સિડનીમાં રહેતા શ્રી જીગર રાઠોડે તેમના મિત્રોના મંતવ્ય પ્રમાણે એન્ડ્રોઇડ એન્જૉયેડ પરથી ગત ડિસેમ્બર મહિનામાં એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો. આ કમ્પની અન્ય કમ્પનીઓ કરતા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સહેજ સસ્તી વેચે છે, તેવું તેમનું માનવું હતું.
26મી ડિસેમ્બરના રોજ જીગર રાઠોડે $267.36 માં HTC U Play Dual 64GB 4G LTE Black મોબાઈલ ફોન ખરીદ્યો. સામાન્ય રીતે ખરીદેલ વસ્તુની ડિલિવરી 4-5 અઠવાડિયામાં થઇ જતી હોય છે. પણ ફોનની ડિલિવરીમાં વિલંબ થતા જીગરે કંપનીનો સમ્પર્ક કર્યો અને જાણવા મળ્યું કે ક્રિસમસના કારણે ડિલિવરીમાં વિલંબ થયો છે. કંપનીના અયોગ્ય વ્યવહારના પગલે જીગરે ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં પોતાનો ઓર્ડર રદ્દ કર્યો અને હજુ સુધી રિફન્ડની રાહ જોઈ રહ્યા છે.
આ કહાની ફક્ત જીગરની નથી પણ ઘણા ગુજરાતી- અન્ય ગ્રાહકોની છે. આજ કારણ છે કે ન્યૂ સાઉથ વેલ્સ ફેર ટ્રેડિંગ ફરિયાદ ધરાવનાર કંપનીઓની સૂચીમાં એન્ડ્રોઇડ એન્જૉયેડનુ નામ પ્રથમ છે. આ કંપનીની વિરુદ્ધમાં માર્ચ મહિનામાં 50 અને ફેબ્રુઆરી મહિનામાં 45 ફરિયાદો નોંધાઈ છે.

ન્યુ સાઉથ વેલ્સના બેટર રેગ્યુલેશન મંત્રી મેટ કીને પોતાની વેબસાઈટ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે , તેઓએ એન્ડ્રોઇડ એન્જૉયેડ અને તેની સહકારી કંપનીઓ વિરુદ્ધ તાપસ કરવાના આદેશ આપ્યા છે.
" ફેર ટ્રેડિંગ દ્વારા ભૂતકાળમાં આ કંપની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા, તે દરમિયાન થોડા સમય માટે તેનું ગ્રાહકો પ્રત્યેનું વર્તન સારું થયું હતું પણ હવે ફરીથી તેમની વિરુદ્ધ સૌથી વધુ ફરિયાય આવી રહી છે."
મંત્રીશ્રીએ સાથે એમ પણ ઉમેર્યું હતું કે આ પ્રકારની પ્રેક્ટિસ બિલકુલ ચલાવી નહિ લેવાય , ગ્રાહકોના હક્કોનું ધ્યાન રાખવામાં આવશે.
વર્ષ 2016માં ડિજિટલ માર્કેટિંગ કંપનીઓ ન્યુ સાઉથ વેલ્સની ફરિયાદ સૂચીમાં આવા લાગી અને સપ્ટેમ્બર 2016માં ફેર ટ્રેડિંગ દ્વારા એન્ડ્રોઇડ એન્જૉયેડ, કેમેરા સ્કાય અને ક્લુક્કર વિરુદ્ધ ઘણી ફરિયાદ આવવાના કારણે ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

આ ચેતવણી જાહેર થયા બાદ આ વેબસાઇટની માલિકી ડિજિટલ માર્કેટિંગ અને સોલ્યુશનને આપવામાં આવી હતી. પોતાના અનુભવ બાદ શ્રી રાઠોડે આ કંપની અંગે જયારે રીવ્યુ વાંચ્યા ત્યારે તેઓએ જાણ્યું કે મોટાભાગના ગ્રાહકોનો અનુભવ તેમના જેવો જ હતો .

9મી માર્ચના રોજ શ્રી રાઠોડે જયારે ફરી પોતાના રીફન્ડ માટે એન્ડ્રોઇડ એન્જૉયેડ્ના અધિકારી સાથે ચેટબોક્સ પર વાતચીત કરી ત્યારે તમેને જણાવવામાં આવ્યું કે એન્ડ્રોઇડ એન્જૉયેડ કંપનીની સિસ્ટમમાં સુધારો થઇ રહ્યો છે અને તે કારણે રીફન્ડ આપવાની સમયસીમા જાળવી નથી શકાઈ

23મી એપ્રિલના છેલ્લે પ્રોડક્ટ રીવ્યુ સાઈટ પર છેલ્લે વાતચીત અનુસાર તેમની ફરિયાદ એકાઉન્ટ વિભાગને મોકલી દેવામાં આવી છે.

શ્રી રાઠોડે જણાવ્યું કે આવી કંપનીઓને રોકવા માટે કાયદા હોવા જોઈએ. તેઓ આ મુદ્દે ટૂંકમાંજ એન્ડ્રોઇડ એન્જૉયેડ વિરુદ્ધ ફેર ટ્રેડિંગમાં ફરિયાદ કરશે
આ મુદ્દે એસ બી એસ ગુજરાતી એ કંપનીનો પક્ષ જાણવા કંપનીની વેબસાઈટ પર આપેલ પ્રાયોરિટી નમ્બર પર ફોન અને ઇમેઇલ કરેલ પણ સફળતા મળી નથી
જો આપ આવી કોઈ ગ્રાહક હક્ક સંબંધી સમસ્યા ધરાવતા હોવ તો આપ Fairtrading નો સંપર્ક સાધી શકો છો. જો ફોન થી સમ્પર્ક કરવો હોય તો નમ્બર છે 13 32 20.
FOLLOW US ON FACEBOOK

