ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઇ કમિશને ઓવરસીસ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ અંગે નવી સલાહ જારી કરી છે.
તાજી જાહેર કરવામાં આવેલી સલાહ પ્રમાણે, નવો કે જૂનો કોઇ પણ પાસપોર્ટ ધરાવનારા નાગરિકોએ 50 વર્ષથી વધુની ઉંમર વટાવ્યા પછી ફરીથી ઓવરસીસ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ જારી કરવું જરૂરી બન્યું છે.
નવી સલાહ...
ઉલ્લેખનીય છે કે અગાઉ વિવિધ અધિકારીઓ દ્વારા જુદા – જુદા નિવદનો આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઓવરસીસ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ ધરાવતા લોકો અસમંજસમાં મૂકાયા હતા.
અગાઉ આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, 50 વર્ષની ઉંમર બાદ નવો પાસપોર્ટ ધરાવનાર નાગરિકોએ જ નવું ઓવરસીસ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ મેળવવું જરૂરી છે.
અગાઉ જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા પરસ્પર વિરોધી હોવાથી ઘણા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

Source: Screenshot of a tweet by the Indian High Commission
SBS Malayalam દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા સમાચાર બાદ ભારતીય હાઇ કમિશને સલાહ જારી કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતીય સંસ્થાઓ દ્વારા વિરોધાભાસી નિવેદનો કરવામાં આવતા પ્રવાસીઓ અસમંજસમાં પડ્યા હતા અને ત્યાર બાદ આ અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા.
Share



