રેલ, બસ અને ટ્રામ જેવા જાહેર વાહનવ્યવ્હારનો ઉપયોગ કરનારને પબ્લિક ટ્રાન્સપોર્ટના કામદારો પ્રત્યે આદર વ્યક્ત કરતા "થેંક્યુ" કહેવાની અરજ કરવામાં આવી છે. આ અરજ 28 ઓક્ટોબરે મૃત્યુ પામેલ મનમીત અલીશેર (શર્મા ) ને યાદ કરવા માટે પણ કરાઈ છે.
RTBU ના રાષ્ટ્રીય પ્રમુખ ફિલ અલ્ટીએરિ નું કહેવું છે કે મનમીત શર્મા કવીન્સલેન્ડ ટ્રાંસપોર્ટ જગતમાં એક સમ્માનનીય નામ હતું. તેઓ હંમેશા યાદ રહેશે. તેઓએ કહ્યું હતું કે," બુધવારે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં મનમીતની ટૂંકી પણ સુંદર જીવનીને યાદ કરવામાં આવશે. આ સાથે જાહેર વાહનવ્યવહાર સાથે જોડાયેલ કાર્યકરો કે જેઓ સમયસર લોકોની વાહંવ્યવ્હારની જરૂરત પુરી પાડે છે તેમની સેવાઓને પણ બિરદાવાશે ."
TWU કવીન્સલેન્ડના સેક્રેટરી પીટરનું કહેવું છે કે મનમીત સાથે થયેલ કરુણ ઘટનાના આઘાતથી ઘણા ટ્રાન્પોર્ટ કાર્યકરો બહાર આવી રહ્યા છે. "પબ્લિક ટ્રાન્સપોર્ટના કાર્યકર્તા અને મુસાફરોને તેમની દરરોજ ની મુસાફરી દરમિયાન સલામતીનો અનુભવ થવો ખુબ જરૂરી છે."
"જયારે મુસાફરો પબ્લિક ટ્રાન્સપોર્ટના ચાલકોનો આભાર વ્યક્ત કરે ત્યારે એક આદરનો, સકારાત્મક માહોલ પેદા થાય છે. ચાલકોને તેમના કામ બદલ પ્રોત્સાહન મળે છે."
ટ્રાન્સલિન્ક ના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે 392 ચાલકોને પજવતા અને 18 મુસાફરોને પજવતા કિસ્સાઓ દક્ષિણ -પૂર્વ કવીન્સલેન્ડ બસ નેટવર્કમાંજ નોંધવામાં આવ્યા છે.
વાહન ચાલકો અને મુસાફરોની સલામતી અંગે કેટલાક મહત્વના પગલાં લેવાયા છે જેમકે 700 CCTV કેમેરા લગાડવા, ખાનગી સુરક્ષાકર્મીની સેવા લેવી કે ચાલકોને જોખમી વ્યવહાર સામે સુરક્ષિત રહેવા અંગે તાલીમ આપવી.
Share

