી શકાય છે. 3 મહિનાથી નાની ઉંમરના બાળકોને મચ્છર ન કરડે તે માટે મચ્છરદાનીથી સુરક્ષિત કરી શકાય છે.
  • કેમ્પીંગ કરતી વખતે ટેન્ટમાં મચ્છર ન પ્રવેશે તે સુનિશ્ચિત કરવું.
  • સ્થિર પાણીમાં મચ્છરની સંખ્યા વધી શકતી હોવાથી ઘરની બહાર પાણી જમા ન થાય તેનું ધ્યાન રાખવું.
જો તમને લાગે કે કોઇ પ્રાણીને Japanese encephalitis વાઇરસનું સંક્રમણ થયું છે તો, તમારા સ્થાનિક પ્રાણીઓના દવાખાના અથવા નેશનલ ઇમર્જન્સી એનિમલ ડિસીસ વોચ હોટલાઇનનો 1800 675 888 પર સંપર્ક કરવો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Published

Updated

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
Japanese encephalitis વાઇરસ: ઓસ્ટ્રેલિયામાં 2 મૃત્યુ નોંધાયા | SBS Gujarati